Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતમહેસાણા લોકસભા બેઠક પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરત ખેંચી દાવેદારી,...

    મહેસાણા લોકસભા બેઠક પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરત ખેંચી દાવેદારી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું

    તાજેતરમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે રાજ્યની તમામ 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી, પરંતુ હવે ઉમેદવાર જાહેર થાય તે પહેલાં જ તેમણે નામ પરત ખેંચી લીધું છે. 

    - Advertisement -

    લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી દીધી છે, જેમાં ગુજરાતની પણ 15 બેઠકો સામેલ છે. બાકીની બેઠકો પર આગામી તબક્કાઓમાં નામ જાહેર કરવામાં આવશે. આ બધાની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પર મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચવાની જાહેરાત કરી છે. 

    નીતિન પટેલે ફેસબુક પર એક પોસ્ટ કરીને લખ્યું કે, મહેસાણા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર તરીકે મેં કેટલાંક કારણોસર ઉમેદવાર નોંધાવી હતી. ગઈકાલે (2 માર્ચ) રાજ્યની 15 લોકસભા બેઠકના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલાં ભાજપ ઉમેદવાર તરીકેની મારી ઉમેદવારી પરત ખેંચું છું.”

    તેમણે આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બને તે માટે શુભેચ્છાઓ પણ પાઠવી. ભાજપ નેતાએ લખ્યું કે, “નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.”

    - Advertisement -

    અંતે તેમણે સૌ કાર્યકરો, શુભેચ્છકો અને સાથીદારોનો આભાર પણ વ્યકત કર્યો હતો. 

    વિજય રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિન પટેલ ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા છે અને વર્ષો સુધી મંત્રીમંડળમાં રહ્યા. જોકે, વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે લડવાની ના પાડ્યા બાદ તેમની બેઠક પરથી અન્ય ઉમેદવારને ટીકીટ આપવામાં આવી હતી. 

    વિધાનસભા ચૂંટણીમાં નીતિન પટેલે ઉમેદવારી ન કરતાં એવી ચર્ચા ચાલતી હતી કે તેમને લોકસભા ચૂંટણીમાં ટીકીટ આપવામાં આવી શકે છે. તાજેતરમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે રાજ્યની તમામ 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી, પરંતુ હવે ઉમેદવાર જાહેર થાય તે પહેલાં જ તેમણે નામ પરત ખેંચી લીધું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં