કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના નિવેદનોને કારણે ઘણીવાર વિવાદોમાં ઘેરાતા રહે છે. તેવામાં ફરી એકવાર તેમણે આવું જ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પોતાની ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન સમયે એક એવું નિવેદન આપ્યું કે, જેનાથી વિવાદ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ ભાષણ દરમિયાન કહ્યું કે, “હિંદુ ધર્મમાં ‘શક્તિ’ શબ્દ છે અને અમે તે શક્તિ સામે લડી રહ્યા છીએ.” આવા નિવેદનને કારણે હવે તેમણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન રવિવારે રાત્રે (17 માર્ચ) મહારાષ્ટ્રમાં થયું હતું. ત્યાં શિવાજી પાર્કમાં એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, “હિંદુ ધર્મમાં ‘શક્તિ’ શબ્દ હોય છે. અમે શક્તિ સામે લડી રહ્યા છીએ. એક શક્તિ સામે લડી રહ્યા છીએ. એક સવાલ ઉઠે છે કે, તે શક્તિ શું છે? તેવામાં કોઈએ અહિયાં કહ્યું કે, રાજાની આત્મા EVMમાં છે. સાચું છે.”
#WATCH | Mumbai, Maharashtra: At the conclusion ceremony of the Bharat Jodo Nyay Yatra, Congress leader Rahul Gandhi says, "There is a word 'Shakti' in Hinduism. We are fighting against a Shakti. The question is, what is that Shakti. The soul of the King is in the EVM. This… pic.twitter.com/lL9h9W0sRf
— ANI (@ANI) March 17, 2024
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું, “રાજાની આત્મા EVMમાં છે, હિન્દુસ્તાનની દરેક સંસ્થામાં છે. EDમાં છે, CBIમાં છે, ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટમાં છે.” આ ઉપરાંત તેમણે કહ્યું કે, પ્રદેશના (મહારાષ્ટ્ર) એક વરિષ્ઠ નેતા કોંગ્રેસ પાર્ટીને છોડે છે અને તેઓ સોનિયા ગાંધીને રડીને કહે છે કે, “મને શરમ આવી રહી છે. મારામાં આ શક્તિ સાથે લડવાની હિંમત નથી. હું જેલ જવા માંગતો નથી.” આ સાથે રાહુલ ગાંધી આક્ષેપ કરે છે કે, આવા હજારો લોકોને શિવસેના અને કોંગ્રેસમાંથી ડરાવવામાં આવી રહ્યા છે.
નિવેદન પર શરૂ થયો વિવાદ
રાહુલ ગાંધીએ આપેલા આ નિવેદનનો હવે વિરોધ થઈ રહ્યો છે. જેના કારણે રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદોમાં ઘેરાય ગયા છે. સામાન્ય રીતે હિંદુ ધર્મના ‘શક્તિ’ શબ્દને મા દુર્ગા સાથે જોડવામાં આવે છે અને કોઈપણ માતાજીને શક્તિ તરીકે પૂજવામાં આવે છે. આ ઉપરાંત નારીશક્તિને એટલે કે કોઈ સ્ત્રીને પણ શક્તિ તરીકે સન્માન આપવામાં આવે છે. તેવામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ હિંદુ ધર્મના એક શબ્દ ‘શક્તિ’ સાથે લડી રહ્યા છે. જેના કારણે આખો વિવાદ શરૂ થયો છે.
#WATCH | Delhi: On Congress MP Rahul Gandhi's statement, BJP National Spokesperson Shehzad Poonawalla says, "A series of INDI alliance members have said that Hindu Dharma is fraud. Ramcharitmanas is potassium cyanide. Congress Party has a long history of Hindu hatred, from… pic.twitter.com/56XCmrdGJH
— ANI (@ANI) March 18, 2024
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “ઇન્ડી ગઠબંધનના ઘણા સભ્યોએ કહ્યું છે કે, હિંદુ ધર્મ ફ્રોડ છે. રામચરિતમાનસ પોટેશિયલ સાઈનાઇડ છે. કોંગ્રેસ પાર્ટીનો ભગવાન રામના અસ્તીવને નકારવાથી લઈને શક્તિ વિશે નિવેદન આપવા સુધીનો હિંદુ ધૃણાનો ખૂબ લાંબો ઇતિહાસ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે સામે રાહુલ ગાંધીનું નિવેદન દર્શાવે છે કે, તેઓ કેટલી હદ સુધી જઈ શકે છે. આજે તે માત્ર હિંદુ આસ્થાનું અપમાન નથી, પરંતુ તે રાહુલ ગાંધીની સ્ત્રીદ્વેષી માનસિકતાને પણ છતી કરે છે. આ નિવેદન નારીશક્તિ અને તેમની અભિવ્યક્તિ વિરુદ્ધ છે.”