Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણપાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવી એરબેઝ પર હુમલો: BLAની મજીદ બ્રિગેડે લીધી...

    પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવી એરબેઝ પર હુમલો: BLAની મજીદ બ્રિગેડે લીધી જવાબદારી, બલોચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહી છે બલોચ લિબરેશન આર્મી

    મોડી રાત્રે BLAની મજીદ બ્રિગેડ દ્વારા પાકિસ્તાનના તુર્બતમાં આવેલા PNS સિદ્દિકી એરબેઝ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે જ બલોચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી પણ લીધી છે. મોડી રાત સુધી અહીં ગોળીબાર અને બૉમ્બ બ્લાસ્ટના અવાજો સાંભળવા મળ્યા હતા.

    - Advertisement -

    પાકિસ્તાનના બીજા સૌથી મોટા એરબેઝ પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલાની જવાબદારી BLAની મજીદ બ્રિગેડે લીધી છે. BLA (બલોચ લિબરેશન આર્મી) બલોચિસ્તાનને સ્વતંત્ર કરાવવા માટે સશસ્ત્ર ક્રાંતિકારીઓનું એક સમૂહ છે. જે અવારનવાર પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં હુમલા કરે છે. એ જ અનુક્રમે હવે તેમણે PNS સિદ્દિકી નેવી એરબેઝ પર હુમલો કરી દીધો છે. આ નેવલ એર સ્ટેશન પાકિસ્તાનનું બીજું સૌથી મોટું એરબેઝ છે. BLAના બલોચ ક્રાંતિકારીઓ એરબેઝમાં ઘૂસ્યા હતા અને એકસાથે ઘણાબધા બૉમ્બ બ્લાસ્ટ કર્યા હતા.

    મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે BLAની મજીદ બ્રિગેડ દ્વારા પાકિસ્તાનના તુર્બતમાં આવેલા PNS સિદ્દિકી એરબેઝ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે જ બલોચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી પણ લીધી છે. મોડી રાત સુધી અહીં ગોળીબાર અને બૉમ્બ બ્લાસ્ટના અવાજો સાંભળવા મળ્યા હતા. PNS સિદ્દિકી પાકિસ્તાનનું બીજું સૌથી મોટું એરબેઝ છે અને એવો દાવો કરવામાં આવે છે કે, પાકિસ્તાનના અત્યાધુનિક હથિયારો અહીં જ રાખવામાં આવે છે. જ્યારે હવે બલોચ લિબરેશન આર્મીએ એરબેઝ પર જ હુમલો કરી દીધો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, સોમવારે (25 માર્ચ) રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો.

    જોકે, પાકિસ્તાની એજન્સીઓનો દાવો છે કે, તેમણે હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. પરંતુ તે વિસ્તારના લોકોએ મોડી રાત સુધી ગોળીબાર અને બૉમ્બ વિસ્ફોટના અવાજો સાંભળ્યા હતા. તેમજ બલોચ લિબરેશન આર્મીના એક વ્યક્તિને ફોનમાં એવું કહેતો સાંભળવામાં આવ્યો છે કે, તે લોકોએ એરબેઝને ઘણું નુકશાન પહોંચાડ્યું છે. આ મામલે પાકિસ્તાન સરકારના આધિકારિક નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. હાલ ત્યાં સુરક્ષા દળના જવાનો કાર્યરત છે અને હોસ્પિટલમાં પણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

    - Advertisement -

    BLAએ વર્ષનો ત્રીજો સૌથી મોટો હુમલો કર્યો

    તુર્બતમાં BLAએ કરેલો આ હુમલો આ અઠવાડિયાનો બીજો અને વર્ષનો ત્રીજો સૌથી મોટો હુમલો છે. આ પહેલાં 29 જાન્યુઆરીએ તેણે ગ્વાદરમાં પાકિસ્તાન આર્મીના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું. જ્યારે તે પછી ગ્વાદર પોર્ટ ઓથોરીટી કોમ્પ્લેકસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તે પહેલાં પણ BLAએ ઓપરેશન દારા-એ-બોલાન ચાલુ કર્યું હતું. જે દરમિયાન તેમણે બલૂચિસ્તાનના માચ જેલ અને કોલપુર કોમ્પ્લેકસ પર રોકેટથી હુમલો કર્યો હતો. જેમાં 15 લોકોના મોત થયા હતા. હાલ પાકિસ્તાની મીડિયાએ સુરક્ષા એજન્સીનો સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, આ અથડામણમાં ચાર બલોચ ક્રાંતિકારીઓના મોત થયા છે. જોકે, મંગળવારે (26 માર્ચ) સવારે પણ વિસ્ફોટ અવાજ સંભળાયા હતા.

    નોંધનીય છે કે, પાકિસ્તાનના બલોચિસ્તાનમાં ઘણા સમયથી લડત ચાલી રહી છે. બલોચિસ્તાનમાં પાકિસ્તાન આર્મીએ કરેલા અત્યાચારો હજુ બલોચ લોકો ભૂલી શક્યા નથી. પાકિસ્તાન જેટલા બલોચોને દબાવવા પ્રયાસ કરે છે. બલોચો તેટલા જ ક્રાંતિકારી બને છે અને પાકિસ્તાનથી બલોચિસ્તાનને સ્વતંત્ર કરવાની તેમની માંગ પણ એટલી જ પ્રબળ બને છે. છેલ્લા કેટલાક સમયથી સ્વતંત્રતા માટે બલોચિસ્તાન અને પાકિસ્તાન આર્મી વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેમાં સૌથી મોટી ભૂમિકા બલોચ લિબરેશન આર્મીએ ભજવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં