લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં ફરી એકવાર ખેડૂત આંદોલન શરૂ થઇ ગયું છે. ખેડૂતોએ ‘ચલો દિલ્હી’ નામથી દેશની રાજધાની તરફ કુચ કરી છે. ખેડૂત આંદોલનના કારણે પંજાબ, હરિયાણાના સંવેદનશીલ વિસ્તારોમાં ઉપરાંત સંપૂર્ણ દિલ્હીમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. ત્યારે ભૂતકાળની જેમ આ વખતે પણ આ ખેડૂત અંદોલન કરતા ખાલિસ્તાનીઓનું સમર્થન વધુ લાગી રહ્યું છે. ખેડૂતોએ કાઢેલી રેલીમાં ટ્રેક્ટરો પર ખાલિસ્તાન અને ભિંડરાવાલેના ફોટા સાથેના ઝંડા જોવા મળ્યા હતા.
#WATCH | Farmers with their tractors move towards the Shambhu border near Ambala from Fatehgarh Sahib in Punjab, as farmer unions have given 'Chalo Delhi' protest call over their various demands pic.twitter.com/I3rpCnQ8Gc
— ANI (@ANI) February 13, 2024
આ ઉપરાંત ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાની ચળવળનું સમર્થન કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. શંભુ બોર્ડર પર પહોચેલાં ખેડૂતોના ટોળાએ ડિબ્રુગઢની જેલમાં બંધ ખાલિસ્તાની આતંકી અમૃતપાલ સિંઘને છોડવાની માંગ સાથેના નારા પણ લગાવ્યા હતા.
આ મામલે ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકી ગુરપતવંત સિંઘ પન્નુએ પણ પંજાબ ખેડૂતોને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉશ્કેરતો એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, “તમને કેન્દ્ર સરકાર પાસેથી માંગીને કશું મળશે નહિ. એના માટે તમારે દિલ્હી જીતવું પડશે.” જે પછી તેને મોદી હાઉસ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની પણ વાત કરી હતી
Khalistani militant and CIA asset Guruvant Singh Pannu published video in support of Farmers protest.
— Mona Patel 🇮🇳🐅🌳 (@MonaPatelT) February 12, 2024
Do we need more proof that it's not farmers protest but anti India forces supported regime change operation ? pic.twitter.com/RiiIZ2PDas
ખેડૂત આંદોલન મામલે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને કૃષિ પ્રધાન અર્જુન મુંડા સહિતના નેતાઓએ ચંદીગઢમાં ખેડૂતો સાથે મીટીંગ કરી હતી. પરંતુ બેઠકમાં પણ કોઈ સમજુતી ન થતા ખેડૂતોએ ફરી દિલ્હી તરફ કુચની જાહેરાત કરી હતી. જે પછી ખેડૂતો તેમના ટ્રેક્ટરો સાથે દિલ્હી પહોંચ્યા છે. આંદોલનને ધ્યાને રાખી દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. રાજધાની દિલ્હીને અડીને આવેલી ઘણી સરહદો સીલ કરી દેવામાં આવી છે.
કેટલાક અંદોલનકારીઓએ શંભુ બોર્ડર પર આવેલા બેરિકેડ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જે પછી પોલીસે કાર્યવાહી કરતા તેમને રોક્યા હતા. હરિયાણા પોલીસે બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાની ના પાડી દીધી હતી. ત્યારે આંદોલનકારીઓ ઉશ્કેરાયા હતા, જે પછી ટોળાને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. આંદોલનના કારણે દિલ્હી-નોઈડા મેઈન રોડ અને NH24 પર ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ હતી.
આ ઉપરાંત હરિયાણાથી દિલ્હી આવતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ચંદીગઢમાં ઘણી શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટે એક એડવાઈઝરી જારી કરીને મુસાફરોને ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરી છે. ખેડૂત અંદોલનના કારણે સમગ્ર દિલ્હીમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે.