Saturday, November 23, 2024
More
    હોમપેજદેશકેજરીવાલનો જેલવાસ લાંબો ચાલશે, દિલ્હીની કોર્ટે લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી: સુપ્રીમ કોર્ટમાંથી પણ...

    કેજરીવાલનો જેલવાસ લાંબો ચાલશે, દિલ્હીની કોર્ટે લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી: સુપ્રીમ કોર્ટમાંથી પણ તાત્કાલિક રાહત નહીં

    આ પહેલાં 1 એપ્રિલે કોર્ટે કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. 14 દિવસની મુદત પૂર્ણ થયા બાદ સોમવારે (15 એપ્રિલ) તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તેમની જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થતાં સોમવારે (15 એપ્રિલ) રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમની કસ્ટડી લંબાવી દીધી છે. એટલે કે હજુ તેમણે જેલમાં જ રહેવું પડશે. કેજરીવાલની કસ્ટડી 23 એપ્રિલ, 2024 સુધી લંબાવવામાં આવી છે. 

    આ પહેલાં 1 એપ્રિલે કોર્ટે કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. 14 દિવસની મુદત પૂર્ણ થયા બાદ સોમવારે (15 એપ્રિલ) તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જોકે, આ વખતે તેમને વર્ચ્યુઅલ માધ્યમથી રજૂ કરવામાં આવી હતા. જ્યાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી 9 દિવસ માટે લંબાવી દીધી. હવે 23મીએ તેમને ફરી રજૂ કરવામાં આવશે. 

    બીજી તરફ, પોતાની ધરપકડ અને રિમાન્ડ સામે કેજરીવાલે કરેલી અરજી ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ગત અઠવાડિયે દાખલ કરેલી અરજી પર 15 એપ્રિલ, સોમવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી, પરંતુ રાહત આપી ન હતી. કોર્ટે EDને નોટિસ પાઠવીને તેની ઉપર જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. 

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે EDને નોટિસ પાઠવી હતી, જે EDના વકીલ તરફથી સ્વીકારી લેવામાં આવી. હવે આ મામલે 24 એપ્રિલ કે તેથી પહેલાં જવાબ દાખલ કરવામાં આવશે. વધુ જવાબો 26 એપ્રિલે પણ દાખલ થઈ શકશે. એજન્સીના જવાબના આધારે પછીથી કોર્ટ નિર્ણય કરશે. મામલાની આગલી સુનાવણી 29 એપ્રિલના રોજ થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં