Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણએક ઈશારો અને ખુરશી બદલાઈ: ચંદ્રબાબુ નાયડુના આ કામે સ્પષ્ટ કરી દીધું...

    એક ઈશારો અને ખુરશી બદલાઈ: ચંદ્રબાબુ નાયડુના આ કામે સ્પષ્ટ કરી દીધું કે ગઠબંધનમાં બધા સરખા, જાણો કેમ એક ખુરશી બની ચર્ચાનો વિષય

    ચંદ્રબાબુ નાયડુ જેવા બેઠકમાં પહોંચ્યા અને બધાનું અભિવાદન જીલી રહ્યા હતા, તે દરમિયાન તેમની નજર મંચ પર તેમના માટે રાખવામાં આવેલી ખુરશી પર પડી. જે અન્યો આકર્તા અલગ હોવાથી તેઓએ તેને બદલવાનો આદેશ આપ્યો.

    - Advertisement -

    મંગળવારે (11 જૂન 2024)ના રોજ તેલુગુ દેશમ પાર્ટી (DTP)ના ધારાસભ્ય દળની બેઠક થઇ હતી. આ બેઠકમાં ચંદ્રબાબુ નાયડુને નેતા ચૂંટવામાં આવ્યા, જે બાદ NDA સરકારના મુખ્યમંત્રી પદ માટે તેમના નામ પર મોહર લાગી ગઈ. બીજી તરફ જનસેવા પાર્ટીના ધારાસભ્ય દળની બઠકમાં પવન કલ્યાણને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા. વિજયવાડામાં ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણની આ બેઠકમાં એક રસપ્રદ ઘટના ઘટી. ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલી એક બાબતબધાને ઉડીને આંખે વળગી ગઈ. લોકો ચંદ્રબાબુના વખાણ કરી રહ્યા છે.

    વાસ્તવમાં જનસેનાના અધ્યક્ષ પવન કલ્યાણ અને આંધ્રપ્રદેશ ભાજપના અધ્યક્ષ ડી. પુરંદેશ્વરી એનડીએ ધારાસભ્ય દળની બેઠકમાં પહોંચ્યા હતા. દરમિયાન પવન કલ્યાણ અને ડી. પુરંદેશ્વરી પહેલાથી જ મંચ પર ઉપસ્થિત હતા અને ખુરશી પર બેસેલા હતા. દરમિયાન ચંદ્રબાબુ નાયડુ જેવા બેઠકમાં પહોંચ્યા અને બધાનું અભિવાદન જીલી રહ્યા હતા, તે દરમિયાન તેમની નજર મંચ પર તેમના માટે રાખવામાં આવેલી ખુરશી પર પડી.

    મંચ પર તેમના માટે મુકવામાં આવેલી ખુરશી અન્ય લોકોની ખુરશી કરતા થોડી અલગ અને ખાસ લાગી રહી હતી. તે ખુરશી પર ખાસ પીળા રંગનું કપડું લગાવવામાં આવ્યું હતું. બીજી તરફ પવન કલ્યાણ અને ડી. પુરંદેશ્વરી જે ખુરશીમાં બેઠા હતા અને તે સિવાય પણ જેટલી ખુરશીઓ હતી તે બધી સરખી હતી અને તેના પર સફેદ કપડું લગાવવામાં આવ્યું હતું. આ જોઈ તરત જ ચંદ્રબાબુ નાયડુએ પાછળની તરફ ઉબેલા લોકોને ઈશારો કર્યો અને ખુરશી બદલવા માટે કહ્યું.

    - Advertisement -

    થોડી જ વારમાં ચંદ્રબાબુ નાયડુ માટે પણ તેવી જ ખુરશી હાજર થઇ ગઈ જેવી ખુરશી પર પવન કલ્યાણ અને ડી. પુરંદેશ્વરી બેઠા હતા. ચંદ્રબાબુનું આ કામ લોકોને ખૂબ જ ગમ્યું અને પાર્ટી સહિતના લોકો તેમના વખાણ કરી રહ્યા છે. પોતાની ખાસ ખુરશી હટાવીને અન્ય નેતાઓ જેવી ખુરશી પર બેસીને ચંદ્રબાબુ નાયડુએ તે સ્પષ્ટ કરી દીધું છે કે ગઠબંધનમાં કોઈ જ નાનું મોટું નથી, તમામ લોકો એક સમાન છે અને સરકાર પણ એ રીતે જ ચલાવવામાં આવશે.

    નોંધનીય છે કે ચંદ્રબાબુ નાયડુ સન 1995માં પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે આંધ્રપ્રદેશ સંયુક્ત હતું. નાયડુ તે સમયે સતત બે ટર્મ મુખ્યમત્રી બન્યા. વર્ષ 2004માં તેમની ટર્મ પૂર્ણ થઇ. ત્યાર બાદ તેઓ વર્ષ 2014માં વિભાજીત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને 2019 સુધી સત્તા સંભાળી. બીજી તરફ આ લોકસભા ચૂંટણીમાં પવન કલ્યાણની પાર્ટી જનસેના પાર્ટીએ પણ કમાલ કરી અને તમામ બેઠકો પર વિજેતા બની. કહેવામાં આવી રહ્યું છે કે પવન કલ્યાણ રાજ્યના ઉપ મુખ્યમંત્રી પદને સંભાળશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં