મહારાષ્ટ્રમાં સત્તામાંથી દૂર થવા છતાંય પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તકલીફો ઓછી થવાનું નામ નથી લઇ રહી. હાથમાંથી સત્તા જવું પૂરતું ના હોય તેમ હવે તેમના હાથમાંથી આખી શિવસેના પાર્ટી નીકળી જવાના સંજોગ બની રહ્યા છે. આજે શિવસેનાના 18 માંથી 12 સાંસદો શિંદે ગ્રુપમાં જોડાયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
शिवसेनेचे १२ खासदार शिंदे गटात सामील होणार? जाणून घ्या पूर्ण नावं | including bhavana gawali rahul shewale shivsena 12 mp to join eknath shinde group know all names https://t.co/lvhz85I4vX
— absnewsmarathi (@ABSNEWSMARATHI) July 18, 2022
મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના વિભાજન પછી, તેનો સંસદીય પક્ષ પણ વિભાજન તરફ જઈ રહેલો જોવા મળી રહ્યો છે. આજે કેટલાક સાંસદોએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને અલગ જૂથ તરીકે માન્યતા આપવા માટે અરજી કરી હતી. શિવસેનાને તાજા આંચકા તરીકે પાર્ટીના 12 સાંસદોના જૂથે સોમવારે લોકસભામાં અલગ જૂથ બનાવવાનો નિર્ણય કર્યો, પાર્ટીના એક સાંસદે જણાવ્યું હતું.
શિવસેના સાંસદોએ શિંદે ગ્રુપની નવી રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લીધો
અહેવાલો મુજબ, 20 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી ‘રાષ્ટ્રીય કારોબારી’માં શિવસેનાના 12 સાંસદોએ હાજરી આપ્યા બાદ તેમના દ્વારા લોકસભા અધ્યક્ષને અરજી કરવાનો આ નિર્ણય લેવામાં છે. તે જ ‘રાષ્ટ્રીય કારોબારી’માં 12 સાંસદો શિંદે ગ્રુપમાં જોડાયા હોવાના અહેવાલો છે.
શિવસેના સાંસદે કહ્યું, “અમે આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આયોજિત ઓનલાઈન મીટિંગમાં ભાગ લીધો હતો. અમે રાહુલ શેવાલે (મુંબઈના સાંસદ)ના નેતૃત્વમાં એક અલગ જૂથ બનાવવાનું નક્કી કર્યું છે. તે અમારા જૂથના નેતા હશે.” તેમણે કહ્યું કે શિવસેનાના સાંસદો વિનાયક રાઉત, અરવિંદ સાવંત, ગજાનન કિરીટકર, સંજય જાધવ, ઓમ રાજે નિમ્બાલકર અને રાજન વિચારે સોમવારે શિંદે દ્વારા બોલાવવામાં આવેલી વર્ચ્યુઅલ મીટિંગમાં હાજરી આપી ન હતી, જ્યારે મહારાષ્ટ્રના બાકીના 12 સાંસદોએ હાજરી આપી હતી.
12 સાંસદોએ એવો પણ દાવો કર્યો હતો કે સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા નિયુક્ત કરાયેલા સ્થાને નવી રાષ્ટ્રીય સમિતિની નિમણૂક કરવામાં આવી છે. જો કે, શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે ઠાકરે દ્વારા નિયુક્ત વર્તમાન સમિતિના સ્થાને કોઈપણ રાષ્ટ્રીય સમિતિની રચનાનો ઇનકાર કર્યો છે.
લોકસભા અધ્યક્ષને સાંસદોની અરજી
એકનાથ શિંદેની શિવસેનાના સાંસદો સાથેની બેઠકના કલાકો પછી,અહેવાલો દ્વારા જાણવા મળ્યું કે રાહુલ શેવાલે લોકસભામાં પક્ષના નેતા તરીકે વિનાયક રાઉતનું સ્થાન લેવાના છે. સૂત્રોએ રિપબ્લિકને જણાવ્યું હતું કે આ સંબંધમાં એક પત્ર મંગળવારે સંસદના નીચલા ગૃહના અધ્યક્ષ ઓમ બિરલાને મોકલવામાં આવનાર છે.
#BREAKING | Massive faceoff takes place as Maharashtra CM Eknath Shinde is set to take over Shiv Sena, MP Vinayak Raut writes to Lok Sabha Speaker.
— Republic (@republic) July 18, 2022
Watch here-https://t.co/GHt1M9X29M… pic.twitter.com/HlOaMdXsLt
તેના અનુસંધાનમાં, વિનાયક રાઉતે બિરલાને પહેલેથી જ એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે તે લોકસભામાં શિવસેના સંસદીય દળના યોગ્ય રીતે નિયુક્ત નેતા છે. પત્રમાં તેમણે એવો પણ દાવો કર્યો છે કે રાજન વિચારે સંસદના નીચલા ગૃહમાં પાર્ટીના મુખ્ય દંડક છે. શિંદેની આગેવાની હેઠળના બળવા વચ્ચે પક્ષ ફરીથી ભાજપ સાથે જોડાણ કરશે તેવું સૂચન કરવા માટે સેનાના સાંસદો પૈકીના એક એવા સાંસદ ભાવના ગવાલીની જગ્યાએ વિચારેને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.