Saturday, November 23, 2024
More
    હોમપેજક્રાઈમસુરતમાં પકડાયેલા નકલી નોટોના રેકેટ મામલે વધુ એકની ધરપકડ: ફિરોઝ પાસેથી નકલી...

    સુરતમાં પકડાયેલા નકલી નોટોના રેકેટ મામલે વધુ એકની ધરપકડ: ફિરોઝ પાસેથી નકલી નોટ લઈને માર્કેટમાં ફેરવતો હતો સાદિક

    સાદિક સુરતના સ્થાનિક ન્યુઝ ચેનલ અને સાપ્તાહિક છાપાના તંત્રી ફિરોઝ પાસેથી નકલી નોટો ખરીદતો હતો. તેણે તાજેતરમાં જ ફિરોઝ પાસેથી 80 હજાર રૂપિયામાં 4 લાખની બનાવટી ચલણી નોટો ખરીદી હતી. આ પૈકી તે 1,10,000 રૂપિયા બજારમાં ફેરવી ચુક્યો છે. ધરપકડ બાદ SOGએ તેની પાસેથી 2,90,000ની બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે.

    - Advertisement -

    તાજેતરમાં સુરતના લિંબાયત ખાતે ન્યૂઝ ચેનલની આડમાં ધમધમી રહેલું નકલી નોટોનું કારખાનું ઝડપાયું હતું. ત્યારે હવે આ મામલે SOGએ સાદિક નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપ છે કે લિંબાયતના ફિરોઝ પાસેથી નકલી નોટો લઈને સાદિક બજારમાં ફેરવી કરી રહ્યો હતો. SOGને તેની પાસેથી નકલી નોટોનો જથ્થો પણ મળી આવ્યો હતો. હાલ સાદિકને ઝડપીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    મળતી માહિતી અનુસાર, સાદિક સુરતના સ્થાનિક ન્યૂઝ ચેનલ અને સાપ્તાહિક છાપાના ‘તંત્રી’ ફિરોઝ પાસેથી નકલી નોટો ખરીદતો હતો. તેણે તાજેતરમાં જ ફિરોઝ પાસેથી 80 હજાર રૂપિયામાં 4 લાખની બનાવટી ચલણી નોટો ખરીદી હતી. આ પૈકી તે 1,10,000 રૂપિયા બજારમાં ફેરવી ચૂક્યો છે. ધરપકડ બાદ SOGએ તેની પાસેથી 2,90,000ની બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે.

    ઉલ્લેખનીય છે કે ફિરોઝ અને તેની ટોળકી ન્યૂઝ ચેનલ અને છાપાંની આડમાં નકલી નાણું છાપવાનો ધંધો કરતા હતા, જ્યારે સાદિક જેવા લોકો આ નોટોને ખરીદીને માર્કેટમાં સર્ક્યુલેટ કરવાનું કામ કરતા હતા. આરોપીઓ 500, 200 સહિતના મૂલ્યની નકલી ચલણી નોટો છાપવાનો ધંધો કરતા હતા.

    - Advertisement -

    શું છે આખી ઘટના ?

    ઉલ્લેખનીય છે કે સુરતના લિંબાયત ખાતે ખાનગી ન્યુઝ ચેનલ અને છાપું ચલાવતો તંત્રી ફિરોઝ અને તેના મળતિયાઓ ચેનલની આડમાં નકલી નોટો છાપવાનું કારખાનું ચલાવતા હતા. પોલીસ અને SOG સતત 2 મહિનાથી ફિરોઝ અને તેના કારખાના પર નજર રાખી રહ્યા હતા. તેવામાં કન્ફર્મ માહિતી મળતાંની સાથે જ પોલીસે દરોડા પડ્યા હતા. આ દરોડામાં SOGએ 9 લાખથી વધુના દરથી 500 અને 200ની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી છે. તે ઉપરાંત પોલીસે કારખાનામાં રહેલો સામાન અને ઉપકરણો પણ જપ્ત કરી લીધા છે. જેમાં પ્રિન્ટર, લેપટોપ, કમ્પ્યુટર, નોટોના ગ્રાફ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલીસે ફિરોઝની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસે ફિરોઝ શાહની સાથે મધ્ય પ્રદેશના 2 વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે. SOGને બે મહિના અગાઉ આ કારખાનાની માહિતી મળી હતી. જે બાદ આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 2 મહિનાની વોચના અંતે દરોડા પાડવામાં આવ્યા હતા.હાલ પોલીસે તમામ સરસામાન અને નકલી ચલણ જપ્ત કરી લીધું છે. આરોપીઓનેની પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ આરોપીઓ સિવાય અન્ય કેટલા લોકો આ કૌભાંડમાં સામેલ હતા અને કોના નેતૃત્વમાં આ કામ ચાલી રહ્યું હતું, તથા બજારમાં કઈ રીતે આ ચલણનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં