અમેરિકાના ફ્લોરિડામાં સાતમા ધોરણમાં ભણતા 12 વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થી બૃહત સોમાએ ‘સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી’ના ટાઇબ્રેકરમાં 29 શબ્દોનું સાચું ઉચ્ચારણ કરીને ખિતાબ જીતી લીધો છે. ગુરુવારના (30 મે, 2024) રોજ અમેરિકાના ફ્લોરિડામાં આ પ્રતિયોગિતા યોજાઇ હતી. જેમાં 228 પ્રતિયોગીઓને ભાગ લીધો હતો. બૃહત સોમા તમામ પ્રતિયોગીને પાછળ છોડીને શબ્દોના ઉચ્ચારણમાં આગળ જતાં રહ્યા હતા અને અમેરિકાનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ પ્રતિયોગિતા જીતવા પર તેમને 50 હજાર ડોલરનું (લગભગ ₹42 લાખ) ઈનામ પણ આપવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે, સ્ક્રિપ્સ વિજેતા બૃહત સોમાએ તેમની આ જીતનો શ્રેય શ્રીમદ ભગવદ ગીતાને આપ્યો છે.
#Speller47 Bruhat Soma from Florida cemented his win by correctly spelling his final word, "abseil." pic.twitter.com/SQtRZZvYHH
— Scripps National Spelling Bee (@ScrippsBee) May 31, 2024
‘સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી’ના વિજેતા ભારતીય મૂળના બૃહત સોમાએ ANI સાથે વાત કરતી વખતે ભગવદ ગીતાને જીતનો શ્રેય આપ્યો છે. તેમણે કહ્યું કે, “મે ધીરે-ધીરે ભગવદ ગીતાને યાદ કરવાનું શરૂ કરી દીધું હતું, ત્યાર પછી મે થોડા વધુ સ્પેલિંગ યાદ કરવાનું પણ શરૂ કર્યું હતું. પરંતુ હવે હું ભગવદ ગીતાને સંપૂર્ણ વાંચવાનું ચાલુ રાખીશ. હું દૈવિય શક્તિમાં વિશ્વાસ રાખું છું, કારણ કે ભગવાન ઘણી વસ્તુઓને ઘટિત કરે છે.” આ સાથે તેમણે ભગવદ ગીતાના શ્લોકનું પઠન પણ કર્યું હતું. બૃહત સોમાએ પોતાની જીતનો તમામ શ્રેય ભગવદ ગીતાને અર્પણ કર્યો હતો. સામાન્ય રીતે સંસ્કૃત શબ્દોના ઉચ્ચારણથી અન્ય ભાષામાં પકડ સારી થતી હોય છે, આજે બૃહત સોમા તેનું જીવંત ઉદાહરણ બન્યા છે.
#WATCH | Maryland: Winner of the 2024 Scripps National Spelling Bee, a seventh-grade Indian-American student Bruhat Soma recites Shloka from Bhagavad Gita.
— ANI (@ANI) June 2, 2024
He says, "…I slowly started memorising Bhagavad Gita, then I started doing spelling a bit more but now I am going to… pic.twitter.com/tXVPrqOe8r
માત્ર એટલું જ નહીં, પરંતુ બૃહતની અપાર આસ્થા પણ હિંદુ ધર્મ સાથે જોડાયેલી છે. તેમણે પ્રતિયોગિતા દરમિયાન મસ્તક પર કુમકુમ તિલક પણ કર્યું હતું. જે શક્તિ અને પવિત્રતાનું પ્રતિક ગણવામાં આવે છે. જ્યારે પરિણામ સામે આવ્યું ત્યારે આયોજકો પણ અચંબિત થઈ ગયા હતા. આયોજકોએ કહ્યું કે, “બૃહત સોમાની શબ્દો પર અદભૂત પકડ છે. અવિશ્વસનીય યાદશક્તિ ધરાવતો આ કિશોર એકપણ શબ્દ ચૂક્યો નથી અને આજે આ કપ ઘરે લઈને જઈ રહ્યો છે. બૃહતે 30માંથી 29 શબ્દોનું સાચું ઉચ્ચારણ કહ્યું છે, તે અદભૂત છે.” પ્રતિયોગિતા બાદ બૃહતના માતા-પિતાએ જણાવ્યું હતું કે, “બૃહતને પવિત્ર હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાનો લગભગ 80% જેટલો ભાગ યાદ છે.”
સાથે એ પણ નોંધવા જેવુ છે કે, 228 પ્રતિયોગીઓમાંથી માત્ર એક વ્યક્તિને વિજેતા જાહેર કરાયો હતો અને અન્ય 7 વ્યક્તિઓને ફાઇનલિસ્ટ કરવામાં આવ્યા હતા. વિજેતા તરીકે બૃહત સોમાનું નામ જાહેર થયું હતું. જ્યારે ફાઇનલિસ્ટમાં રહેલા 7 વિદ્યાર્થીઓમાંથી પણ 4 ભારતીયવંશના વિદ્યાર્થીઓ હતા. જેમાં કેલિફોર્નિયાથી ઋષભ સહાય અને શ્રેય પરીખ, કોલોરાડોથી અદિતી મુથુકુમાર અને ઉત્તરી કેરોલિનાથી અનન્યા રાવનો સમાવેશ થાય છે. આ પ્રતિયોગિતામાં ભારતવંશી વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો. વિજેતા અને ફાઇનલિસ્ટ સભ્યોને ‘વ્હાઇટ હાઉસ’ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ જો બાયડને તમામનું સ્વાગત કર્યું હતું.