ચંડીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા હુમલા બાદ ભાજપનાં ચૂંટાયેલાં સાંસદ કંગના રણૌતે પ્રતિક્રિયા આપી છે. એક વિડીયો બાઈટમાં તેમણે કહ્યું કે તેઓ સ્વસ્થ છે, પરંતુ પંજાબમાં વધતા આ ઉગ્રવાદ અને હિંસાનું શું? બીજી તરફ, ઘટનાનું સંજ્ઞાન લઇને CISFએ આરોપી મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરી દીધી છે અને પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024
કંગનાએ એક વિડીયો બાઇટમાં કહ્યું કે, “મને મીડિયા અને મારા શુભચિંતકોના ઘણા ફોન કોલ્સ આવી રહ્યા છે. સૌથી પહેલાં તો હું એકદમ સ્વસ્થ છું. જે ઘટના બની તે સિક્યોરિટી ચેક વખતે બની. હું ત્યાંથી નીકળી રહી હતી ત્યારે ત્યાં CISFની મહિલા કર્મચારીએ આવીને મારા ચહેરા માર્યું અને મને ગાળો આપવા માંડી. મેં જ્યારે પૂછ્યું કે તેઓ આમ શું કામ કરી રહ્યાં છે ત્યારે કહ્યું કે તેઓ ખેડૂત આંદોલનને સમર્થન આપે છે. હું તો સુરક્ષિત છું, પણ મારો મુદ્દો એ છે કે પંજાબમાં જે આતંકવાદ અને ઉગ્રવાદ વધી રહ્યો છે, તેનો આપણે કઈ રીતે સામનો કરીશું.”
ઘટનાને લઈને CISFના એક અધિકારીએ જણાવ્યું કે, આ મામલે મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને સ્થાનિક પોલીસ મથકે FIR નોંધવા માટે ફરીયાદ આપવામાં આવી છે. તેની ઓળખ કુલવિન્દર કૌર તરીકે થઈ છે. હાલ તે કસ્ટડીમાં હોવાનું જાણવા મળ્યું છે.
CISF has suspended the woman constable and given a complaint against her at the local police station for FIR, in connection with slapping BJP leader and actor Kangana Ranaut at Chandigarh airport, says a senior CISF officer pic.twitter.com/WADhvM0ToJ
— ANI (@ANI) June 6, 2024
ઉલ્લેખનીય છે કે કંગના રણૌત હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ ઉમેદવાર હતાં. તેમની સામે કૉંગ્રેસે રાજ્ય સરકારમાં મંત્રી અને કદાવર નેતા વિક્રમાદિત્ય સિંહને ટીકીટ આપી હતી. પરંતુ અહીંથી કંગનાની જીત થઈ. જીત બાદ તેઓ શુક્રવારે (7 જૂન) યોજાનાર NDAની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવી રહ્યાં હતાં. દરમ્યાન, ચંડીગઢ એરપોર્ટ પર તેમની સાથે આ ઘટના બની હતી.