Wednesday, November 13, 2024
More
    હોમપેજગુજરાતદ્વારકા પહોંચ્યા PM મોદી: ભગવાન શ્રીકૃષ્ણની કરી પૂજા-અર્ચના, સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ,...

    દ્વારકા પહોંચ્યા PM મોદી: ભગવાન શ્રીકૃષ્ણની કરી પૂજા-અર્ચના, સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ, સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન જેમણે બેટ દ્વારકામાં કરી આરાધના

    PM મોદી સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. જેમણે બેટ દ્વારકામાં ભગવાનની પૂજા-અર્ચના કરી હોય. સાથે તેમણે દ્વારકાના સુદર્શન સેતુનું પણ લોકાર્પણ કર્યું છે.

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. 24 ફેબ્રુઆરીએ તેઓ જામનગર ખાતે પહોંચ્યા હતા. જામનગર સર્કિટ હાઉસમાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું. જે બાદ તેઓ ત્યાંથી કૃષ્ણનગરી દ્વારકા જવા માટે રવાના થયા હતા. તેમને વિદાય આપવા માટે જામનગરના તમામ પદાધિકારીઓ પહોંચ્યા હતા. જ્યારે હવે તેઓ દ્વારકા પહોંચ્યા છે. PM મોદીએ બેટ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં ભગવાન શ્રીરણછોડરાયજીની પૂજા-અર્ચના પણ કરી છે. આ સાથે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. જેમણે બેટ દ્વારકામાં ભગવાનની પૂજા-અર્ચના કરી હોય. સાથે તેમણે દ્વારકાના સુદર્શન સેતુનું પણ લોકાર્પણ કર્યું છે. PM મોદીના હસ્તે દેશના સૌથી મોટા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

    PM મોદી 25 ફેબ્રુઆરીએ વહેલી સવારે કૃષ્ણનગરી દ્વારકા પહોંચ્યા. બેટ દ્વારકાના જગત મંદિરમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા. જે બાદ પૂજા-અર્ચના પણ કરી હતી. વડાપ્રધાને દેશના સૌથી મોટા અને અત્યાધુનિક સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યું છે. આ પ્રોજેક્ટ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જ્યારે હવે તેમનું દ્વારકામાં બ્રિજ નિર્માણ કરવાનું સપનું પૂર્ણ થયું છે. 5 વર્ષ પહેલાં વડાપ્રધાન મોદીએ બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો. જ્યારે હવે તેમના જ હસ્તે બ્રિજનું લોકર્પણ થઈ રહ્યું છે.

    લોકાર્પણ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ બાદ વડાપ્રધાન સુદર્શન સેતુ પણ ચાલતા નજરે પડ્યા છે. સાથે તેમણે બ્રિજની ભવ્યતા અને સુંદરતાનું નિરીક્ષણ પણ કર્યું છે. ₹980 કરોડના ખર્ચે નિર્મિત સુદર્શન સેતુની ડિઝાઈન પણ PM મોદીએ પસંદ કરી હતી. સુદર્શન સેતુના લોકાર્પણ પછી વડાપ્રધાન મોદી ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે.

    - Advertisement -

    જામનગરમાં PM મોદીએ યોજ્યો હતો રોડ શો

    વડાપ્રધાન મોદી શનિવારે (24 ફેબ્રુઆરી) રાત્રે જામનગર પહોંચ્યા હતા. જામનગરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિવાદન માટે ઘણા નેતાઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ PM મોદીએ મોડી રાત્રે જામનગરમાં રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર જોવા મળ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓની સાથે સ્થાનિક લોકો પણ વડાપ્રધાનની એક ઝલક માટે મોડી રાત્રિ સુધી રોડ શો દરમિયાન હાજર રહ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે. દ્વારકા બાદ વડાપ્રધાન મોદી રાજકોટ જવા માટે રવાના થશે. જ્યાં તેઓ ₹48 હજાર કરોડના વિકાસના કાર્યોની ભેટ આપશે. ₹6300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ AIIMS સહિત 5 નવી AIIMS હોસ્પિટલોનું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટમાં જનસભાને સંબોધ્યા બાદ PM મોદી મોડી રાત્રે દિલ્હી જવા રવાના થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં