Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ'અમેઠી કી જનતા કરે પુકાર, રોબર્ટ વાડ્રા અબકી બાર': કોંગ્રેસ કાર્યાલયની બહાર...

    ‘અમેઠી કી જનતા કરે પુકાર, રોબર્ટ વાડ્રા અબકી બાર’: કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગ્યા પોસ્ટર, આ પહેલાં પ્રિયંકા ગાંધીના પતિએ વ્યક્ત કરી હતી ચૂંટણી લડવાની ઈચ્છા

    કોંગ્રેસનો એકસમયનો ગઢ ગણાતી અમેઠી બેઠકના કોંગ્રેસ કાર્યાલયની બહાર રોબર્ટ વાડ્રાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સાથે એવી માંગણી કરવામાં આવી છે કે, વાડ્રા અમેઠી બેઠક પરથી ચૂંટણી લડે. પોસ્ટરમાં નિવેદક તરીકે 'અમેઠીની જનતા' એવું લખ્યું છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે. ચૂંટણીનો પ્રથમ તબક્કો તો પૂર્ણ પણ થઈ ચૂક્યો છે. પરંતુ કોંગ્રેસે તેની પારંપરિક બેઠક અમેઠી પરથી હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી. રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી છે કે, વાયનાડમાં મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અમેઠી વિશે કોઈ નિર્ણય લેશે. કહેવાય રહ્યું છે કે, આ સીટ પરથી રાહુલ ગાંધીના નામની જાહેરાત કરવામાં આવશે. પરંતુ આ દરમિયાન જ અમેઠી સ્થિત કોંગ્રેસ કાર્યાલયની બહાર જ રાહુલ ગાંધીના જીજા રોબર્ટ વાડ્રાના પોસ્ટર લાગી ગયા છે. પોસ્ટરોમાં લખ્યું છે કે, ‘અમેઠી કી જનતા કરે પુકાર, રોબર્ટ વાડ્રા અબકી બાર.’

    લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનો એકસમયનો ગઢ ગણાતી અમેઠી બેઠકના કોંગ્રેસ કાર્યાલયની બહાર રોબર્ટ વાડ્રાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સાથે એવી માંગણી કરવામાં આવી છે કે, વાડ્રા અમેઠી બેઠક પરથી ચૂંટણી લડે. પોસ્ટરમાં નિવેદક તરીકે ‘અમેઠીની જનતા’ એવું લખ્યું છે. અમેઠીના ગૌરીગંજ વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયની બહાર આ પોસ્ટર જોવા મળ્યા છે. તેવામાં એવી ચર્ચા પણ વહેતી થઈ છે કે, શું અમેઠીના કોંગ્રેસી કાર્યકર્તાઓ જ રાહુલ ગાંધીને બરતરફ કરવા માંગે છે? જોકે, રોબર્ટ વાડ્રાએ પોતે પણ ત્યાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

    વાડ્રાએ પોતે પણ દર્શાવી છે ઇચ્છા

    રોબર્ટ વાડ્રાએ પોતે સામે ચાલીને અમેઠીથી લોકસભા લડવાની ઈચ્છા દર્શાવી હતી. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “અમેઠીની જનતાનું માનવું છે કે વર્તમાન સાંસદને જીતાડીને તેમણે બહુ મોટી ભૂલ કરી નાખી છે. અમેઠીના લોકો ઈચ્છે છે કે, હું મારા રાજકીય સફરની શરૂઆત અમેઠીથી જ કરૂ. ગાંધી પરિવારે વર્ષોથી અમેઠીમાં રાયબરેલી, સુલ્તાનપુર, જગદીશપુર વિસ્તારોમાં ખૂબ મહેનત કરીને કામ કર્યું છે. અહીં લોકોનો વિકાસ કર્યો છે. ત્યાં સુધી કે લોકો ઈચ્છે છે હું મારું પ્રથમ રાજનૈતિક ડગલું અહીંથી ભરું.”

    - Advertisement -

    આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, “હું હંમેશાથી ઈચ્છું છું કે પ્રિયંકા ગાંધી પહેલાં સાંસદ બને, ત્યાર બાદ હું પણ સંસદ આવી શકીશ. હું જયારે અન્ય નેતાઓને મળું છું ત્યારે તેઓ પૂછે છે કે, તમે રાજકારણમાં આવવામાં આટલું મોડું કેમ કરી રહ્યા છો. તમે અમારી પાર્ટીમાં આવી જાઓ.” તેમણે કહ્યું કે, “લોકો સોશિયલ મીડિયા મારફતે મારી સાથે જોડાય છે, મારી ઓફિસે આવીને મને મળે છે, મારો જન્મદિવસ ઉજવે છે. કેટલીક અન્ય પાર્ટીઓના નેતાઓ પણ મારા મિત્રો છે અને તેમનું પણ માનવું છે કે જો હું સાંસદ બનીશ તો એક અલગ જ લેવલ પર કામ કરીશ.”

    ઉલ્લેખનીય છે કે, અમેઠી લોકસભા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો. આ બેઠક કોંગ્રેસની વારસાગત બેઠક રહી છે. આ બેઠક પર 1957થી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. અહીંથી સંજય ગાંધી, રાજીવ ગાંધી, મેનકા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના ગાંધી પરિવારના સભ્યો ચૂંટણી લડી ચુક્યા છે. પરંતુ વર્ષ 2019માં ભાજપના મહિલા નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55,120 વોટથી પછાડીને ઐતિહાસિક જીત મેળવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં