મોહનદાસ ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ X પર એક પોસ્ટ કરીને દાવો કર્યો છે કે મોદી સરકાર હજુ તો બની નથી અને અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે બુલડોઝર દેખાવા માંડ્યાં છે. એક પોસ્ટમાં તેમણે સાબરમતી આશ્રમ બહાર એક બુલડોઝર ઉભું હોય તેવો ફોટો પોસ્ટ કર્યો અને સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ટેગ કરીને જુઠ્ઠાણું ફેલાવ્યું.
તુષાર ગાંધીએ બુલડોઝરનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, “મોદી 3ની તાત્કાલિક દેખાતી અસર. આજે સવારે સાબરમતી આશ્રમ ખાતે બુલડોઝર.”
The immediate effect of Modi3. Bulldozer at Sabarmati Ashram this morning. @RahulGandhi @kharge @priyankagandhi pic.twitter.com/fYKgPTwpt2
— Tushar GANDHI (@TusharG) June 6, 2024
અહીં તુષાર ગાંધીએ બીજો કોઇ ફોડ પાડ્યો નથી, પરંતુ આટલા અધૂરી માહિતીવાળા ટ્વિટ પરથી કોઈને પણ એવું લાગ્યા વગર રહે નહીં કે સરકાર બની નથી ત્યાં ગાંધી આશ્રમમાં બુલડોઝર પહોંચી ગયાં છે અને સરકાર ડિમોલિશન કરવા જઈ રહી છે. પોસ્ટમાં આમ તો મોટાભાગનાએ ચાલાકી પકડી પાડી છે, પરંતુ અમુક લોકો એવા પણ છે, જેઓ આ વાતને સાચી માની ગયા અને મોદી સરકારને કોસવા માંડ્યા.
જોકે, એક યુઝરે સાબરમતી આશ્રમનો સંપર્ક કરીને બધી પોલ ખોલી નાખી. તેમણે સાથે વાતચીતનું રેકોર્ડિંગ પણ મૂક્યું છે. જેમાં આશ્રમે સ્પષ્ટ જણાવ્યું કે, જેવો દાવો થઈ રહ્યો છે તેવું કશું જ નથી. આશ્રમના પ્રતિનિધિએ જણાવ્યું કે, “ફોટો વાયરલ થયો હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. પરંતુ હકીકત એ છે કે બહાર કશુંક કામ ચાલી રહ્યું છે, જેથી ડ્રાઈવરે ત્યાં બુલડોઝર પાર્ક કર્યું હશે. બાકી, આશ્રમ પરિસરમાં કોઇ ડિમોલિશનનું કામ થયું નથી.”
Here is the audio proof
— Prathmesh Lasure (@Prathmesh_L27) June 6, 2024
Please call the Ashram and confirm it
079 2755 7277
Gandhi Ashram, Gandhi Smarak Sangrahalaya
Ahmedabad
Gujarat
380 027
India
Phone: +91-79-2755 7277
Fax: +91-79-2756-0569 pic.twitter.com/vlCRwjEbpZ
તેમણે જણાવ્યું કે, રસ્તા પર જગ્યા નહીં હોય એટલે બુલડોઝર બાજુ પર આશ્રમના દરવાજા નજીક મૂક્યું હશે અને તેમાં કોઈકે ફોટો ખેંચી લીધો હોવો જોઈએ.
અહીં એ પણ નોંધવું જોઈએ કે તાજેતરમાં જ ગત 12 માર્ચ, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ પાછળ સરકાર કુલ ₹1200 કરોડ ખર્ચી રહી છે અને 55 એકર જમીનમાં તેનો વિસ્તાર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ વિરુદ્ધ પણ તુષાર ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી હતી, પરંતુ ગત સપ્ટેમ્બર, 2022માં કોર્ટે તેને ફગાવી દીધી હતી. તુષાર ગાંધીએ અરજી કરીને સરકારના એ પ્રસ્તાવને રદ કરવાની માંગ કરી હતી, જેમાં એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવીને આશ્રમનો પુનર્વિકાસ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ કોર્ટે એમ કહીને અરજી ફગાવી દીધી હતી કે આ પ્રોજેક્ટ ન માત્ર મોહનદાસ ગાંધીના વિચારો અને ફિલસૂફીને પ્રમોટ કરશે પરંતુ સમાજ અને માનવજાતને પણ તેનાથી લાભો મળશે. ગાંધી આશ્રમ દરેક વયજૂથના લોકોને જ્ઞાન મેળવવા માટેનું કેન્દ્ર બની રહેશે એવું પણ કોર્ટે કહ્યું હતું.