ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં નહેર તોડવાનો પ્રયાસ કરનારા છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ તમામ આરોપીઓની ઓળખ રિકસાન શાહ, સિકંદર શાહ, વસીમ ખાન, સરદાર અલી, ઝીશાન અલી અને મુદ્દરિક અલી તરીકે થઇ છે. આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, સિંચાઈ વિભાગના અધિકારી સત્યેન્દ્ર વર્મા પોતાની ટીમ સાથે રાત્રિ પેટ્રોલિંગ પર નીકળ્યા હતા તે દરમિયાન આ તમામને પકડી લેવામાં આવ્યા હતા. તેઓ પસગવાં તાલુકાના બનકાગાંવ નજીક ઉચૌલિયા નજીક નહેર તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેઓ સફળ થાય તે પહેલાં જ તમામને ઝડપી પાડવામાં આવ્યા હતા.
After Silchar, another similar act of damaging the River Wall by Jihadis was prevented just in time, this time in Hardoi, UP.
— Vikrant ~ विक्रांत (@vikrantkumar) July 16, 2022
The Center should send an alert to all state govt to start the vigilance of river banks, especially during the monsoon session. pic.twitter.com/DF0iWqQgVK
જાણકારી મળ્યા અનુસાર, ઘટના બની ત્યારે નહેર 2946 ક્યુસેક ડિસ્ચાર્જ સાથે સંચાલિત હતી. જો આ સમયે નહેર તોડવામાં આવી હોત તો આસપાસનાં ગામોની સેંકડો હેકટર જમીનમાં પાણી ફરી વળ્યું હોત અને પૂરની સ્થિતિ સર્જાઈ હોત.
અધિકારીએ જણાવ્યું કે, શારદા નહેર સિસ્ટમની હરદોઈ શાખા અને લખનૌ શાખા પૂર્ણ ક્ષમતાથી ચાલી રહી છે. તેને તોડવાથી નહેર ક્ષતિગ્રસ્ત થઇ શકે છે અને તેનું બધું પાણી ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ શકે છે. જેનાથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે, આવું કૃત્ય કરનારા વિરુદ્ધ રાજકીય સંપત્તિને નુકસાન કરવાના આરોપસર એફઆઈઆર દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આસામમાં પૂર આવ્યું હતું. જોકે, આ પૂર કુદરતી આફત નહીં પરંતુ ‘માનવસર્જિત’ હતું. કારણ કે કેટલાક ઈસમોએ નદીની પાળ તોડી નાંખી હતી, જેના કારણે પાણી શહેરમાં ફરી વળ્યું હતું અને વિનાશક પૂર આવ્યું હતું. આ મામલે કાબુલ ખાન અને મિથુ હુસૈન સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આસામ સીએમ હિમંત બિસ્વ સરમાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતી વખતે કહ્યું હતું કે, આ માનવસર્જિત પૂલ છે અને અસામાજિક તત્વો દ્વારા નદીની પાળ તોડી નાંખવામાં આવી ન હોત તો પૂર આવ્યું ન હોત. તેમણે સિલ્ચારની પણ મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવશે નહીં અને ઘટનાની સઘન તપાસ કરવામાં આવશે.