Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'મતદાન પૂર્ણ થયું, હવે કોઈ રાજનીતિ નથી, છતાંય માફી માંગું છું': મતદાન...

    ‘મતદાન પૂર્ણ થયું, હવે કોઈ રાજનીતિ નથી, છતાંય માફી માંગું છું’: મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાની પ્રેસ કૉન્ફરન્સ, કહ્યું- મારી કારકિર્દીનો સૌથી કપરો સમય હતો આ

    રૂપાલાએ કહ્યું કે, "જ્યારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે મતવાળો કોઈ વિષય નથી અને રાજનીતિ પણ નથી. હવે હું પરષોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના તમામ લોકોની નમ્રતાપૂર્વક માફી માંગુ છું. સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું."

    - Advertisement -

    7 મે, 2024ના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કે મતદાન યોજાયું હતું. લોકસભાની 25 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન યોજાયા બાદ હવે રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી છે. ક્ષત્રિય સમાજ તેમના એક નિવેદનને કારણે તેમનો વિરોધ કરી રહ્યો છે. જે અનુસંધાને તેમણે પત્રકાર પરિષદ સંબોધી છે. દરમિયાન તેમણે કહ્યું કે, હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે કોઈ રાજનીતિ નથી. તેમ છતાં તેઓ નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગે છે. તેમણે કહ્યું કે, આ સમયગાળો તેમની કારકિર્દીનો સૌથી અઘરો સમય હતો.

    બુધવારે (8 મે, 2024) રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી છે. તેમણે ક્ષત્રિય સમાજની માફી માંગી છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પર હવે રૂપાલાએ પહેલીવાર ખૂલીને વાત કરી છે. તેમણે કહ્યું કે, “મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. હવે મારા મનોભાવો શેર કરવા માંગુ છું. મારા જીવવની 40 વર્ષની કારકિર્દીના અઘરા સમયમાં હું ચૂંટણી લડ્યો. મારે આપ સૌ વચ્ચે કહેવું છે કે, મારા જીવની કારકિર્દીના સૌથી અઘરા સમયમાંથી હું પસાર થયો છું.”

    તેમણે કહ્યું કે, “મતદાન શાંતિપૂર્ણ થયું. હવે હું તમારી સામે મારી લાગણીઓ ખોલવા માટે આવ્યો છું. મારા એક નિવેદનના કારણે આખી ચૂંટણીમાં વમળો સર્જાયા. તેના કારણે હું મારા જાહેરજીવનના પીડાદાયક સમયમાંથી પસાર થયો. મારી ભૂલ હતી. મારાથી ભૂલ થઈ હતી. પરંતુ થયું એવું કે, મારી આખી પાર્ટી તેમાં લપેટાઈ. મારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું. જે મારા માટે ખૂબ જ કષ્ટદાયક છે. મારુ એક નિવેદન મારી પાર્ટીને દ્વિધામાં મુકનારું થયું, તેનો પણ હું સ્વીકાર કરું છું અને તેની સઘળી જવાબદારી મારી છે.”

    - Advertisement -

    ‘હું પણ માણસ છું… રાજનીતિ નથી, છતાં માફી માંગુ છું’- રૂપાલા

    તેમણે વધુમાં કહ્યું કે, “મારા નિવેદનને કારણે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ માફી માંગી હતી. તેનું નિમિત્ત માત્ર હું જ છું. પરંતુ હું હવે કહેવા માંગુ છું કે, હું પણ માણસ છું. માણસ માત્ર ભૂલને પાત્ર. શરૂઆત સમયે પણ મારા મનમાં કશું હતું નહીં, તેથી મે ત્યારે જ માફી માંગી લીધી હતી. આગળ જતાં સમાજની વચ્ચે પણ માફી માંગી હતી. હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે મતવાળો કોઈ વિષય નથી અને રાજનીતિ પણ નથી. હવે હું પરષોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના તમામ લોકોની નમ્રતાપૂર્વક માફી માંગુ છું. સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું.”

    તેમણે કહ્યું કે, “હું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ વિનંતી કરું છું. હવે આ મારુ નિવેદન રાજકારણ પ્રેરિત નથી. ચૂંટણી સમયે એવું લાગ્યું હશે કે, મત માટે કરે છે. પરંતુ હવે મતદાન પૂર્ણ થયું છે. આ ઘટનાના કારણે વડાપ્રધાન મોદીને પણ સાંભળવ્યું પડ્યું હશે. એમને પણ કશું થયું હશે તે પણ મારા માટે પીડાદાયક વિષય છે. ફરીથી હું આપ સૌના માધ્યમથી નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહ્વાન કરું છું કે, રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું હોય ત્યારે, ક્ષત્રિય સમાજ પણ અગ્રેસર રહીને યોગદાન આપીને ભૂમિકા ભજવે એવી નમ્ર અપીલ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં