કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમ માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર એક પોસ્ટ કરીને મોદી સરકારના કાર્યકાળ દરમિયાન બેંકિંગ ક્ષેત્રમાં પાછલાં 9 વર્ષોમાં આવેલ સુધારા અને ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વિભિન્ન સુધારાઓ અને ઉત્તમ પ્રશાસન થકી બેંકિંગ ક્ષેત્રની કાયાપલટ કરી નાખી છે. તેમણે આપેલી માહિતી અનુસાર વર્ષ 2014થી વર્ષ 2023 વચ્ચે બેન્કો દ્વારા ₹10 લાખ કરોડ રૂપિયાથી વધુના કરજાની ઉઘરાણી કરવામાં આવી છે. ઉપરાંત આ વર્ષોમાં ED લગભગ 1105 જેટલા બેંક છેતરપિંડીના કેસની તપાસ કરી છે.જેમાંથી ₹64,920 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, નાણામંત્રીએ જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2023માં સાર્વજનિક ક્ષેત્રોની બેંકો (PSB)ને ₹15183 કરોડની સંપત્તિ પરત આપી દેવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રીએ X પર લખ્યું કે, “તાજેતરમાં જ ભારતના બેંકિંગ ક્ષેત્રએ 3 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરીને પોતાનો અત્યાર સુધીનો સર્વાધિક નફો નોંધાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત અને નિર્ણાયક તેતૃત્વના દમ પર બેંકિંગ ક્ષેત્રની કાયાપલટ થઈ છે, નરેન્દ્ર મોદીની સરકારે ડૂબેલા નાણાની વસૂલીમાં કોઈ કચાસ બાકી નહતી રાખી અને હજુ પણ તે પ્રક્રિયા ચાલુ છે. આ દુઃખની વાત છે કે વિપક્ષી નેતાઓ હજુ પણ ‘રાઈટ ઓફ’ અને ‘વેવ ઑફ’ વચ્ચે ફરક નથી સમજી શકતા. આરબીઆઈના દિશા નિર્દેશો અનુસાર ‘રાઈટ ઓફ’ પછી બેંક સક્રિય રીતે ડૂબી ગયેલા નાણાની વસૂલી કરી શકે છે. કોઈ પણ ઉદ્યોગપતિનાં ઋણ માફ કરવામાં નથી આવ્યા. વર્ષ 2014થી 2023 વચ્ચે બેન્કોએ ડૂબેલા 10 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે.”
કેન્દ્રીય નાણામંત્રીએ આગળ જણાવ્યું કે, “પીએમ મોદીની સરકારમાં ફસાયેલા નાણાની વસૂલાતમાં કોઈ જ કસર બાકી રાખવામાં નથી આવી રહી. ખાસ કરીને ડિફોલ્ટર્સની બાબતોમાં તો કાર્યવાહી ચાલુ જ છે. કોંગ્રેસની નેતૃત્વવાળી યુપીએ સરકારે બેંકિંગ ક્ષેત્રને ખરાબ ઋણ, નિહિત સ્વાર્થો, ભ્રષ્ટાચાર અને કુપ્રબંધનના ચક્રવ્યૂહમાં ફસાવી દીધું હતું. NPA સંકટના બીજ કોંગ્રેસના નેતૃત્વવાળી સપ્રગ યુગમાં યોગ્ય કારોબારીઓને લૉન આપીને ‘ફોન બેંકિંગ’ દ્વારા વાવવામાં આવ્યાં હતાં. સંપ્રગના કાર્યકાળમાં બેંકો પાસેથી કરજો લેવો સામાન્ય રીતે જે-તે કારોબારીની આર્થિક ક્ષમતા પર નિર્ભર કરતું હતું. બેંકોએ આ ઋણને મંજૂરી આપતાં પહેલાં રૂપિયા ડૂબવાના જોખમની ઉપેક્ષા કરવા મજબૂર કર્યા હતા.”
The Banking sector is considered the backbone of a nation’s economy. Recently, India’s banking sector achieved a significant milestone by recording its highest-ever net profit, crossing ₹ 3 lakh crores.
— Nirmala Sitharaman (Modi Ka Parivar) (@nsitharaman) May 31, 2024
This is in stark contrast to the situation before 2014 when @INCIndia-led…
નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, મોદી સરકારે 2014માં સત્તામાં આવ્યા બાદથી NPAની પારદર્શિત રીતે ઓળખ, સમાધાન અને વસૂલી, PSBના પુનઃપુંજીકરણ અને સુધારાઓની વ્યાપક રણનીતિ લાગુ કરી. તેમણે જણાવ્યું કે, “અમારા સુધારાઓમાં ક્રેડિટ અનુશાસન, પ્રેશરની ઓળખ કરીને તેનું સમાધાન કરવું, જવાબદારીપૂર્વક લૉન આપવી અને તેને પરત લેવી તેમજ વધુ સુવ્યવસ્થિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મોદી સરકાર બેંકિંગ પ્રણાલીને મજબૂત અને સ્થિર કરવા માટે નિર્ણાયક ઉપાય કરવાનું ચાલુ જ રાખશે. સરકાર તે સુનિશ્ચિત કરશે કે બેંક સેક્ટર 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની યાત્રામાં મદદરૂપ બને.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “વંશવાદી દળોના પ્રભુત્વવાળા UPA ગઠબંધનને પોતાના પરિવારોના કલ્યાણ માટે બેંકોનો ઉપયોગ કર્યો હતો. તેનાથી વિરુદ્ધ અમારી સરકારે બેંકોને ‘જન કલ્યાણ’ માટે ઉપયોગમાં લીધી. બેંકોના રાષ્ટ્રીયકરણ બાદ કોંગ્રેસના સીમિત કાર્યોનાં કારણે ભારતમાં બેંકિંગ ક્ષેત્રોના વિસ્તારનો પ્રયાસ દશકાઓ સુધી ડગમગતો રહ્યો, તેનો લાભ માત્ર મુખ્યત્વે શિક્ષિત એક ખાસ વર્ગને જ મળતો રહ્યો. વર્ષ 2014 પહેલાં બેંકો મોટાભાગે શહેરો સુધી જ હતી, સ્વતંત્રતાના 68 વર્ષ વીતવા છતાં 68%થી પણ ઓછી વસતી પાસે બેંકમાં ખાતાં હતાં, જેનાથી ગરીબો અને મધ્યમવર્ગને લેણદારો પર નિર્ભર રહેવું પડતું, જેઓ ઊંચો વ્યાજ દર વસૂલતા હતા. પરંતુ વડાપ્રધાન મોદીએ બેન્કિંગ સેવાઓનો વ્યાપ વધાર્યો અને જન-ધન અને મુદ્રા જેવી સમાવેશી યોજનાઓ શરૂ કરી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર ઔપચારિક બેંકિંગ કાર્ય પ્રણાલીનો વિસ્તાર કરવા માટે સમર્પિત છે. દેશમાં અનેક ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 8 લાખથી વધુ લાભાર્થીઓને ₹22,000 કરોડથી વધુની લૉન આપવામાં આવી. તેમણે એમ પણ કહ્યું કે મોદી સરકાર અંત્યોદયના સિદ્ધાંત પર ચાલતાં નાણાકીય સમાવેશનને આગળ વધારીને વંચિતોને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે.