હરિયાણાથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજીનામું ધરી દીધું છે.
#WATCH | Manohar Lal Khattar resigns as CM of Haryana; outside visuals from Raj Bhavan in Chandigarh#Haryana pic.twitter.com/V1SIxbIisK
— ANI (@ANI) March 12, 2024
મનોહરલાલ ખટ્ટર મંગળવારે (12 માર્ચ, 2024) રાજભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્યપાલને ત્યાગપત્ર સોંપ્યો. મુખ્યમંત્રીના રાજીનામાંના કારણે સરકાર પણ ભંગ થઈ ગઈ છે.
મનોહરલાલ ખટ્ટર જ ફરી સીએમ બને તેવી શક્યતા
જાણવા મળ્યા અનુસાર, મનોહરલાલ ખટ્ટર જ ફરીથી મુખ્યમંત્રી પડે શપથ ગ્રહણ કરશે, પરંતુ આ વખતે જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે ગઠબંધન કરવામાં નહીં આવે અને ભાજપ એકલે હાથે સરકાર બનાવશે. કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓ વચ્ચે સીટ-શૅરિંગને લઈને સહમતી ન બની, જેના કારણે ગઠબંધન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે મુખ્યમંત્રી સાથે સમગ્ર કેબિનેટે રાજીનામું ધરી દીધું. હવે ફરીથી સરકાર બનશે.
Chandigarh: When asked who will become the CM, Haryana BJP leader Kanwar Pal Gujjar says, "Bilkul thik hain, CM sahab hi CM sahab rahenge."
— ANI (@ANI) March 12, 2024
ભાજપ નેતા કંવરપાલ ગુજ્જરે પત્રકારો સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી અને કેબિનેટે રાજીનામાં આપ્યાં હોવાની જાણ કરી હતી, પરંતુ સાથે એમ પણ જણાવ્યું કે મનોહરલાલ ખટ્ટર જ આગામી મુખ્યમંત્રી હશે.
અપક્ષો સાથે મળીને સરકાર બનાવશે ભાજપ?
90 બેઠકોની હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ઓક્ટોબર, 2019માં પૂર્ણ થઈ રહ્યો છે. 2014ની ચૂંટણીમાં ભાજપને 41 બેઠકો મળી હતી. બહુમતી માટે 46 બેઠકો જરૂરી છે. ભાજપ સાથે JJPએ હાથ મિલાવ્યો હતો, જેમની પાસે 10 બેઠકો હતી. આ ઉપરાંત હરિયાણા લોકહિત પાર્ટીના એક MLAનું પણ સરકારને સમર્થન મળ્યું હતું અને સાથે 7 અપક્ષ ધારાસભ્યો પણ સરકાર સાથે હતા.
હવે JJP સાથે જો ભાજપ છેડો ફાડે તો તેમની 10 બેઠકો ઘટી જશે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી ભાજપ બાકીના 6 મહિના સરકાર ચલાવશે.