Friday, November 22, 2024
More
    હોમપેજદેશવડાપ્રધાન મોદી UAE જવા રવાના: અબુધાબીમાં પહેલા હિંદુ મંદિરનું કરવાના છે ઉદ્ઘાટન,...

    વડાપ્રધાન મોદી UAE જવા રવાના: અબુધાબીમાં પહેલા હિંદુ મંદિરનું કરવાના છે ઉદ્ઘાટન, UAEએ કહ્યું- મોદી અમારા મહેમાન, તે અમારા માટે ગૌરવની વાત

    વડાપ્રધાન મોદીએ લગભગ 11:40 વાગ્યે UAE માટે ઉડાન ભરી લીધી છે. તેઓ સાંજે 4 વાગતા અબુધાબી પહોંચશે. ત્યાં પહોંચીને લગભગ 5:30 સુધી દ્વિપક્ષીય વાતચીત થશે. લગભગ સાંજે 8 વાગ્યાથી લઈને 9:30 સુધી અહલાન મોદી ઇવેન્ટ યોજાશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન જાયદ અલ બન્ને હાજર રહેશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE જવા રવાના થઈ ચુક્યા છે. આ 2 દિવસીય પ્રવાસમાં તેઓ સંયુક્ત આરબ અમીરાતમાં ખાસ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. આ યાત્રામાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વિભિન્ન વિષયો પર ચર્ચાઓ કરશે. ખાસ તો તેઓ અબુધાબીમાં પ્રથમ ભવ્ય હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. વર્ષ 2015થી અત્યાર સુધીમાં પીએમ મોદીની આ સાતમી UAE યાત્રા છે.

    ઉલ્લેખનીય છે કે UAE માટે ઉડાન ભરતા પહેલા વડાપ્રધાને રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન જાયદને ભાઈ કહીને સંબોધ્યા હતા. પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરતા વડાપ્રધાને લખ્યું હતું કે, “આગામી 2 દિવસ હું વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લેવા સંયુક્ત આરબ અમીરાત અને કતારની યાત્રા કરવાનો છું, જેના થકી આ દેશો સાથે ભારતના દ્વિપક્ષી સમાંબંધો વધુ મજબૂત થશે. પદ સંભાળ્યા બાદથી આ મારી સાતમી યાત્રા હશે, જે દર્શાવે છે કે અમે મજબૂત ભારત-UAE મિત્રતાને કેટલી પ્રાથમિકતા આપીએ છીએ”

    રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનને કહ્યા ભાઈ

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જ પોસ્ટમાં શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનને ભાઈ તરીકે સંબોધ્યા હતા. તેમણે લખ્યું હતું કે, “હું મારા ભાઈ એચએચ શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળવા ઉત્સુક છું. મને સંયુક્ત આરબ અમીરાતમાં પ્રથમ હિંદુ મંદિરના ઉદ્ઘાટન કરવાનું સન્માન મળશે. હું અબુધાબીમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરીશ. હું વર્લ્ડ ગવર્ન્મેન્ટ સમિટમાં પણ સંબોધન આપીશ અને દુબઈમાં શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરીશ.”

    - Advertisement -

    વડાપ્રધાન મોદી અમારા મહેમાન તે અમારા માટે ગૌરવવી વાત- UAE

    બીજી તરફ UAEના રાજદૂતે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે, તેમણે કહ્યું કે, “વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ ખૂબ ફ્ત્વ્પૂર્ણ છે. તે ભારત-UAEના સંબંધોની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદી વર્લ્ડ ગવર્ન્મેન્ટ સમિટમાં અમારા મહેમાન બનશે અને બીએપીએસ મંદિરનું ઉદ્ઘાટન કરવા સંયુક્ત આરબ અમીરાત આવે છે તેને લઈને અમે ગૌરવ અનુભવીએ છીએ. મને વિશ્વાસ છે કે આ યાત્રા બંને દેશોના સંબંધોને એક નવી ઉન્ચાઇએ લઇ જશે.”

    શું હશે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની અંદાજીત રૂપરેખા

    વડાપ્રધાન મોદીએ લગભગ 11:40 વાગ્યે UAE માટે ઉડાન ભરી લીધી છે. તેઓ સાંજે 4 વાગતા અબુધાબી પહોંચશે. ત્યાં પહોંચીને લગભગ 5:30 સુધી દ્વિપક્ષીય વાતચીત થશે. લગભગ સાંજે 8 વાગ્યાથી લઈને 9:30 સુધી અહલાન મોદી ઇવેન્ટ યોજાશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન જાયદ અલ બન્ને હાજર રહેશે.

    અબુધાબીમાં સૌથી પહેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન

    પીએમ જે મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે તે અબુ ધાબીનું પહેલું હિંદુ મંદિર છે. આ મંદિર સંયુક્ત આરબ અમીરાતના અમીર વ્યક્તિ દ્વારા ભેટમાં આપવામાં આવેલી 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિરના ડિરેક્ટર પ્રણવ દેસાઈએ આ મંદિર માટે UAE અને ભારતીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે.

    સ્વામિનારાયણ સંપ્રદાયની અધિકારીક વેબસાઈટ અનુસાર, સંપ્રદાયના હિંદુ મંદિરો યુએઈના અબુધાબી, દુબઈ, શારજાહ અને રુવાઈસ શહેરોમાં પણ આવેલાં છે. જેમાંથી ઘણા મંદિર બની ગયાં છે અને બીજાંનું નિર્માણ થઇ રહ્યું છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર ઓમાનના મસ્કત, સોહર, કુવૈત અને બહેરીનમાં પણ આવેલાં છે.

    સ્વામિનારાયણ સંપ્રદાયની બોચાસણીવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના તત્કાલીન અધ્યક્ષ, પ્રમુખસ્વામી મહારાજ 5 એપ્રિલ, 1997ના રોજ UAEના શારજાહના રણ વિસ્તારમાં મુલાકાતે ગયા હતા. જ્યાં સ્વામીજીએ વિશ્વ શાંતિ અને તમામ ધર્મો વચ્ચે એકબીજા માટે સ્નેહભાવ રહે તેવી પ્રાર્થના કરી. તેમણે તમામ દેશોની પ્રગતિ માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

    આ સાથે તેમણે અબુ ધાબીમાં એક હિંદુ મંદિર બનાવવની પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી. પછીના બે દાયકાઓમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોએ સ્વામીજીના વિઝન મુજબ મંદિર બનાવવા માટે યુએઈના લોકો અને ત્યાંના નેતાઓને મળ્યા તેમની પરવાનગી માંગી. આ સાથે જ તેઓએ મંદિર નિર્માણ માટે જમીનની પણ માંગણી કરી હતી.

    જે પછી વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ ભારત અને UAE વચ્ચે પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા. આ પછી વર્ષ 2015માં UAE સરકારે હિંદુ મંદિર માટે સંસ્થાને જમીન ફાળવી હતી. જેના માટે પીએમ મોદીએ UAE સરકારની ખૂબ પ્રશંસા કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં