તમિલનાડુ વિકાસનો શ્રેય મિશનરીઓને આપતું નિવેદન કરીને તમિલનાડુ વિધાનસભાના સ્પીકર એમ અપ્પાવુ ચર્ચામાં છે. તેમણે સોમવારે (25 જુલાઈ 2022) કહ્યું કે તમિલનાડુના વિકાસમાં ખ્રિસ્તી મિશનરીઓનું મહત્વનું યોગદાન છે. તેમણે રાજ્ય માટે મહત્વપૂર્ણ કામ કર્યું, તેમના વિના આ રાજ્ય બિહાર બની ગયું હોત. બીજી તરફ ભાજપે તમિલનાડુ વિધાનસભાના સ્પીકર એમ અપ્પાવુ પર રોષ વ્યક્ત કર્યો છે અને તેમને તમિલનાડુ વિકાસનો શ્રેય મિશનરીઓને આપવાની “કોમી ટિપ્પણી” માટે માફી માંગવા કહ્યું છે.
ભાજપના પ્રવક્તા મોહન કૃષ્ણાએ ટાઈમ્સ નાઉ સાથે વાત કરતા કહ્યું હતું કે, “તમિલનાડુના સ્પીકરે માફી માંગવી જોઈએ કારણ કે તેમણે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે તે સાંપ્રદાયિક છે. તમિલનાડુ કેથોલિક ખ્રિસ્તીઓ વિના બિહાર બનશે. આ શબ્દો સંપૂર્ણ તુષ્ટીકરણ છે.” ભાજપના નેતાએ તામિલનાડુમાં શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટી હિંદુ વિરોધી માનસિકતા ધરાવે છે. “DMK સત્તામાં આવી ત્યારથી હંમેશા વિવાદોમાં રહે છે. તેમનો એજન્ડા ત્યાંના હિંદુઓને અપમાનિત કરવાનો અને રાજ્યમાં હિંદુ વિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવાનો છે.”
બીજી તરફ અપ્પાવુએ દાવો કર્યો હતો કે કેથોલિક મિશનરીઓના કારણે જ તેઓ આજે આ પદ સુધી પહોંચ્યા છે. સરકાર ઉપવાસ કરનાર અને પ્રાર્થના કરનારાઓની છે. સ્પીકર અપ્પાવુએ એમ પણ કહ્યું હતું કે, “મુખ્યમંત્રી (એમકે સ્ટાલિન) જાણે છે કે આ સરકાર આપ બધાએ બનાવી છે. તમે (કેથોલિક મિશન) આગળ વધીને તમારા મુખ્યમંત્રી સાથે વાત કરી શકો છો. હું તમને સમર્થન આપીશ તમારા વિના તમિલનાડુનો વિકાસ શક્ય નથી. જો ખ્રિસ્તી મિશનરી ન હોત તો તમિલનાડુ બિહાર જેવું હોત. તેમણે ઉમેર્યું હતું કે, “કેથોલિક મિશનરીઓ વિકાસના મુખ્ય કારણ રહ્યા છે. તમે તમિલનાડુમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે.”
વિવાદ વધુ ઘેરો બન્યા બાદ સ્પીકર અપ્પાવુએ ઈન્ડિયા ટુડે સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં દાવો કર્યો હતો કે , “મેં માત્ર ઈતિહાસનો ઉલ્લેખ કર્યો છે.” ભાજપના પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કરતા સ્પીકરે કહ્યું હતું કે, “ફક્ત ખ્રિસ્તી મિશનરીઓ જ બધાને શિક્ષણ પૂરું પાડે છે. ખ્રિસ્તી મિશનરીઓ સામાજિક સમાનતા લાવ્યા. દ્રવિડિયન ચળવળ તેમના કાર્યનું વિસ્તરણ છે. બીજી તરફ અપ્પાવુએ દાવો કર્યો હતો કે કેથોલિક મિશનરીઓના કારણે જ તેઓ આજે આ પદ સુધી પહોંચ્યા છે. સરકાર ઉપવાસ કરનાર અને પ્રાર્થના કરનારાઓની છે. સ્પીકર અપ્પાવુએ એમ પણ કહ્યું હતું કે, “મુખ્યમંત્રી (એમકે સ્ટાલિન) જાણે છે કે આ સરકાર આપ બધાએ બનાવી છે. તમે (કેથોલિક મિશન) આગળ વધીને તમારા મુખ્યમંત્રી સાથે વાત કરી શકો છો. હું તમને સમર્થન આપીશ તમારા વિના તમિલનાડુનો વિકાસ શક્ય નથી. જો ખ્રિસ્તી મિશનરી ન હોત તો તમિલનાડુ બિહાર જેવું હોત. તેમણે ઉમેર્યું હતું કે, કેથોલિક મિશનરીઓ વિકાસના મુખ્ય કારણ રહ્યા છે. તમે તમિલનાડુમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે.”