Monday, November 25, 2024
More
    હોમપેજગુજરાતદ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે દર એક કલાકે દોડવાશે ST બસ: સુદર્શન સેતુના...

    દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે દર એક કલાકે દોડવાશે ST બસ: સુદર્શન સેતુના નિર્માણ બાદ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ PM મોદીનો માન્યો આભાર

    ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, "અત્યાર સુધી બેટ દ્વારકાના લોકોને મેડિકલ ઈમરજન્સીમાં વ્યથા અનુભવવી પડતી હતી, પરંતુ આ બ્રિજ તૈયાર થતાં તેમને હવે મેડિકલ ઈમરજન્સીમાં રાહત મળશે. આ ટાપુ પર વસતા લોકોની ચિંતા કરવા બદલ હું વડાપ્રધાન મોદીને નમન કરું છું અને તેમનો આભાર માનું છું."

    - Advertisement -

    PM મોદીએ દ્વારકામાં 25 ફેબ્રુઆરીએ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ હવે યાત્રાળુઓ અને સ્થાનિકોને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવામાં કોઈ અડચણ આવી શકશે નહીં. પહેલાં દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં સમય પણ ખૂબ લાગતો હતો અને જોખમ પણ એટલું જ હતું. જ્યારે હવે સુદર્શન સેતુના નિર્માણ બાદ એ તમામ સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. આ સાથે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય પણ સામે આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં એલાન કર્યું છે કે, દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે દર એક કલાકે ST બસ દોડાવવામાં આવશે.

    મંગળવારે (27 ફેબ્રુઆરી) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જાહેરાત કરી છે કે, દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે દર એક કલાકે સરકારી બસ દોડાવવામાં આવશે. આ સાથે તેમણે વડાપ્રધાન મોદીનો આભાર પણ માન્યો છે. તેમણે કહ્યું છે કે, પહેલાં બેટ દ્વારકાના સ્થાનિક લોકો અને દર્શનાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. હોસ્પિટલની ઈમરજન્સી દરમિયાન લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. જ્યારે હવે વડાપ્રધાન મોદીએ દ્વારકા અને ગુજરાતના લોકોની આ સમસ્યાનું સમાધાન કરી આપ્યું છે. ગુજરાત સરકારનો આ નિર્ણય સ્થાનિકોની સાથે યાત્રાળુઓ માટે પણ વરદાનરૂપ સાબિત થશે.

    બેટ દ્વારકામાં બનશે નવું બસ સ્ટેશન

    બેટ દ્વારકાને જમીન સાથે જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ બાદ અનેક સુવિધાઓ પણ બેટ દ્વારકા સુધી પહોંચાડવામાં આવશે. પહેલાં ત્યાં અનેક સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો. જ્યારે હવે તેનું પણ સમાધાન કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં કહ્યું છે કે, દર એક કલાકે દ્વારકાથી બેટ દ્વારકા સુધી બસ દોડાવવામાં આવશે. તથા બેટ દ્વારકામાં એક નવા બસ સ્ટેશનનું નિર્માણ પણ કરવામાં આવશે. સાથે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે, બેટ દ્વારકા સુધી ચાર નવી ટ્રીપ પણ શરૂ કરવામાં આવશે.

    - Advertisement -

    ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “અત્યાર સુધી બેટ દ્વારકાના લોકોને મેડિકલ ઈમરજન્સીમાં વ્યથા અનુભવવી પડતી હતી, પરંતુ આ બ્રિજ તૈયાર થતાં તેમને હવે મેડિકલ ઈમરજન્સીમાં રાહત મળશે.” તેમણે ઉમેર્યું કે, “આ ટાપુ પર વસતા લોકોની ચિંતા કરવા બદલ હું વડાપ્રધાન મોદીને નમન કરું છું અને તેમનો આભાર માનું છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં