Friday, October 18, 2024
More
    હોમપેજગુજરાતપરિચિતોને ભાજપમાં જોડ્યા હોવાની શંકામાં મુસ્લિમ યુવકનું અપહરણ કરીને માર માર્યો, ઇજાગ્રસ્ત...

    પરિચિતોને ભાજપમાં જોડ્યા હોવાની શંકામાં મુસ્લિમ યુવકનું અપહરણ કરીને માર માર્યો, ઇજાગ્રસ્ત અવસ્થામાં રસ્તા વચ્ચે ફેંકી દીધો: કચ્છની ઘટના, અકબર-હકીમ સહિત 4 સામે FIR

    શિરવા ગામમાં રહેતા તેના કેટલાક પરિચિત મુસ્લિમ લોકોએ લોકસભા ચૂંટણીને લઈને ભાજપને સમર્થન આપ્યું હતું. બીજી તરફ આરોપી પક્ષ કોંગ્રસને સમર્થન આપી રહ્યો હતો. તેવામાં આરોપી પક્ષને એવી શંકા હતી કે જે લોકો ભાજપમાં જોડાયા છે તેમાં અલીમામદનો હાથ છે.

    - Advertisement -

    કચ્છના માંડવીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માંડવી તાલુકાના મેરાઉ ગામમાં રહેતા એક મુસ્લિમ યુવકને તેના પરિચિતોને ભાજપમાં સામેલ કરવા બદલ ઢોર માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પીડિત યુવકનું નામ અલીમામદ ઇલિયાસ શીરૂ છે. આરોપીઓએ પીડિત યુવકનું અપહરણ કરીને તેને કલાકો સુધી ગોંધી રાખ્યો હતો. ત્યારબાદ તેને માર પણ મારવામાં આવ્યો. આ ઘટનાને લઈને પીડિત યુવકનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની સાથે બનેલી ઘટના માટે આરોપીઓને જવાબદાર ગણાવી રહ્યો છે.

    મળતી માહિતી અનુસાર, આ ઘટના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા મેરાઉ ગામની છે. પીડિત યુવક અલીમામદ મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની બાજુમાં આવેલા શિરવા ગામમાં રહેતા તેના કેટલાક પરિચિત મુસ્લિમ લોકોએ લોકસભા ચૂંટણીને લઈને ભાજપને સમર્થન આપ્યું હતું. બીજી તરફ આરોપી પક્ષ કોંગ્રસને સમર્થન આપી રહ્યો હતો. તેવામાં આરોપી પક્ષને એવી શંકા હતી કે જે લોકો ભાજપમાં જોડાયા છે તેમાં અલીમામદનો હાથ છે.

    આ શંકા રાખીને ગત 10 મે, 2024ના રોજ આરોપી અકબરશા સૈયદ, હકીમશા સૈયદ, જૈનુલશા સૈયદ અને અલીઅસગર સૈયદે રસ્તે જઈ રહેલા અલીમામદનું અપહરણ કરી લીધું હતું. અપહરણ બાદ તેમણે તેને કલાકો સુધી ગોંધી રાખ્યો હતો અને ઢોર માર માર્યો હતો. માર મારીને આરોપીઓએ તેને ઈજાગ્રસ્ત અવસ્થામાં રસ્તા વચ્ચે ફેંકી દીધો હતો. ત્યારબાદ પીડિતને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આ ઘટના બાદ અલીમામદે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. તે એમ પણ કહી રહ્યો છે કે તેને આંતરિક ઈજાઓ થઈ છે. અલીમામદના કહેવા અનુસાર માર બાદ તેનો પેશાબ પણ બંધ થઈ ગયો છે. આ વિડીયોમાં તે જણાવી રહ્યો છે કે, “જો મને કશું થાય, હ્રદય રોગનો હુમલો આવે કે હું આત્મહત્યા કરું. મારા મોતના જવાબદાર અકબરશા સૈયદ, હકીમશા સૈયદ, જૈનુલશા સૈયદ અને અલીઅસગર સૈયદ હશે.” આ ઉપરાંત તે અન્ય કેટલાક લોકોનાં નામ પણ બોલી રહ્યો છે.

    બીજી તરફ ઘટના સામે આવ્યા બાદ કચ્છની માંડવી પોલીસે આરોપીઓ અકબરશા અબ્દુલશા સૈયદ, હકીમશા કાદરશા સૈયદ, જૈનુલશા કાસમશા સૈયદ અને અલીઅસગર ઈબ્રાહીમશા સૈયદ વિરુદ્ધ IPCની કલમો 365, 341, 323, 506 (2), 120 BNS અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે ઑપઇન્ડિયા ગ્રાઉન્ડ સુધી પહોંચીને માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, વધુ માહિતી મળતાંની સાથે જ સવિસ્તાર અને વધુ માહિતી સાથે અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં