તાજેતરમાં અમુક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે લખનૌમાં DRDOનું (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) મોડેલ હેલિકૉપ્ટર ચોરી થઈ ગયું છે. આ કથિત સમાચારનો આધાર લઈને અખિલેશ યાદવ જેવા નેતાઓ અને રવીશ કુમાર જેવા ‘પત્રકારો’એ બહુ હોબાળો મચાવ્યો, પણ હવે DRDOએ ચોખવટ કરીને કહ્યું છે કે આ સમાચાર ભ્રામક છે અને તેમણે ક્યારેય લખનૌમાં કોઇ મોડેલ મૂક્યું નથી.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે લખનૌમાં 2020માં યોજાયેલા ડિફેન્સ એકસ્પોમાં ડિસ્પ્લે કરવામાં આવેલું DRDO દ્વારા બનાવવામાં આવેલું હેલિકૉપ્ટર ચોરી થઈ ગયું છે. તે હવે ક્યાં છે તેની કોઈને ખબર નથી. એવું પણ કહેવામાં આવ્યું કે ચિનૂક હેલિકૉપ્ટરનું આ કૉપી મોડેલ એન્ટ્રી ગેટ પર લગાવવામાં આવ્યું હતું અને તેની દેખરેખની જવાબદારી નગરપાલિકાને સોંપવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવાયું કે વર્ષ 2023માં G20 સમિટનો કાર્યક્રમ લખનૌમાં યોજનાર હતો તો વિસ્તારમાં VIP મુવમેન્ટનું કારણ આપીને મોડેલ હટાવી લેવામાં આવ્યું હતું. પરંતુ પછી તેનું શું થયું તે બાબતની જાણકારી કોઈની પાસે નથી.
આ રિપોર્ટને પછીથી સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આગળ વધાર્યો. તેમણે X પર એક પોસ્ટ કરીને લખ્યું, ‘સરકાર ચોરી કરનાર ભાજપના રાજમાં હેલિકૉપ્ટર ચોરી થઈ જવું કઈ મોટી વાત છે?’
सरकार चुरा लेनेवाले भाजपा राज में, हेलीकॉप्टर चोरी हो जाना कौन सी बड़ी बात है। pic.twitter.com/XL2oSCcmsT
— Akhilesh Yadav (@yadavakhilesh) May 17, 2024
આવા સમાચાર હોય અને ‘પત્રકાર’ રવીશ કુમાર કંઈ ન બોલે તે કઈ રીતે બને? તેમણે X પર એક પોસ્ટ કરીને લખ્યું, “લખનૌ રક્ષામંત્રીનો વિસ્તાર છે. હવે આ ખબર પડી જાય તો એ પણ કહી દો કે પૂર્વ સેનાધ્યક્ષનું પુસ્તક આવવાનું હતું. ગત નવેમ્બરમાં બહુ હોબાળો મચાવ્યો. હવે એ પુસ્તક ક્યાં ગયું? કેમ ન આવ્યું? હવે પુસ્તક ગાયબ થઈ શકે તો આ તો હેલિકૉપ્ટરનું મોડેલ છે. ગંગાની ઉપર ઊડી રહ્યું હશે.”
कमाल है । रक्षा मंत्री का क्षेत्र है लखनऊ। ये पता लग जाए तो यह भी पता लगा दीजिए कि पूर्व सेनाध्यक्ष की किताब आने वाली थी। पिछले साल नवंबर में ख़ूब हल्ला हुआ। अब वो किताब कहाँ है? आई क्यों नहीं ? जब किताब ग़ायब हो सकती है तो फिर ये तो हेलीकाप्टर का मॉडल है। झूठ बन कर गंगा के ऊपर… https://t.co/moE9kKeaF1
— ravish kumar (@ravishndtv) May 18, 2024
આ સિવાય પણ સોશિયલ મીડિયા પર ઘણાં અકાઉન્ટ્સ પર આ દાવાને આગળ વધાર્યો હતો અને જાતજાતના સવાલો ઉઠાવ્યા હતા.
There is news circulating that DRDO had installed Chinook Helicopter Model at Lucknow during DefExpo 2020 and Model is now missing. This information is misleading as DRDO has never installed any Helicopter Model at Lucknow anytime
— DRDO (@DRDO_India) May 18, 2024
આ બધા દાવાઓ વચ્ચે હવે DRDOએ હવે સ્પષ્ટતા કરી છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે સમાચાર ભ્રામક છે. DRDOએ એક X પોસ્ટમાં જણાવ્યું કે, ‘એક સમાચાર ફરી રહ્યા છે કે DRDOએ લખનૌમાં ડિફેન્સ એકસ્પો 2020 દરમિયાન ચિનૂક હેલિકૉપ્ટરનું મોડેલ મૂક્યું હતું અને હવે તે ગાયબ છે. આ માહિતી ભ્રામક છે, કારણ કે DRDOએ ક્યારેય પણ લખનૌમાં કોઇ હેલિકૉપ્ટર મોડેલ મૂક્યું નથી.