PM નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે આયોજિત સ્ટાર્ટઅપ મહાકુંભ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ Startup મહાકુંભ 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાયો હતો, જેમાં 2000થી વધુ ઉદ્યમીઓએ ભાગ લીધો હતો. આ સ્ટાર્ટઅપ મહાકુંભમાં બે હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ, એક હજારથી વધુ રોકાણકારો, 300 ઇન્ક્યુબેટર્સ, ત્રણ હજાર કોન્ફરન્સ ડેલિગેટ્સ, 20થી વધુ દેશના પ્રતિનિધિઓ, તમામ ભારતીય રાજ્યોના ભાવિ ઉદ્યમીઓ, 50થી વધુ યુનિકોર્ન અને 50 હજારથી વધુ ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.
સ્ટાર્ટઅપ મહાકુંભ કાર્યક્રમને સંબોધતા PM મોદીએ કહ્યું કે, “આજે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ભારતમાં આજે 1.25 લાખ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ છે. લગભગ 12 લાખ યુવાનો તેની સાથે સીધા જોડાયેલા છે. આપણી પાસે 110 યુનિકોર્ન છે. સ્ટાર્ટઅપે 12000 પેટન્ટ ફાઈલ કરી છે. આજે દેશના નાના શહેરોના યુવાનો પણ સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે. યોગ અને આયુર્વેદમાં પણ ઘણા સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે. સ્પેસ જેવા સેક્ટરમાં પણ નવા બિઝનેસ આવી રહ્યા છે. ઓલરેડી જ આપણાં સ્ટાર્ટઅપ્સ સ્પેસ શટલ લોન્ચ કરવા લાગ્યા છે. આજે સમગ્ર વિશ્વ ભારતની યુવા શક્તિની ક્ષમતા જોઈ રહ્યું છે. દેશે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા માટે ઘણાં પગલાં લીધાં છે.”
#WATCH | Delhi: At the 'Startup Mahakumbh' at Bharat Mandapam, PM Modi says "India is the world's 3rd largest startup ecosystem. There are over 1.25 lakh registered startups which generate employment for over 12 lakh people. India has over 110 unicorns… Our startups have… pic.twitter.com/cC4m9cJKz2
— ANI (@ANI) March 20, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “દેશના યુવાનોએ ભારતની અર્થવ્યવસ્થાને 11મા નંબરથી 5મા નંબર સુધી પહોંચાડી છે. આ જમ્પમાં સ્ટાર્ટઅપ્સ મહત્વની ભૂમિકા ભજવશે. તેમાં દેશના યુવાનોની મોટી ભૂમિકા છે.” PM મોદીએ કહ્યું કે, “આપણાં 45 ટકાથી વધુ સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલાઓ કરે છે. ભારતે સ્ટાર્ટઅપ-20 હેઠળ વિશ્વભરના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો છે. આ જ ભારત મંડપમમાં, G20ના દિલ્હી ડિક્લેરેશનમાં પ્રથમ વખત સ્ટાર્ટઅપ્સને ન માત્ર સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને વિકાસના સ્વાભાવિક એન્જિન તરીકે પણ ગણવામાં આવ્યા હતા.”
#WATCH | Delhi: At the 'Startup Mahakumbh' at Bharat Mandapam, PM Modi says "During the G20 Summit, leaders from various countries were awestruck by our UPI. UPI has strengthened our efforts for financial inclusion. It has helped India to bridge the rural-urban divide. India has… pic.twitter.com/U833j6iyFu
— ANI (@ANI) March 20, 2024
PM મોદીએ વધુમાં કહ્યું કે, “છેલ્લા દાયકાઓમાં આપણે જોયું છે કે, ભારતે IT અને સોફ્ટવેર સેક્ટરમાં છાપ છોડી છે. હવે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ કલ્ચરનો ટ્રેન્ડ સતત વધતો જોઈ રહ્યા છીએ. સ્ટાર્ટઅપની દુનિયાના તમામ મિત્રો આ મહાકુંભમાં હાજર રહે તે જરૂરી છે.” તેમણે ઉમેર્યું કે, “સામાન્ય રીતે, જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે વેપારી લોકો વિચારે છે કે, હમણાં રહેવા દઈએ. જ્યારે નવી સરકાર આવશે, તે પ્રમાણે જોઈ લઈશું. પરંતુ તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો. તો તમારા મનમાં તમે જાણો છો કે, આગામી 5 વર્ષમાં શું થવાનું છે.”