લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને, મંગળવારે (14 મે 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડતા પીએમ મોદીએ નામાંકન સાથે પોતાની સંપત્તિની વિગતો આપી હતી. તેમણે આ અંગે EC સમક્ષ એફિડેવિટ ફાઈલ કરી હતી, જેની દરેક માહિતી હવે મીડિયામાં છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલ એફિડેવિટ દર્શાવે છે કે પીએમ મોદી પાસે ન તો પોતાની કાર છે કે ન તો તેમના અંગત જીવનમાં કોઈ ઘર છે. રોકડની વાત કરીએ તો તેમની પાસે 52 હજાર રૂપિયા રોકડા છે અને તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની ચલ-અચલ સંપત્તિ ₹3.02 કરોડ હોવાનું કહેવાય છે.
PM #NarendraModi filed his nomination papers from the #Varanasi parliamentary seat for the #LokSabhaElections2024. According to PM Modi's affidavit, he owns moveable assets worth Rs 3.02 crore, possesses Rs 52,920 in cash and does not own land, house, or car.
— IndiaToday (@IndiaToday) May 14, 2024
Read in detail:… pic.twitter.com/tmfE9iYvHQ
પોતાના સોગંદનામામાં, તેમણે જણાવ્યું કે 2018-19 માટે આવકવેરા રિટર્નમાં દર્શાવવામાં આવેલી તેમની સંપત્તિ ₹11,14,230 હતી; 2019-2020માં તે ₹17,20,760 હતી, 2020-2021માં આ આવક થોડી ઘટી પણ 2021-2022માં તે ₹15,41,870 અને 2022-2023માં ₹23,56,080 થઈ ગઈ.
PM #NarendraModi has total assets worth over Rs 3 crore, but owns no land, houses or cars, he has said in his election affidavit. The PM filed his #nomination from the #Varanasiconstituency on Tuesday, May 14.
— News Daily 24 (@nd24_news) May 14, 2024
In the affidavit, PM Modi had declared total (cont) pic.twitter.com/DzcLVfoVbZ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની વધેલી આવકનો સ્ત્રોત સરકારી પગાર અને તેમની બચત પર મળતું વ્યાજ છે.
તેમણે એમ પણ કહ્યું કે તેમની પાસે ન તો કોઈ ઘર છે કે ન કોઈ કાર, પરંતુ, છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદીની ચલ સંપત્તિ વધી છે, અને તેમની સામે કોઈ કેસ પણ નથી.