Friday, November 22, 2024
More
    હોમપેજદેશશું PM મોદીએ બધા મુસલમાનોને ગણાવ્યા 'ઘૂસણખોર'?: AltNewsના મહોમ્મદ ઝુબૈર સહિત ઈસ્લામવાદીઓ,...

    શું PM મોદીએ બધા મુસલમાનોને ગણાવ્યા ‘ઘૂસણખોર’?: AltNewsના મહોમ્મદ ઝુબૈર સહિત ઈસ્લામવાદીઓ, પાકિસ્તાનીઓ અને ‘લિબરલો’ કઈ રીતે ફેલાવી રહ્યા છે ભ્રામક સમાચાર, જાણો વાસ્તવિકતા

    ઈસ્લામવાદીઓ અને કથિત ફેક્ટ-ચેકરોએ દાવો કર્યો છે કે, PM મોદીએ બધા મુસલમાનોને 'ઘૂસણખોર' કહ્યા છે. જ્યારે કોઈ વડાપ્રધાનનું તે ભાષણ સાંભળે તો, તો તે સ્પષ્ટ થઈ જાય છે કે, તેમણે મુસલમાનો અને ઘૂસણખોરો વચ્ચે અંતર રાખ્યું છે. તેમણે મુસલમાનોને ઘૂસણખોર નથી કહ્યા.

    - Advertisement -

    રવિવારે (21 એપ્રિલ) PM મોદીએ રાજસ્થાનમાં એક ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે રાહુલ ગાંધી દ્વારા ઘોષણા કરવામાં આવેલા ‘સંપત્તિ પુનર્વિતરણ‘ના વામપંથી એજન્ડાને મેનિફેસ્ટોમાં સામેલ કરવાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસનું ઘોષણાપત્ર માઓવાદીઓની વિચારધારાને દર્શાવે છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીના તે વાયદાને યાદ કરાવ્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશની સંપત્તિનો સર્વે કરવામાં આવશે અને તેનું પુનર્વિતરણ કરવામાં આવશે. સાથે તેમણે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘના તે ભાષણ વિશે પણ કહ્યું હતું, જેમાં મનમોહન સિંઘે દાવો કર્યો હતો કે, દેશના સંસાધનો પર મુસલમાનોનો પહેલો અધિકાર છે. PM મોદીએ કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવે, તો તે દેશની સંપત્તિ મુસલમાનોને, ઘૂસણખોર અને જેના વધુ બાળકો છે, તેવા લોકોને વિતરીત કરી દેશે.

    હવે વડાપ્રધાનના આ ભાષણથી કોંગ્રેસ, ઈસ્લામવાદીઓ, વામપંથીઓ અને તેના સહયોગી મીડિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. હવે આ લોકો એવો દાવો કરવામાં લાગી ગયા છે કે, વડાપ્રધાન મોદીએ બધા મુસલમાનોને ‘ઘૂસણખોર’ ગણાવ્યા છે. લેફ્ટ-લિબરલોથી લઈને ઈસ્લામવાદીઓએ સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચારો ફેલાવીને આવા દાવાઓ કરવાના શરૂ કરી દીધા છે.

    જેનો હિંદુઓની વિરુદ્ધ નફરત ફેલાવવાનો અને ઈસ્લામવાદીઓના ગુનાઓ પર પરદા નાખવાનો હિંદુદ્વેષી ઇતિહાસ છે, તે મકતૂબ મીડિયાએ પણ એક રિપોર્ટ પ્રકાશિત કરી દીધો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, PM મોદીનું આ ભાષણ ‘ઈસ્લામોફોબિક’ હતું, કારણ કે તેમણે બધા મુસલમાનોને ‘ઘૂસણખોર’ અને ‘જેની પાસે વધુ બાળકો છે’ તેવા ગણાવ્યા છે. માત્ર એક મીડિયા પોર્ટલ નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં ફરતા કથિત ફેક્ટ-ચેકરો પણ આ મુદ્દે અજ્ઞાન પીસરીને સમાજને ગુમરાહ કરવા માટે દોડી આવ્યા છે.

    - Advertisement -

    ઘણા બધા ઈસ્લામવાદીઓએ X પર પોસ્ટ કરીને વડાપ્રધાન મોદીના તે ભાષણનો વિરોધ કર્યો છે. આ સાથે એવી ભ્રામક વાતો પણ ફેલાવી છે કે, વડાપ્રધાને બધા મુસ્લિમોને ‘ઘૂસણખોર’ કહ્યા છે. આ સાથે પાકિસ્તાનીઓ પણ આ લડાઈમાં કૂદી પડ્યા છે. જેના પોતાના ઘરમાં ખાવાના ફાંફાં પડી રહ્યા છે, તે બધા પણ સોશિયલ મીડિયામાં આવીને તકનો લાભ લઈ રહ્યા છે.

    ભ્રામક ન્યૂઝ ફેલાવનારા ઈસ્લામવાદીઓની યાદીમાં AltNewsનો સ્વઘોષિત ‘ફેક્ટ-ચેકર’ મહોમ્મદ ઝુબૈર પણ સામેલ છે. જે હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવે છે અને ઈસ્લામવાદીઓની કાળી-કરતૂતો પર લીલા રંગની સાદર પાથરીને ખોટા સમાચારો ફેલાવે છે.

    માત્ર એટલું જ નહીં, આ લડાઈમાં સતીશ આચાર્ય પણ ઉતરી આવ્યા છે. જે હંમેશા ત્યારે જ કાર્ટૂન બનાવે છે, જ્યારે તેમને PM મોદી અથવા તો હિંદુઓને ટાર્ગેટ કરવાની તક મળી હોય. તેઓ આ તકનો લાભ લેવા પણ પહોંચી ગયા છે. હવ તેમાં પાકિસ્તાનીઓ પણ ઉપદ્રવ મચાવી રહ્યા છે. પાકિસ્તાની ‘પત્રકાર’ હામિદ મીરે પણ એવો દાવો કર્યો છે કે, PM નરેન્દ્ર મોદીએ તમામ ભારતીય મુસલમાનોને ‘ઘૂસણખોર’ ગણાવ્યા છે. તેમણે વધુમાં સતીશ આચાર્યને ‘બહાદુર પત્રકાર’ તરીકે બિરદાવ્યા છે.

    શું છે વાસ્તવિકતા?

    જોકે, ઈસ્લામવાદીઓ અને કથિત ફેક્ટ-ચેકરોએ દાવો કર્યો છે કે, PM મોદીએ બધા મુસલમાનોને ‘ઘૂસણખોર’ કહ્યા છે. જ્યારે કોઈ વડાપ્રધાનનું તે ભાષણ સાંભળે તો, તે સ્પષ્ટ થઈ જાય છે કે, તેમણે મુસલમાનો અને ઘૂસણખોરો વચ્ચે અંતર રાખ્યું છે. તેમણે મુસલમાનોને ઘૂસણખોર નથી કહ્યા. જ્યારે તેમણે તો એવું કહ્યું હતું કે, કોંગ્રેસ આ બંને વર્ગોમાં સંપત્તિ વહેંચી દેશે. બંને વર્ગો એટલે સ્પષ્ટ વાત છે કે, મુસલમાનોને તેમણે ઘૂસણખોર નથી કહ્યા.

    PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે, “તેમણે કહ્યું છે કે, જો તેમની સરકાર બની તો દરેક વ્યક્તિની સંપત્તિનો સર્વે કરવામાં આવશે. તે તપાસ કરવામાં આવશે કે, આપણી બહેનો પાસે કેટલું સોનું છે.. તેમણે એવું પણ કહ્યું કે, આપણી બહેનો પાસે જે સોનું છે, તેને સમાન રીતે વહેંચી દેવામાં આવશે. શું સરકારને તમારી સંપત્તિ લેવાનો અધિકાર છે? ‘મંગલસૂત્ર’ સોનાની કિંમતનો મુદ્દો નથી, તે તેમના જીવનના સપના સાથે જોડાયેલો મહત્વપૂર્ણ ભાગ છે.”

    તે વાત પર પ્રકાશ પાડતા PM મોદીએ કહ્યું કે, “તેનો અર્થ છે કે, સંપત્તિના સર્વે બાદ તેઓ તે લોકોને સંપત્તિ વહેંચશે જેના વધુ બાળકો છે. તેઓ ઘૂસણખોરો અને મુસલમાનોને સંપત્તિ વહેંચશે. જેમના માટે મનમોહન સિંઘે કહ્યું હતું કે, દેશના સંસાધનો પર પહેલો અધિકાર તેમનો છે.”

    હવે આ ભાષણના દરેક તત્વને સ્વતંત્ર રીતે જોવાની જરૂર છે. જ્યારે વડાપ્રધાને ‘વધુ બાળકોવાળા લોકો’ વિશે વાત કરી તો આપણે યાદ રાખવું જોઈએ કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ ‘જેટલી આબાદી, તેટલો હક્ક’નો રાગ આલાપી રહ્યા છે. તેમનો દાવો છે કે, જનસંખ્યામાં ભાગીદારી અનુસાર, સંપત્તિનું પુનર્વિતરણ કરવામાં આવવું જોઈએ. એટલા માટે તે સ્પષ્ટ થઈ જાય છે કે, જેના વધુ બાળકો હશે, તેને પુનર્વિતરીત સંપત્તિનો મોટો ભાગ મળશે. તે ફેક્ટ છે કે, મુસલમાનો પાસે હિંદુઓ અથવા તો સમાજના અન્ય કોઈ વર્ગ કરતાં વધુ બાળકો હોય છે. આ તથ્યને માત્ર એ માટે નકારી ન શકાય કે, ઈસ્લામવાદીઓ દ્વારા તે વાસ્તવિકતાને ઈસ્લામોફોબિક ગણવામાં આવી રહી છે.

    આગળ વડાપ્રધાન મોદી કહે છે કે, મુસલમાનોને આ સંપત્તિનો મોટો ભાગ મળશે. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘના નિવેદનો અને કોંગ્રેસની મુસ્લિમોને ખુશ કરવાની પ્રવૃત્તિઓને જોતાં આ નિવેદનને પણ નકારી શકાય તેમ નથી. કોંગ્રેસ જેવી રીતે ધારે તેવી રીતે પોતાનો બચાવ કરી શકે છે. જોકે, તે પણ સત્ય છે કે, હમણાં સુધીના એકપણ ભાષણમાં PM મોદીએ મુસલમાનોને ક્યારેય પણ ઘૂસણખોરો નથી ગણાવ્યા.

    આ નિવેદન બાદ અને એક વિરામ બાદ વડાપ્રધાને ઘૂસણખોરોનો ઉલ્લેખ કર્યો હતો. જે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા અને બાંગ્લાદેશી જેવા ઘૂસણખોરો તરફ સ્પષ્ટ ઈશારો છે. જેનું કોંગ્રેસે નિયમિત રીતે તુષ્ટિકરણ કર્યું હતું.

    આ ત્રણે અલગ-અલગ તત્વો છે, અલગ-અલગ વર્ગો છે. જેમનો ઉલ્લેખ વડાપ્રધાને પોતાના ભાષણમાં કર્યો હતો. તે બાદ પણ એવો દાવો કરવો કે, PM મોદીએ બધા મુસલમાનોને ઘૂસણખોર કહ્યા, તો તે પોતાની વાત મનાવવાનો બાલિશ પ્રયાસ છે, અથવા તો તે ભાષણની સમજણનો અભાવ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં