Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટED મનીલોન્ડરિંગ અંગે સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી હતી, બીજી તરફ કોંગ્રેસ...

    ED મનીલોન્ડરિંગ અંગે સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી હતી, બીજી તરફ કોંગ્રેસ વાહનો સળગાવી રહી હતી: નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછનો વિરોધ હિંસક વિરોધ

    કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની ED દ્વારા નેશનલ હેરલ્ડ કેસમાં થયેલી પૂછપરછ દરમ્યાન દેશના વિવિધ સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હિસક દેખાવો કર્યા હતાં.

    - Advertisement -

    ED મનીલોન્ડરિંગ અંગે સોનિયા ગાંધીની પૂછપરછ દરમિયાન કોંગ્રેસે વાહનો સળગાવ્યાં. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે (21 જુલાઈ, 2022) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. બે કલાકની પૂછપરછ બાદ EDએ તેમને 25 જુલાઈએ ફરીથી સમન્સ પાઠવ્યા છે. ED મનીલોન્ડરિંગ અંગે સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં દેશના ઘણા ભાગોમાં કોંગ્રેસના કાર્યકરોએ હિંસક પ્રદર્શન કર્યું હતું.

    બેંગલુરુ, કર્ણાટકમાં કોંગ્રેસે અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા. યુથ કોંગ્રેસના કાર્યકરોએ બેંગલુરુના શાંતિનગરમાં ED ઓફિસની સામે એક કારને આગ ચાંપી દીધી હતી.

    બેંગલુરુ ડીસીપી સેન્ટ્રલ આર શ્રીનિવાસ ગૌડાએ જણાવ્યું હતું કે શેષાદ્રિપુરમ અને શાંતિનગરમાંથી વાહનને આગ લગાડવાના પ્રયાસો થયા હોવાના અહેવાલ છે. આ પછી 11 લોકોની અટકાયત કરવામાં આવી છે.

    - Advertisement -

    દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોએ શિવાજી બ્રિજ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધો. ન્યૂઝ એજન્સી ANIએ કોંગ્રેસીઓના હિંસક વિરોધ પ્રદર્શનની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. આમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વિરોધીઓ વાહનોને આગ લગાવી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાથમાં પોસ્ટરો સાથે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે.

    તે જ સમયે, હૈદરાબાદના બશીરબાગમાં તેલંગાણા કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના સમર્થનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસની નજીક મોદી સરકાર અને ED વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું અને સ્કૂટરને આગ લગાવી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદી અને ભાજપ વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા.

    દેશના અન્ય ભાગોમાંથી પણ અનેક જગ્યાએ ટ્રાફિક જામ અને કોંગ્રેસીઓ દ્વારા છૂટાછવાયા હિંસા અને આગચંપીના અહેવાલ મળ્યા હતા. સોનિયા ગાંધી ઇડી ઓફિસ પહોંચે તે પહેલા જ વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયું હતું. વિરોધ કરવા બદલ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ કહ્યું કે ED નેતાઓને પરેશાન કરી રહી છે . તેમણે કહ્યું કે EDના અધિકારીઓએ પૂછપરછ માટે સોનિયા ગાંધીના ઘરે જવું જોઈતું હતું. દરમિયાન, લોકસભામાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વિરોધ પ્રદર્શનો પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, “કાયદા સમક્ષ દરેક સમાન છે. શું કોંગ્રેસ અધ્યક્ષ કોઈ મહામાનવ છે? નોંધનીય છે કે આ પહેલા પણ ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ દરમિયાન કોંગ્રેસે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં