Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતો હું મારા પરિવાર દ્વારા સામનો કરવામાં આવેલી શારીરિક તેમજ માનસિક પ્રતાડનાના...

    તો હું મારા પરિવાર દ્વારા સામનો કરવામાં આવેલી શારીરિક તેમજ માનસિક પ્રતાડનાના વિડીયો જાહેર કરી દઈશ: લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવ

    બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવ ગઈકાલે ફેસબુક લાઈવ પર આવ્યા હતા અને પોતાના તકલીફભર્યા લગ્નજીવન વિષે કેટલાક આશ્ચર્યજનક ખુલાસા તેમણે કર્યા હતા.

    - Advertisement -

    બિહારના પૂર્વ મુખ્યમંત્રીઓ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના પુત્ર તેજ પ્રતાપ યાદવ ગઈકાલે ફેસબુક લાઈવ પર આવ્યા હતા અને તેમના ભાંગી પડેલા લગ્નજીવન અંગે પોતાનું દુઃખ જાહેરમાં વ્યક્ત કર્યું હતું. તેજ પ્રતાપ યાદવે દાવો કર્યો હતો કે તેમના તકલીફભર્યા લગ્ન જીવન દરમ્યાન તેમના પરિવારે પણ શારીરિક અને માનસિક પ્રતાડનાનો સામનો કર્યો હતો.

    તેજ પ્રતાપનું કહેવું હતું કે જો જરૂર પડશે તો તેઓ તેમના પરિવારને પડેલી ઉપરોક્ત તકલીફોના અસંખ્ય વિડિયોઝ એક પછી એક વાયરલ કરી દેશે. તેજ પ્રતાપ યાદવ અને તેમની પત્ની ઐશ્વર્યા રાયના છૂટાછેડા અગાઉના કાઉન્સેલિંગનો કેસ હાલમાં પટનાની અદાલતમાં ચાલી રહ્યો છે.

    તેજ પ્રતાપના પત્ની ઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયની પૌત્રી છે અને તેમના પિતા ચંદ્રિકા પ્રસાદ રાય એક સમયે લાલુ યાદવની પાર્ટી આરજેડીના મોટા નેતા હતા. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન છ મહિના પણ ચાલ્યા ન હતા. તેજ પ્રતાપને છોડીને ઐશ્વર્યા પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને તેના સાસુ રાબડી દેવીના ઘરે ગયા હતા અને બાદમાં તે પોતાના પિતાને ઘરે ચાલ્યા ગયા હતા.

    - Advertisement -

    આ સમયે ઐશ્વર્યા રાયે પોતાના સાસરિયાં દ્વારા તેમને હેરાન કરવાના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ પિતા ચંદ્રિકા પ્રસાદ રાયે આરજેડી છોડી દીધી હતી અને નીતીશકુમારની જનતાદળ યુનાઇટેડમાં સામેલ થઇ ગયા હતા. પરંતુ 2020માં ચંદ્રિકા પ્રસાદ પોતાની બેઠક ચૂંટણીમાં ગુમાવી ચુક્યા છે.

    તેજ પ્રતાપ યાદવ એવો દાવો કરી રહ્યા છે કે તેમના સાસરા પક્ષ તરફથી તેમને ધમકી મળી રહી છે. મારા માતા-પિતા તેમજ ભાઈ અને બહેન દ્વારા પણ શારીરિક પ્રતાડના સહન કરવામાં આવી છે. જો જરૂર પડશે તો તેઓ પોતાના આ દાવાને સાબિત કરવા માટે અસંખ્ય વિડીયો વાયરલ કરી શકે છે.

    તેજ પ્રતાપ યાદવે વિરોધ પક્ષ અને RSS આ મામલે તેમને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાનો આરોપ પણ મૂક્યો હતો. છૂટાછેડા અંગે ચાલી રહેલા પોતાના કેસ વિષે તેમણે કશું કહેવાની ના પાડી હતી કારણકે આ મામલો હાલમાં અદાલતમાં છે. તેજ પ્રતાપ યાદવ જ્યારે બિહારમાં જનતાદળ યુનાઇટેડ અને આરજેડીની સરકાર હતી ત્યારે તેમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચુક્યા છે.

    હજી થોડા દિવસ પહેલા જ જ્યારે તેમના પિતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે જ તેજ પ્રતાપ યાદવ એક નિવેદન આપી ચુક્યા છે કે તેમના પિતાને હોસ્પિટલમાં આરજેડીના સ્વાર્થી નેતાઓએ ઘેરી લીધા છે અને તેમને તેઓ ભગવાનનું નામ પણ લેવા દેતા નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં