Wednesday, May 8, 2024
More
    હોમપેજરાજકારણ‘કોંગ્રેસે કહ્યું હતું સંપત્તિ પર પહેલો હક મુસ્લિમોનો’: PM મોદીએ યાદ કરાવ્યું...

    ‘કોંગ્રેસે કહ્યું હતું સંપત્તિ પર પહેલો હક મુસ્લિમોનો’: PM મોદીએ યાદ કરાવ્યું મનમોહન સિંઘનું નિવેદન, કહ્યું- જનતાની સંપત્તિ એકઠી કરીને જેમનાં વધુ સંતાનો હોય તેમને વહેંચવા માંગે છે કોંગ્રેસ

    “આ કોંગ્રેસનું ઘોષણાપત્ર કહી રહ્યું છે કે તેઓ માતાઓ-બહેનોના સોનાનો હિસાબ કરશે, તેને જપ્ત કરશે, જાણકારી મેળવશે અને પછી સંપત્તિ વહેંચી દેશે. તેમને વહેંચશે, જેમના માટે મનમોહન સિંઘની સરકારે કહ્યું હતું કે સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે.”

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવતી ‘વેલ્થ ડિસ્ટ્રિબ્યુશન’ની  (સંપત્તિની વહેંચણી) વાતોની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. રાહુલ ગાંધી પણ આ અંગે જાહેર મંચ પરથી નિવેદન આપી ચૂક્યા છે ત્યારે હવે વડાપ્રધાન મોદીએ આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લીધી છે અને જનતાને સતર્ક કરી છે. રાજસ્થાનના બાંસવાડામાં એક સભા સંબોધતી વખતે તેમણે રવિવારે (21 એપ્રિલ) આ વાતો કહી હતી. 

    પીએમ મોદીએ કહ્યું, “કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં જે કહ્યું છે તે ચિંતાજનક અને ગંભીર છે. આ માઓવાદના વિચારને ધરતી પર ઉતારવાના તેમના પ્રયાસ છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસની સરકાર બનશે તો તમામની પ્રોપર્ટીનો સરવે કરવામાં આવશે. આપણી બહેનો પાસે સોનું કેટલું છે તેની તપાસ કરાશે અને તેનો હિસાબ થશે. આપણા આદિવાસી પરિવારોમાં ચાંદી હોય છે, તેનો હિસાબ લગાવવામાં આવશે. સરકારી અધિકારીઓ પાસે ક્યાં કેટલી જગ્યા છે, નોકરી ક્યાં છે તેની પણ તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં, આગળ શું કહ્યું છે? આ બહેનોનું સોનું અને અન્ય સંપત્તિ સૌને સમાન રીતે વિતરિત કરવામાં આવશે. શું આ તમને મંજૂર છે?”

    તેમણે આગળ કહ્યું, “તમારી સંપત્તિ સરકારને લેવાનો અધિકાર છે? તમારી સંપત્તિ, તમે મહેનત કરીને કમાયેલી સંપત્તિ સરકાર લઇ શકે? માતા-બહેનોના જીવનમાં સોનું સ્વાભિમાન સાથે જોડાયેલું હોય છે. મંગળસૂત્ર માત્ર એક ચીજ નથી પણ જીવનનાં સપનાં સાથે જોડાયેલું હોય છે. તેઓ ઘોષણાપત્રમાં આને આંચકી લેવાની વાત કરે છે?” વિડીયોમાં 26:50થી આ વાત સાંભળી શકાશે.

    - Advertisement -

    પીએમ મોદીએ આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘના એ નિવેદનને યાદ કરાવ્યું હતું, જેમાં તેમણે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર કોનો છે તે જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું, “પહેલાં જ્યારે તેમની સરકાર હતી ત્યારે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તેનો અર્થ આ સંપત્તિ એકઠી કરીને કોને વહેંચશે? જેમનાં વધુ સંતાનો છે તેમને વહેંચાશે. ઘૂસણખોરોમાં વહેંચશે.” તેમણે આગળ પૂછ્યું કે શું જનતાની મહેનતની કમાણી ઘૂસણખોરોને આપી દેવી જોઈએ? 

    તેમણે આગળ કહ્યું, “આ કોંગ્રેસનું ઘોષણાપત્ર કહી રહ્યું છે કે તેઓ માતાઓ-બહેનોના સોનાનો હિસાબ કરશે, તેને જપ્ત કરશે, જાણકારી મેળવશે અને પછી સંપત્તિ વહેંચી દેશે. તેમને વહેંચશે, જેમના માટે મનમોહન સિંઘની સરકારે કહ્યું હતું કે સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે.” તેમણે ઉમેર્યું કે, “આ અર્બન નક્સલનો વિચાર માતા-બહેનોનાં મંગળસૂત્ર પણ બચવા નહીં દે. તેઓ ત્યાં સુધી પણ પહોંચી જશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં