Thursday, May 9, 2024
More
    હોમપેજદેશકર્ણાટક અને આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ નેતાઓના ઠેકાણાં પર EDના દરોડા: ₹31 લાખ સહિત...

    કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ નેતાઓના ઠેકાણાં પર EDના દરોડા: ₹31 લાખ સહિત અનેક દસ્તાવેજો જપ્ત, મની લોન્ડરિંગ મામલે ચાલી રહી છે તપાસ

    તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, કોંગ્રેસ નેતા ભરત રેડ્ડીએ કથિત રીતે વિધાનસભા ચૂંટણીના થોડાક જ મહિનામાં લગભગ ₹42 કરોડ એકત્ર કર્યા હતા અને તેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અનેક ઠેકાણાં પર કાર્યવાહી હાથ ધરી છે. મની લોન્ડરિંગ કેસ મામલે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય ભરત રેડ્ડી, સૂર્ય નારાયણ રેડ્ડી અને બીજા અન્ય આરોપીઓના ઠેકાણાં પર EDના દરોડા પડ્યા છે. આ સાથે આંધ્રપ્રદેશમાં પણ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અનેક ઠેકાણાં પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.

    મંગળવારે (13 ફેબ્રુઆરી) EDએ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસ મામલે કરવામાં આવી રહી હોવાના સમાચાર છે. કર્ણાટક કોંગ્રેસના નેતા ભરત રેડ્ડી અને સૂર્ય નારાયણ રેડ્ડી સહિત અનેક લોકો આ મામલે આરોપી છે. તેને લઈને EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં EDના દરોડા દરમિયાન લાખો રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી છે. જેને એજન્સી દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. એ સિવાય પણ અન્ય ઘણા દસ્તાવેજો હાથ લાગ્યા છે.

    EDએ આ મામલે જણાવ્યું છે કે, બંને રાજ્યોમાંથી કાર્યવાહી દરમિયાન ₹31 લાખની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. સાથે એજન્સી દ્વારા કહેવામાં આવ્યું કે, આ મામલે કર્ણાટકના બેલ્લારીમાં FIR દાખલ કરવામાં આવી હતી અને આ મામલે 10 ફેબ્રુઆરીએ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા સૂર્ય નારાયણ રેડ્ડી અને ભરત રેડ્ડી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે કર્ણાટકમાં આ મામલે FIR પણ નોંધાઈ હતી.

    - Advertisement -

    તપાસ એજન્સીને સર્ચ ઓપરેશન દરમિયાન અન્ય પણ અનેક પુરાવા મળ્યા છે. જે બાદ એજન્સીએ દાવો કર્યો છે કે, કોંગ્રેસ નેતા ભરત રેડ્ડીએ કથિત રીતે વિધાનસભા ચૂંટણીના થોડાક જ મહિનામાં લગભગ ₹42 કરોડ એકત્ર કર્યા હતા અને તેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો.

    અનેક દસ્તાવેજો અને પુરાવા મળી આવ્યા

    આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ED દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ગુનાહિત દસ્તાવેજો, બિઝનેસ રેકોર્ડ્સ અને સ્થાવર અને જંગમ મિલકતોની વિગતોનું નેટવર્ક મળી આવ્યું છે. એજન્સીએ કહ્યું છે કે, આ સમયગાળા દરમિયાન બિનહિસાબી રકમ સાથે અનેક મહત્વપૂર્ણ પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે અને તેને જપ્ત કરી લેવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે ભરત રેડ્ડી, તેના સહાયક રથના બાબુ અને અન્ય લોકો ગેરકાયદેસર ચુકવણી માટે રોકડ એકત્ર કરવામાં સામેલ હતા. EDની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, શરથ રેડ્ડી (ભરત રેડ્ડીના ભાઈ)એ વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. EDએ કહ્યું છે કે, આ સમગ્ર કેસ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં