પાકિસ્તાનમાં અમેરિકન ટિકટોકરપર ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે, પાકિસ્તાનમાં અમેરિકન મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. બીજી તરફ ઇસ્લામાબાદ રોડ પરથી બુરખા પહેરેલી મહિલાને દબોચવાનો વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાનમાં અમેરિકન ટિકટોકરપર ગેંગરેપ અને મહિલાને પ્રતાડિત કરાતો વિડીયો વાયરલ થયા બાદ પાકિસ્તાની કાયદા વ્યવસ્થા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
પીડિત અમેરિકન મહિલા TikTok કન્ટેન્ટ ક્રિએટર છે. તે ડેરા ગાઝી ખાનના પર્યટન સ્થળ ફોર્ટ મુનરો ગઈ હતી. અહીં તેની સાથે હોટલમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર મુહમ્મદ અનવરના જણાવ્યા અનુસાર, ઘટનાના આઠ કલાકમાં બંને શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય શંકાસ્પદ મુઝામિલ શહઝાદ ગાઈડ તરીકે કામ કરે છે.
બળાત્કાર પીડિતાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે 17 જુલાઈની રાત્રે ફોર્ટ મનરો હોટલમાં રોકાઈ હતી, જ્યારે શહેઝાદ અને તેના સાથીઓએ બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. વિદેશી મહિલાનો આરોપ છે કે તેઓએ બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો હતો. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી હમઝા શાહબાઝે આ ઘટનાની નોંધ લીધી છે અને પ્રાંતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દોષિતોને કાયદા મુજબ સજા કરવામાં આવશે અને પીડિતને કોઇપણ કિંમતે ન્યાય આપવામાં આવશે.
سیکٹر آئی 10 میں حوس کے پجاری درندہ صفت شخص کی حرکت دیکھیں جن محترمہ کےساتھہ یہ واقع ہواہے انھوں نے یہ ویڈیو مجھے سینڈ کی ہے پولیس کی طرف سےفی الحال کوئی کاروائی نہیں کی گئی افسوس@ICT_Police @javerias @HamidMirPAK @arsched @Wabbasi007 @PalwashaAbbasi0 @Islaamabad @waqasabbasi85 pic.twitter.com/HFFE5Aesey
— Ehtesham Ali Abbasi⚔ (@ehtashamabbasi) July 17, 2022
આ પહેલા બુરખો પહેરેલી એક મહિલાને રોડ પર પાછળથી દબોચવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં બુરખો પહેરેલી મહિલા રાત્રે રસ્તા પર એકલી જતી જોવા મળે છે. આ દરમિયાન પાછળથી એક વ્યક્તિ આવે છે અને તેને પકડી લે છે. મહિલાએ બૂમો પાડતાં તે વ્યક્તિ ભાગી ગયો હતો. હજુ સુધી આ વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.
નોંધનીય છે કે પાકિસ્તાનમાં દર વર્ષે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધી રહી છે. સ્થિતિ એવી છે કે પંજાબ પ્રાંતમાં મહિલાઓ અને બાળકો સામે વધતી જાતીય હિંસા બાદ જૂન 2022માં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. પંજાબના ગૃહપ્રધાન અત્તા તરરે કહ્યું હતું કે તેમને આ કરવાની ફરજ પડી હતી કારણ કે મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ સમાજ અને સરકાર બંને માટે ચિંતાજનક છે.