Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતકોંગ્રેસના પંજામાંથી વધુ એક નેતા છટકશે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને છોટાઉદેપુરથી પાંચવાર...

    કોંગ્રેસના પંજામાંથી વધુ એક નેતા છટકશે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને છોટાઉદેપુરથી પાંચવાર સાંસદ રહેલા નારણ રાઠવા જોડાશે ભાજપમાં, અહેવાલોમાં દાવો

    સોમવાર (26 ફેબ્રુઆરી) સાંજથી જ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવાનો ફોન બંધ આવી રહ્યો છે. ત્યારે એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે, 27 ફેબ્રુઆરીએ નારણ રાઠવા પુત્ર સંગ્રામ રાઠવા અને તેમના સમર્થકો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરવાના છે.

    - Advertisement -

    ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. ભાજપમાં સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ અને AAPમાં તો કાર્યકર્તાઓને સંભાળવા જ મોટો પડકાર બની ગયો છે. એક પછી એક મોટા નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે. તેવામાં એવી અટકળો વહેલી થઈ છે કે, કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને છોટાઉદેપુરથી પાંચવાર સાંસદ રહેલા નારણ રાઠવા કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના છે અને ભાજપમાં જોડાવા માટે તૈયાર થયા છે.

    અહેવાલો અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ સાંસદ નારણ રાઠવા કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપીને મંગળવારે (27 ફેબ્રુઆરી) ભાજપમાં જોડાઈ શકે છે. જેના કારણ આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની સંભાવના છે. નારણ રાઠવા UPA સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ તરીકે થોડા દિવસ પહેલાં જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે અહેવાલોમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજ્યસભા સાંસદ તરીકે ટર્મ પૂર્ણ થયાની ગણતરીની કલાકોમાં જ નારણ રાઠવા કોંગ્રેસને અલવિદા કહેવાના છે.

    અહેવાલો કહેવાય રહ્યું છે કે, સોમવાર (26 ફેબ્રુઆરી) સાંજથી જ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવાનો ફોન બંધ આવી રહ્યો છે. ત્યારે એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે, 27 ફેબ્રુઆરીએ નારણ રાઠવા પુત્ર સંગ્રામ રાઠવા અને તેમના સમર્થકો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરવાના છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસ પાસે આદિવાસી નેતા તરીકેનો એકમાત્ર ચહેરો નારણ રાઠવા છે. જો તેઓ ભાજપમાં જોડાશે તો કોંગ્રેસની હાલત હવે વધુ કફોડી બની જશે.

    - Advertisement -

    10 હજાર જેટલા વિપક્ષી કાર્યકર્તાઓ પણ જોડાશે ભાજપમાં

    ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસ-AAPના અંતિમ દિવસો દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ અનેક કાર્યકર્તાઓએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધા છે. 27 ફેબ્રુઆરીએ 10 હજારની સંખ્યામાં વિપક્ષી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા ધમભાઈ પટેલ, કરણસિંહ તોમર, તાપી જિલ્લા AAP પ્રમુખ મહેન્દ્ર ગામીત, ડાંગ જિલ્લા AAP પ્રમુખ સાગર વસાવાનો સમાવેશ થાય છે. એ સિવાય મોરબી કોંગ્રેસમાં પણ ભંગાણ થઈ રહ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલિયાની જાહેરાત કરાયા બાદ જયંતી પટેલ અને મુકેશ ગમીએ રાજીનામું આપ્યું છે. એ સિવાય ચેતન એરવાડિયા, પ્રકાશ બાવરવા, અશ્વિન વિડજા અને મનુસખ રબારીએ રાજીનામું આપ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં