Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણઅરવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો: વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટેની અરજી...

    અરવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો: વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટેની અરજી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

    સિંઘવીએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે, સરેન્ડરનો સમય ખૂબ નજીક છે. તેથી વહેલી તકે કેસની સુનાવણી કરવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે, આ વિષય પર ભારતના ચીફ જસ્ટિસ નિર્ણય લેશે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટની વેકેશન બેન્ચે મંગળવારે (28 મે) કેજરીવાલની વચગાળાના જામીન 7 દિવસ વધારવા સંબંધિત અરજી પર સુનાવણીનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, ગયા અઠવાડિયે જ્યારે બેન્ચના સભ્ય જસ્ટિસ દીપાંકર દત્તા વેકેશન બેન્ચમાં હતા ત્યારે તમે આનો ઉલ્લેખ કેમ ન કર્યો. આ કેસને વધુ નિર્દેશો માટે ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પાસે મોકલી આપવામાં આવ્યો છે.

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની વચગાળાના જામીન 7 દિવસ વધારવા પર તત્કાલીન સુનાવણીની વિનંતી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. મનુ સિંઘવીએ કોર્ટને કહ્યું કે, મુખ્યમંત્રીને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા માટે જામીનમાં 7 દિવસનો વધારો આપવો જોઈએ. તેમણે કહ્યું કે, ટેસ્ટ પુરા થયા બાદ તેઓ 9 જૂનના રોજ સરેન્ડર કરી દેશે.

    જરૂરિયાતને ટાંકીને સિંઘવીએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે, સરેન્ડરનો સમય ખૂબ નજીક છે. તેથી વહેલી તકે કેસની સુનાવણી કરવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે, આ વિષય પર ભારતના ચીફ જસ્ટિસ નિર્ણય લેશે. ત્યાં સુધી કોઈપણ પ્રકારની તાત્કાલિક સુનાવણી આ મુદ્દે થઈ શકશે નહીં.

    - Advertisement -

    નોંધનીય છે કે, સોમવારે (27 મે, 2024) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે, તેમને શંકા છે કે તેમને કોઈ ગંભીર બીમારી છે. મેક્સના ડોકટરોએ તેમની તપાસ કરી છે. તેથી તેમને PET-CT સ્કેન અને અન્ય ઘણા મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તેથી તેની તપાસ માટે કેજરીવાલે વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટેની માંગણી છે. સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધીના જામીન આપ્યા હતા, 2 જૂનના રોજ તેમને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તે વિષય પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરી દીધો છે. સાથે કહ્યું છે કે, આ વિષય પર હવે કોઈપણ નિર્ણય લેવાનો હશે તો તે માત્ર ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ લેશે. તેથી બની શકે કે, કેજરીવાલ 2 જૂન પછી પરત જેલવાસ પર જઈ શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં