Friday, November 22, 2024
More
    હોમપેજદેશબોટાદમાં ટ્રિપલ તલાક વિરોધી કાયદા હેઠળ પહેલો કેસ નોંધાયો: રાણપુરના શરીફ ગાંજાએ...

    બોટાદમાં ટ્રિપલ તલાક વિરોધી કાયદા હેઠળ પહેલો કેસ નોંધાયો: રાણપુરના શરીફ ગાંજાએ બેગમ મુમતાઝને નજીવી બાબતે આપ્યા તલાક, ફરિયાદ બાદ ધરપકડ

    મુમતાઝને તેના પતિ શરીફ ગાંજા સાથે નાની-નાની વાતોમાં તકરાર થતી રહેતી હતી. જ્યારે તાજેતરમાં જ નાની તકરાર થતાં શરીફ ગાંજાએ મહિલાને પરિવારની હાજરીમાં ટ્રિપલ તલાક આપી દીધા હતા.

    - Advertisement -

    બોટાદમાં પહેલો ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના રાણપુર શહેરમાં રહેતી અને ત્રણ સંતાનની માતા 50 વર્ષીય મુમતાઝ નામની મહિલાએ તેના પતિ શરીફ ગાંજા સામે ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાવી છે. બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદ શરીફ ગાંજાએ તેની 50 વર્ષીય બેગમ મુમતાઝને ત્રણવાર તલાક બોલી તલાક આપી દીધા હતા. મહિલાએ આ મામલે ગુસ્સે થઈ જઈને આરોપી શરીફ ગાંજા વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે આરોપી શરીફ ગાંજાની ધરપકડ કરી છે.

    બોટાદમાં આવેલા રાણપુરમાં રહેતી 50 વર્ષીય મુમતાઝ નામની મહિલાએ તેના પતિ શરીફ અબ્દુલ ગાંજા વિરુદ્ધ તલાક મામલે રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, મહિલાનું પિયર બોટાદ છે અને 30 વર્ષ પહેલાં તેના નિકાહ રાણપુર રહેતા શરીફ ગાંજા સાથે થયા હતા. તેને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. પરંતુ મહિલાને તેના પતિ શરીફ ગાંજા સાથે નાની-નાની વાતોમાં તકરાર થતી રહેતી હતી. જ્યારે તાજેતરમાં જ નાની તકરાર થતાં શરીફ ગાંજાએ મહિલાને પરિવારની હાજરીમાં ટ્રિપલ તલાક આપી દીધા હતા.

    મુમતાઝે આ અંગે બંનેના પરિવારોમાં વાત કરી હરી. બંને પક્ષેથી સમજાવવા છતાં શરીફ ગાંજા સમજ્યો ન હતો અને ટ્રિપલ તલાકના નિર્ણય પર અડગ રહ્યો હતો. જેથી મહિલાએ આ મામલે કાયદાનો સહારો લીધો હતો અને રાણપુર પોલીસ સ્ટેશન પર આ આ મામલે ફરિયાદ દાખલ કરાવી હતી. રાણપુર પોલીસે આરોપી શરીફ ગાંજા વિરુદ્ધ મુસ્લિમ અધિનિયમ હેઠળ કલમ 498(3), 323, 504, 506(2) અને મુસ્લિમ અધિનિયમ 2018ની કલમ 3, 4 મુજબ ફરિયાદ નોંધી હતી. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શરીફ ગાંજાની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, દેશમાં ટ્રિપલ તલાક એટલે કે એક સાથે ત્રણ વખત ‘તલાક’ શબ્દ બોલીને બેગમને તલાક આપવાને એક અપરાધ માનવામાં આવે છે. ટ્રિપલ તલાક (તલાક-એ-લિદ્દત) પર પ્રતિબંધ મૂકવાના ઉદેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ વર્ષ 2019માં લોકસભા પછી રાજ્યસભામાંથી બહુમતી સાથે પસાર થઈ ગયું હતું. જે બાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી તેને કાયદાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં