Saturday, September 28, 2024
More
    હોમપેજરાજકારણકેજરીવાલે રહેવું પડશે જેલમાં જ, કોર્ટે ફગાવી વચગાળાના જામીનની માંગ કરતી અરજી:...

    કેજરીવાલે રહેવું પડશે જેલમાં જ, કોર્ટે ફગાવી વચગાળાના જામીનની માંગ કરતી અરજી: મેડિકલ ટેસ્ટ કરાવવાના નામે માંગ્યા હતા જામીન

    કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર પણ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે, જેની ઉપર જૂનમાં વેકેશન બાદ ચુકાદો સંભળાવવામાં આવશે. 

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાના જામીનની માંગ કરતી અરજી રૉઝ એવન્યુ કોર્ટે ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટમાં અરજી કરીને કેજરીવાલે સ્વાસ્થ્ય કારણોસર 7 દિવસના વચગાળાના જામીનની માંગ કરી હતી, પરંતુ જસ્ટિસ કાવેરી બાવેજાની કોર્ટે તે મંજૂર રાખી નથી. દિલ્હી સીએમને કોર્ટે 19 જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે, જેથી હાલ તેઓ જેલમાં જ રહેશે. 

    કોર્ટે અરજી ફગાવતાં કહ્યું કે, કેજરીવાલના અમુક મેડિકલ ટેસ્ટ કરવા માટે તંત્રને આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ તેમને આ માટે જામીન મળશે નહીં. આ સાથે કેજરીવાલની કસ્ટડી પણ લંબાવી દેવામાં આવી. તેમને વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 

    EDએ કેજરીવાલની અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તે સાંભળવાયોગ્ય નથી. કોર્ટમાં ASG એસવી રાજુએ કહ્યું કે, કેજરીવાલ સુપ્રીમ કોર્ટના આદેશને લંબાવવા માટેની માંગ કરી રહ્યા છે, જે અનુમતિ આપવા યોગ્ય નથી. સાથે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ ગુનો બન્યો ન હોવાનું સાબિત થાય તો જ વચગાળાની જામીન અરજી સાંભળી શકાય છે, તે સિવાય નહીં. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં 21 માર્ચથી જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા. જેની મુદ્દત 2 જૂનના રોજ પૂર્ણ થતાં તેઓ ફરી જેલભેગા થયા હતા. તે પહેલાં તેમણે એક અરજી કરીને વચગાળાના જામીન લંબાવવા માટે માંગ કરી હતી અને કારણ આપ્યું હતું કે તેમણે અમુક મેડિકલ ટેસ્ટ કરાવવા છે. પરંતુ સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીએ અરજી સાંભળવાની ના પાડીને ટ્રાયલ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજૂ કરવા માટે જણાવ્યું હતું. 

    ત્યારબાદ કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં 2 અરજીઓ કરી હતી. એકમાં દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં નિયમિત જામીનની માંગ કરવામાં આવી હતી, જ્યારે બીજીમાં મેડિકલ ટેસ્ટ માટે 7 દિવસના વચગાળાના જામીન માંગવામાં આવ્યા હતા. કોર્ટે વચગાળાના જામીનની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. જ્યારે નિયમિત જામીન અરજી પર આગામી 7 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    બીજી તરફ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર પણ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે, જેની ઉપર જૂનમાં વેકેશન બાદ ચુકાદો સંભળાવવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં