જગદ્ગુરુ રામભદ્રાચાર્ય અને ગીતકાર ગુલઝારને જ્ઞાનપીઠ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. સામાન્ય રીતે ગુલઝાર હિન્દી-ઉર્દુ શબ્દો વાપરીને ગીત-ગઝલ લખે છે, જયારે રામભદ્રાચાર્યએ સંસ્કૃતમાં અનેક પુસ્તકો લખ્યા છે. આટલું જ નહીં, જગદ્ગુરુ રામભદ્રાચાર્યએ ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત લેખન પર ગહન અધ્યયન અને સંશોધન પણ કર્યું છે. આ બંનેનું વર્ષ 2023ના જ્ઞાનપીઠ પુરસ્કાર માટે ચયન કરવામાં આવ્યું છે. ગુલઝારને પણ ઉર્દુ ભાષામાં તેમની રચનાઓ અને યોગદાન માટે ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ આપવામાં આવી રહ્યો છે.
બીજી તરફ જગદ્ગુરુ રામભદ્રાચાર્યને પણ સંસ્કૃત ભાષામાં તેમના અતુલ્ય યોગદાન માટે આ સન્માનથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુ રામભદ્રાચાર્ય ચિત્રકૂટ સ્થિત ‘તુલસી પીઠ’ના સંસ્થાપક છે અને સાથે જ તેઓ દિવ્યાંગજનો માટે વિશ્વવિદ્યાલય અને શાળા પણ સંચાલિત કરે છે. અત્યાર સુધીમાં તેઓ 100થી વધુ પુસ્તકો લખી ચુક્યા છે. બીજી તરફ ગીતકાર ગુલઝારને આ પહેલા વર્ષ 2002માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, વર્ષ 2013માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને વર્ષ 2004માં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
मशहूर गीतकार व कवि गुलजार और संस्कृत विद्वान जगद्गुरु रामभद्राचार्य को ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया जाएगा। #jnanpithAward #Gulzar #swamirambhadracharya
— Hindustan (@Live_Hindustan) February 17, 2024
यहां पढ़ें पूरी खबर- https://t.co/lrH1hUBTY0 pic.twitter.com/lQGYpp2rhR
ગુલઝારની જાણીતી રચનાઓ વિશે વાત કરીએ તો ‘ચંદ પુખરાજ કા’, ‘રાત પશ્મિને કી’ અને ‘પંદ્રહ પાંચ પચહત્તર’નો સમાવેશ થાય છે. તેમનું આખું નામ સંપૂર્ણ સિંઘ કાલરા છે. તેમનો જન્મ 18 ઓગસ્ટ 1934ના રોજ અવિભાજિત ભારતના જેલમના દેના ગામમાં થયો હતો. બાળપણમાં જ તેમની માતાનું નિધન થઇ ગયું હતું. તેમના પિતા માખન સિંઘ સામાન્ય કારોબારી હતા. 12માં ધોરણમાં નાપાસ થયેલા ગુલઝારને સાહિત્યમાં ઊંડી રૂચી હતી. રવીન્દ્રનાથ ટાગોર અને શરત ચંદ્ર તેમના ગમતા લેખક હતા.
બીજી તરફ જગદ્ગુરુ રામભદ્રાચાર્ય જન્મના બીજા જ મહીને પોતાની આખો ખોઈ બેઠા હતા. કહેવામાં આવે છે કે તેમને 22 ભાષાઓનું જ્ઞાન છે. તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2015માં ભારત સરકારે તેમને આ પુરસ્કાર આપ્યો હતો. વર્ષ 2022ની વાત કરીએ તો તે સમયે ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ ગોવાના પ્રખ્યાત લેખક દામોદર માવજોને આપવામાં આવ્યો હતો. આ વખતે જગદ્ગુરુ રામભદ્રાચાર્ય અને ગીતકાર ગુલઝારને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ બંને વિભૂતિઓ દસકાઓથી પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે.