Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતPM મોદી ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટની રાખશે આધારશિલા: ગુજરાતના સાણંદ અને ધોલેરાનો પણ...

    PM મોદી ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટની રાખશે આધારશિલા: ગુજરાતના સાણંદ અને ધોલેરાનો પણ થશે સમાવેશ, દેશને ₹1.25 લાખ કરોડના વિકાસ કાર્યોની મળશે ભેટ

    આ ત્રણ નવા એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર આપશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે.

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદી 12 માર્ચથી ગુજરાત પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. સાથે સાબરમતી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. જ્યારે હવે 13 માર્ચના રોજ સવારે 10:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ઇન્ડિયાઝ ટેકડ: ચિપ્સ ફોર ડેવલોપમેન્ટ ઈન્ડિયા’માં ભાગ લેશે. આ દરમિયાન તેઓ લગભગ ₹1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. જેમાં ગુજરાતના સાણંદ અને ધોલેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ધોલેરાને દેશનું પહેલુ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનાવવા માટેની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અનેક પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.

    બુધવારે (13 માર્ચ) PM મોદી ₹1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેકટોનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. જેમાં સાણંદ અને ધોલેરાનો પણ સમાવેશ થયો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર આપશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે વડાપ્રધાન દેશભરના યુવાનોને પણ સંબોધિત કરશે. આ સાથે દેશના અનેક લોકોને રોજગારી પણ પુરી પાડવામાં આવશે.

    ₹91,000 કરોડના રોકાણ સાથે ધોલેરામાં પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ

    ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR), ગુજરાત ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટીનું બાંધકામ, મોરીગાંવ, આસામ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા; અને ગુજરાતના સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા માટે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સ સ્થાપવા માટેની સુધારેલી યોજના હેઠળ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL) દ્વારા સ્થાપિત કરવામાં આવશે. કુલ ₹91,000 કરોડના રોકાણ સાથે આ દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે.

    - Advertisement -

    ₹27 હજાર કરોડના રોકાણ સાથે આસામના મોરીગાંવમાં પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટની આધારશિલા

    ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) માટેની સુધારેલી યોજના હેઠળ મોરીગાંવ, આસામ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધાની સ્થાપના કરવામાં આવશે. તેનું કુલ રોકાણ અંદાજે ₹27,000 કરોડ છે.

    ₹7,500 કરોડના રોકાણ સાથે સાણંદમાં પણ સ્થપાશે પ્લાન્ટ

    સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) માટેની સુધારેલી યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવશે. તેનું કુલ રોકાણ ₹7,500 કરોડની આસપાસ હશે. આ સુવિધાઓ દ્વારા સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમ મજબૂત થશે અને તેના મૂળ ભારતમાં વધુ મજબૂત બનશે. આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના દિગ્ગજો તેમજ હજારો કોલેજના વિદ્યાર્થીઓ સહિત યુવાનોની વિશાળ ભાગીદારી જોવા મળશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં