Saturday, November 23, 2024
More
    હોમપેજદેશભારત માટે અંતરિક્ષક્ષેત્રે ખાસ દિવસ: 17 વર્ષ પહેલાં લૉન્ચ કરેલા ઉપગ્રહ કાર્ટોસેટ-2નો...

    ભારત માટે અંતરિક્ષક્ષેત્રે ખાસ દિવસ: 17 વર્ષ પહેલાં લૉન્ચ કરેલા ઉપગ્રહ કાર્ટોસેટ-2નો કાર્યકાળ પૂર્ણ થતાં ISROએ હિંદ મહાસાગરમાં કર્યો નાશ, INSAT-3DS સેટેલાઈટનું પણ થશે પ્રક્ષેપણ

    ISROએ 17 વર્ષ પહેલાં લૉન્ચ કરેલા કાર્ટોસેટ-2નો સફળતાપૂર્વક પૃથ્વીના વાતાવરણમાં લાવીને હિંદ મહાસાગરમાં નાશ કર્યો છે. તે ભારત માટે એક મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે. ISROના આ કાર્યથી અવકાશમાં કચરો ફેલાશે નહીં જેથી અન્ય ઉપગ્રહો માટે પણ જોખમ રહેશે નહીં.

    - Advertisement -

    ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ભારતને અંતરિક્ષક્ષેત્રે દિનપ્રતિદિન વધુને વધુ મજબૂત કરવા પ્રયત્નશીલ છે. ચંદ્રયાન-3 મિશનની ભવ્ય સફળતા બાદ ISROએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તે સિદ્ધિઓમાં હવે વધુ એક ઉપલબ્ધિ સામેલ થઈ છે. ISROએ 17 વર્ષ પહેલાં લૉન્ચ કરેલા કાર્ટોસેટ-2 ઉપગ્રહને તેનો કાર્યકાળ પૂર્ણ થવા પર અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુમંડળમાં સફળતાપૂર્વક છોડી દીધો છે અને કાર્ટોસેટ-2નો હિંદ મહાસાગરમાં યોગ્ય રીતે નાશ પણ કરી દીધો છે. તેનો કાટમાળ પણ મળી શક્યો નથી. અવકાશમાં કાટમાળને ઓછો કરવા માટે ISROનું આ પગલું ખૂબ જ પ્રશંસનીય ગણવામાં આવી રહ્યું છે.

    ISROએ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ISROએ 17 વર્ષ પહેલાં લૉન્ચ કરેલા ઉપગ્રહ કાર્ટોસેટ-2નો સફળતાપૂર્વક પૃથ્વીના વાતાવરણમાં લાવીને હિંદ મહાસાગરમાં નાશ કર્યો છે. તે ભારત માટે એક મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે. ISROના આ કાર્યથી અવકાશમાં કચરો ફેલાશે નહીં જેથી અન્ય ઉપગ્રહો માટે પણ જોખમ રહેશે નહીં. 14 ફેબ્રુઆરી, 2024ના રોજ આ ઉપગ્રહે વાયુમંડળમાં પ્રવેશ કર્યો હતો અને હિંદ મહાસાગરમાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.

    સ્પેસ એજન્સીના એક અધિકારીએ શુક્રવારે (16 ફેબ્રુઆરી) આ વિશેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, “ઉપગ્રહે, 14 ફેબ્રુઆરીના રોજ ભારતીય સમય અનુસાર 3:48 કલાકે હિંદ મહાસાગરની ઉપર પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કર્યો હતો. તે ઉપગ્રહ સળગીને મહાસાગરના નાશ પામ્યો છે. કા તો તે ઉપર જ સળગીને પડ્યો હશે અથવા તો તે સમુદ્રમાં પડી ગયો હશે. તેનો કાટમાળ પણ મળી શક્યો નથી.”

    - Advertisement -

    ક્યારે લૉન્ચ થયો હતો ઉપગ્રહ?

    ISROના જણાવ્યા અનુસાર, આ ઉપગ્રહને દેશના હાઈ-રિઝોલ્યુશન ફોટો લઈ શકાય તે માટે 10 જાન્યુઆરી 2007ના રોજ લૉન્ચ કરવામાં આવ્યો હતો. જેથી રસ્તાઓ બનાવવા, નકશાઓ બનાવવા તેમજ અન્ય વિકાસના કાર્યો થઈ શકે. આ ઉપગ્રહની સમય મર્યાદાનો 5 વર્ષનો અંદાજ લગાવવામાં આવ્યો હતો પરંતુ તેણે 12 વર્ષ સુધી અવકાશમાં કામ કર્યું. વર્ષ 2019માં તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. કાર્ટોસેટ-2 હાઈ રિઝોલ્યુશન ઇમેજિંગ સેટેલાઈટ સિરીઝની બીજી પેઢીનો પ્રથમ ઉપગ્રહ હતો. અવકાશમાં કચરો ઓછો ફેલાય અને કોઈપણ ગ્રહ કે અન્ય સેટેલાઈટને નુકશાન ના થાય તે માટે આ ઉપગ્રહને નિયંત્રિત રીતે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો.

    30 વર્ષમાં નાશ થવાની સંભાવના હતી પણ અડગ રહ્યા વૈજ્ઞાનિકો

    સૂર્ય-સિંક્રનસ પોલર ઓર્બિટ પર આ ઉપગ્રહ તૈનાત કરવામાં આવ્યો હતો. તેનું વજન 680 કિગ્રા હતુ તેમજ પૃથ્વીથી 635 કિલોમીટરની ઊંચાઈએથી આ ઉપગ્રહે વર્ષ 2019 સુધી દેશના શ્રેષ્ઠ ફોટો મોકલ્યા હતા. શરૂઆતમાં એવી પણ આશા હતી કે 30 વર્ષમાં કાર્ટોસેટ-2 જાતે જ કુદરતી રીતે પૃથ્વી પર પડશે. પરતું વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે તેમાં બચેલા ઈંધણનો ઉપયોગ કરીને તેનો જમીન પર જ નાશ કરવામાં આવે. આથી આંતરરાષ્ટ્રીય નિયમોને અનુસરીને તેને પૃથ્વી પર પાછો લાવવામાં આવ્યો. જેથી અવકાશમાં અન્ય ઉપગ્રહ સાથે અથડાઈને આ નિષ્ક્રિય ઉપગ્રહ ખતરો ન બને.

    ISRO લૉન્ચ કરશે INSAT-3 DS

    ભારતનો સૌથી એડવાન્સ હવામાન સેટેલાઈટ INSAT-3DS 17 ફેબ્રુઆરી 2024ની સાંજે 5:35 કલાકે ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લૉન્ચ પેડ GSLV-F14 રોકેટથી થશે. GSLV-F14 રોકેટ INSAT-3DS સેટેલાઈટને લોન્ચિંગના લગભગ 18 મિનિટ બાદ તેની નક્કી કરેલી કક્ષામાં પહોંચાડી દેશે. આ સેટેલાઈટ 170 કિલોમીટર પેરીજી અને 36647 કિલોમીટર અપોજીવાળી અંડાકાર જીટીઓ કક્ષામાં ચક્કર લગાવશે. સેટેલાઈટનું કુલ વજન 2274 કિલોગ્રામ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં