Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાPoKમાં યુદ્ધ જેવી સ્થિતિ થતાં ઘૂંટણીયે આવી પાકિસ્તાની સરકાર, 23 અરબનું ફંડ...

    PoKમાં યુદ્ધ જેવી સ્થિતિ થતાં ઘૂંટણીયે આવી પાકિસ્તાની સરકાર, 23 અરબનું ફંડ જાહેર: મોંઘવારી-અત્યાચાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હતા કાશ્મીરીઓ, ભારતમાં વિલયની પણ માંગ

    Pokમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો PoKને ભારતમાં વિલય કરવાની માંગ કરી રહ્યા હતા. આ બધી ઘટનાઓ જોતાં હવે પાકિસ્તાની સરકાર ઘૂંટણીયે આવી ગઈ છે. સરકારે તાત્કાલિક ધોરણે PoK માટે 23 અરબ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે.

    - Advertisement -

    પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) છેલ્લા 2-3 દિવસથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાની સરકારના અત્યાચાર અને મોંઘવારી વિરુદ્ધ PoKમાં ભારે પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. પહેલા દિવસે એક પોલીસકર્મીનું મોત થયું હતું. સાથે તેવા પણ અહેવાલો છે કે, હિંસક પ્રદર્શન બાદ PoKમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો PoKને ભારતમાં વિલય કરવાની માંગ કરી રહ્યા હતા. આ બધી ઘટનાઓ જોતાં હવે પાકિસ્તાની સરકાર ઘૂંટણીયે આવી ગઈ છે. સરકારે તાત્કાલિક ધોરણે PoK માટે 23 અરબ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. સ્થાનિક વહીવટીતંત્રએ વીજળી દર અને બ્રેડના ભાવોમાં ઘટાડો કરી દીધો છે.

    PoKમાં છેલ્લા 2-3 દિવસથી યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી. લોકો પાકિસ્તાની હૂકુમતના અત્યાચાર અને મોંઘવારીથી કંટાળીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. અનેક જગ્યાએ પાકિસ્તાની ફોર્સે લોકો પર ફાયરિંગ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જે બાદ પાકિસ્તાની સરકાર દ્વારા 23 અરબનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં હજુ પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ઘણા દિવસોથી અહીં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મરનારા લોકોની સંખ્યા પણ વધીને ત્રણ થઈ ગઈ છે.

    વાસ્તવમાં PoKમાં સામાજિક કાર્યકર્તાઓ, વેપારીઓ અને વકીલો દ્વારા બનાવવામાં આવેલી કાશ્મીર એક્શન કમિટીએ રાજધાની મુઝફ્ફરાબાદ સુધી માર્ચ કરીને વિધાનસભા ગૃહને ઘેરવાનું આહ્વાન કર્યું હતું. પોલીસે આ માર્ચને રોકવા માટે બળપ્રયોગ કર્યો હતો. જેના કારણે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ પાકિસ્તાની સરકારે ઇમરજન્સી બેઠક બોલાવીને અંગે વિચારણા કરી હતી. ત્યારબાદ 23 અરબનું બજેટ PoK માટે મંજૂર કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    નોંધનીય છે કે, પાકિસ્તાની સરકારના અત્યાચાર વિરુદ્ધ PoKના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સાથે તે લોકોએ ભારતમાં વિલયની પણ માંગણી કરી હતી. સ્થિતિ એવી થઈ રહી હતી કે, પાકિસ્તાની સરકારે ન છૂટકે પણ કાશ્મીરીઓ સામે ઘૂંટણિયા ટેકવવા પડ્યા હતા. આ પહેલાં ભારતના અનેક દિગ્ગજ નેતાઓએ PoKને પરત લેવાની વાત કરી હતી.

    નેતાઓએ PoKને લઈને આપ્યા હતા નિવેદન

    તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે PoKને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો NDA સરકાર ફરી બનશે તો PoK પરત લેવામાં આવશે. તેલંગાણાના ચેવેલ્લામાં એક જાહેર સભાને સંબોધિત કરતાં તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, NDA વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર તરીકે પરત ફરશે તો નિશ્ચિતરૂપે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પણ પરત લેવામાં આવશે.

    તેમણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, “શું કાશ્મીર આપણું નથી? અમે નિર્ણાયક રીતે કામ કરીશું અને PoKને પરત લઈશું.” આ સાથે તેમણે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહ અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના પાકિસ્તાન પ્રેમની પણ ટીકા કરી હતી. PoKને લઈને માત્ર ગૃહમંત્રી શાહે જ નહીં પરંતુ વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે પણ નિવેદન આપ્યા હતા. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, PoK ભારતનું અંગ હતું અને તેને પરત લેવામાં આવશે જ. તે પહેલાં સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, PoK માટે સરકારે કઈ કરવાની પણ જરૂર નથી. તે તેની જાતે જ ભારતમાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં