રાજસ્થાનના અજમેર ખાતે આરોપીઓને પકડવા ગયેલી કેરળ અને અજમેર પોલીસ પર હુમલો થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ હુમલામાં એક IPS અધિકારી ઈજાગ્રસ્ત થયા છે. આ આધિકારીઓ દાનિશ અને શહજાદ નામના આરોપીઓને પકડવા ગયા હતા. જોકે બંનેને અધકારી સાથે હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ ઝડપી લીધા હતા. બંને આરોપીઓ મૂળ ઉત્તરાખંડના રહેવાસી છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, બંને પાસે ઘાતક હથિયાર પણ મળી આવ્યાં હતાં. આ આખી ઘટના અજમેર દરગાહ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મંગળવારના (20 ફેબ્રુઆરી, 2024) રોજ કેરળ પોલીસ પોતાના રાજ્યમાં થયેલી 45 લાખ રૂપિયાની ચોરીની તપાસ કરવા પહોંચી હતી. તેમને સહયોગ આપવા અજમેર પોલીસ પણ તેમની સાથે હતી. આ આખી ટીમનું નેતૃત્વ IPS અધિકારી શરણ કાંવલે ગોપીનાથ કરી રહ્યા હતા. આ ચોરી ઉત્તરાખંડના રૂડકી ક્ષેત્રના રહેવાસી દાનિશ અને શહજાદે કરી હતી.
પોલીસને તે પણ જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ દરગાહ પોલીસ સ્ટેશનની હદમાં કેરળ પોલીસથી છુપાઈને રહેવાની વ્યવસ્થા કરી રહ્યા હતા. પોલીસને મળેલી માહિતી એકદમ સાચી હતી અને તે બંને દરગાહ પોલીસ સ્ટેશનની હદમાં જ મળી આવ્યા. સાંજના સમયે પોલીસ અનેબનને આરોપીઓ સામસામે આવી ગયા હતા. સિવિલ ડ્રેસમાં આવેલી પોલીસે જેવા તેમને દબોચ્યા, બંને તેમની સાથે ઝપાઝપી કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
अजमेर दरगाह क्षेत्र में केरल पुलिस पर फायरिंग, घायल IPS ने 2 बदमाशों को दबोचा
— NDTV Rajasthan (@NDTV_Rajasthan) February 21, 2024
पूरी खबर पढ़ें: https://t.co/jqqwftDD1E#Rajasthan #ajmer #KeralaPolice pic.twitter.com/JPdrU47gBZ
પોલીસે પકડતાંની સાથે જ કર્યું ફાયરિંગ
આ દરમિયાન એક આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરી દીધું હતું. આટલું જ નહીં, પોલીસ પર ડિસમિસથી પણ હુમલો કરવાનો પ્રયત્ન થયો. આ ઘર્ષણમાં શરણ કાંવલે ઘાયલ થયા હતા. જોકે તેમની સાથે રહેલા પોલીસ કર્મચારીઓએ દાનિશ-શહજાદને છટકવા ન દીધા અને તેમને પકડી લીધા. અજમેર ખાતે કેરળ પોલીસ પર હુમલો થયો તે ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મામલે હવે બંને આરોપીઓ પર ફાયરિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
ધરપકડ બાદ જ્યારે તે બંનેની જડતી લેવામાં આવી ત્યારે તેમની પાસેથી 2 પિસ્ટલ અને 7 રાઉન્ડ કારતૂસ તેમજ એક ડિસમિસ મળી આવ્યાં. આ ડિસમિસનો ઉપયોગ પોલીસ પર હુમલો કરવા માટે પણ કરવામાં આવ્યો હતો. બંને પાસે કેટલીક રોકડ રકમ પણ મળી આવી છે, જેને જપ્ત કરી લેવામાં આવી છે. અન્ડર ટ્રેની ઘાયલ IPSની હાલત જોખમથી બહાર જણાવવામાં આવી રહી છે. કેરળ પોલીસ દાનિશ અને શહજાળને અજમેરથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની સાથે કેરળ લઈ ગઈ છે.