ટોક્યો ઓલમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાએ વધુ એક સિદ્ધિ મેળવી છે. તેમણે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલીન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યું છે. આ સાથે તેઓ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે.
નીરજ ચોપડાએ 88.13 મીટર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીતી લીધું હતું. જેની સાથે નીરજ ચોપડા વર્ડ ચેમ્પિયનશિપમાં ભારત માટે સિલ્વર જીતનાર પહેલા ભારતીય બન્યા હતા. આ પહેલાં વર્ષ 2003 માં પેરિસમાં અંજુ બૉબી જ્યોર્જે લાંબી ફૂડમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.
History Created by Neeraj Yet Again 🔥🔥🔥@Neeraj_chopra1 becomes the 1st Indian Male to win a medal at the #WorldChampionships
— SAI Media (@Media_SAI) July 24, 2022
Neeraj wins 🥈in Men's Javelin Throw with his best throw of 88.13m at @WCHoregon22
Absolutely Brilliant 🙇♂️🙇♀️
📸 @g_rajaraman
1/2#IndianAthletics pic.twitter.com/OtJpeDopGe
અમેરિકામાં યોજાયેલી આ 18મી વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ એન્ડર્સન પીટર્સે જીત્યો હતો. તેમણે 90.54 મીટર ભાલો ફેંક્યો હતો. પીટર્સની ગણતરી પણ વિશ્વના શ્રેષ્ઠ જેવલીન થ્રોઅરમાં થાય છે. તેઓ 89.91 મીટર દૂર ભાલો ફેંકીને ફાઇનલમાં પહોંચ્યા હતા.
સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, સિલ્વર મળ્યાનો આનંદ છે. અલગથી કોઈ રણનીતિ ન હતી. પરંતુ ક્વોલિફિકેશન રાઉન્ડમાં સારો થ્રો થયો હતો. દરેક દિવસ અલગ હોય છે. સ્પર્ધા ઘણી કઠિન હતી પરંતુ સિલ્વર જીતી શક્યો તેનો આનંદ છે. આજની રમતમાંથી ઘણું શીખવા મળ્યું છે. નીરજે કહ્યું કે, રમતમાં હંમેશા અપ-ડાઉન થાય છે. હું હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના પ્રયત્નો કરીશ.
ટોક્યોમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજ ચોપડા એક પછી એક સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ગત 14 જૂનના રોજ તેમણે ફિનલેન્ડમાં પાવો નૂર્મી ગેમ્સમાં 89.30 મીટર ભાલો ફેંકીને પોતાનો વ્યક્તિગત રેકોર્ડ તોડી દીધો હતો. જે બાદ 30 જૂને સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94 મીટર ભાલો ફેંકીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યા બાદ દેશભરમાંથી તેમની ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીરજ ચોપડાને શુભેચ્છાઓ આપી હતી.
A great accomplishment by one of our most distinguished athletes!
— Narendra Modi (@narendramodi) July 24, 2022
Congratulations to @Neeraj_chopra1 on winning a historic Silver medal at the #WorldChampionships. This is a special moment for Indian sports. Best wishes to Neeraj for his upcoming endeavours. https://t.co/odm49Nw6Bx
પીએમ મોદીએ નીરજ ચોપડાની સિદ્ધિને એક ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ ગણાવતાં કહ્યું કે, ‘નીરજ ચોપડાને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા બદલ શુભેચ્છાઓ. ભારતીય રમતજગત માટે આ મહત્વની ક્ષણો છે. નીરજને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.’