Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણPM મોદી આજે વારાણસીથી નોંધાવશે ઉમેદવારી: 12 રાજ્યોના મુખ્યમંત્રી અને 18 કેન્દ્રીય...

    PM મોદી આજે વારાણસીથી નોંધાવશે ઉમેદવારી: 12 રાજ્યોના મુખ્યમંત્રી અને 18 કેન્દ્રીય મંત્રીઓ રહેશે ઉપસ્થિત, નામાંકન પહેલાં ગંગાસ્નાન કરશે વડાપ્રધાન

    ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન મોદીના નામાંકનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપે દેશના દિગ્ગજ નેતાઓની હાજરીમાં શક્તિ પ્રદર્શનની સાથે PM મોદીની નામાંકન પ્રક્રિયાને પૂર્ણ કરવાની તૈયારી કરી છે.

    - Advertisement -

    દેશમાં લોકસભા ચૂંટણીની ભારે તૈયારીઓ ચાલી રહી છે. અનેક વિસ્તારોમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બાકી રહેલા કેટલાક પ્રદેશો માટે નામાંકન શરૂ થયા છે. ત્યારે જાણકારી મળી રહી છે કે, PM મોદી મંગળવારે (14 મે, 2024) વારાણસીથી ઉમેદવારી નોંધાવશે. તેમની સાથે 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 18 જેટલા કેબિનેટ મંત્રીઓ હાજર રહશે. તે સિવાય અનેક VVIP મહેમાનો પણ આ ક્ષણે હાજર રહેશે. નામાંકન પહેલાં વડાપ્રધાન ગંગાસ્નાન માટે અસ્સી ઘાટ પહોંચશે. સાથે તેઓ પૂજા-અર્ચના પણ કરી શકે છે.

    PM મોદીએ સોમવારે (13 મે) વારાણસીમાં સામાન્ય રોડ શૉનું આયોજન કર્યું હતું. તે દરમિયાન વારાણસીના તમામ રસ્તાઓ ભગવામય થઈ ચૂક્યા હતા. માં ગંગાના આશીર્વાદ લઈને PM મોદી મંગળવારે (14 મે) વારાણસીથી ઉમેદવારી નોંધાવશે. તેઓ આ બેઠક પરથી સતત ત્રીજીવાર ઉમેદવારી નોંધાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીનો માં ગંગા સાથેનો લગાવ જગજાહેર છે. તેથી પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ દરેક વખતે ઉમેદવારી નોંધાવતા પહેલાં માં ગંગાની પૂજા-અર્ચના કરી સ્નાન કરે છે. તેથી આ વખતે પણ તે પરંપરા જાળવી રાખવામાં આવે તેવા સંકેત છે.

    12 મુખ્યમંત્રી, 18 મંત્રીઓ રહેશે હાજર

    ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન મોદીના નામાંકનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આખા વારાણસીને શણગારવામાં આવ્યું છે. તમામ જગ્યાઓ પર ભગવા ધ્વજ લગાવવામાં આવ્યા છે. આટલું જ નહીં, પરંતુ ભાજપે દેશના દિગ્ગજ નેતાઓની હાજરીમાં શક્તિ પ્રદર્શનની સાથે PM મોદીની નામાંકન પ્રક્રિયાને પૂર્ણ કરવાની તૈયારી કરી છે. દેશના તમામ મોટા ચહેરાઓ વારાણસીમાં જોવા મળશે.

    - Advertisement -

    માહિતી અનુસાર, વડાપ્રધાન મોદીના નામાંકન સમયે અલગ-અલગ રાજ્યોના કુલ 12 મુખ્યમંત્રીઓ હાજર રહેશે. તે સિવાય 18થી વધુ કેબિનેટ મંત્રીઓ સહિત 36થી વધુ VVIP મહેમાનો પણ ઉપસ્થિત રહેશે. તમામ લોકો સાથે વડાપ્રધાન મોદી વારાણસીથી ઉમેદવારી નોંધાવશે. 12 રાજ્યોના મુખ્યમંત્રીઓમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના ડૉ. મોહન યાદવ, રાજસ્થાનના ભજનલાલ શર્મા, ઉત્તરાખંડના પુષ્કર સિંઘ ધામી.

    તે ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય, આસામના હેમંત બિસ્વા સરમા, હરિયાણાના નાયબ સિંઘ સૈની, ગોવાના પ્રમોદ સાવંત, ત્રિપુરાના માણિક સાહા, મહારાષ્ટ્રના એકનાથ શિંદે, સિક્કિમના પ્રેમ સિંઘ તમાંગ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો સમાવેશ થાય છે. તે સિવાય કેન્દ્ર સરકારમાં સામેલ 18થી વધુ મંત્રીઓ અને યુપી કેબિનેટના લગભગ તમામ મંત્રીઓ સહિત 36થી વધુ VVIP લોકો પણ હાજર રહેશે.

    નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ PM મોદીના કાશી રોડ શોના અંદાજે 6 કિલોમીટરના રૂટને ભવ્ય રીતે સજાવ્યો છે. સમગ્ર રૂટને હજારો કિલો મેરીગોલ્ડ અને ગુલાબથી સજાવવાની તૈયારીઓ કરી છે. આ ઉપરાંત BHUથી કાશી વિશ્વનાથ ધામ સુધીના આ મુખ્ય માર્ગ પર મીની ભારતની ઝલક પણ જોવા મળશે. મરાઠી, ગુજરાતી, બંગાળી, માહેશ્વરી, મારવાડી, તમિલ અને પંજાબી સંસ્કૃતિમાંથી આવતા લોકો 11 બીટ હેઠળ બનાવવામાં આવેલા 10 પોઈન્ટ પર વડાપ્રધાન મોદીનું તેમની પરંપરાગત શૈલીમાં સ્વાગત કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં