ઉત્તર પ્રદેશની યોગી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા છે. લકઝરી બસમાં સમાજવાદી પાર્ટી સિવાયના તમામ દળના ધારાસભ્યો યોગી કેબિનેટ સાથે અયોધ્યા પહોંચ્યા હતા. મંત્રીઓ અને ધારાસભ્યો અયોધ્યા બોર્ડર પાસે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે ત્યાં બુલડોઝર પણ હાજર હતું. સાથે મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા. લોકોએ યોગી સરકારના મંત્રીઓનું સ્વાગત પુષ્પવર્ષાથી કર્યું હતું. મંત્રીઓના કાફલા સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્લેન દ્વારા રામ જન્મભૂમિ પહોંચ્યા હતા.
#WATCH अयोध्या: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने विधायकों और उत्तर प्रदेश विधानसभा अध्यक्ष सतीश महाना के साथ राम जन्मभूमि मंदिर में दर्शन किए। pic.twitter.com/S52uMmcU0D
— ANI_HindiNews (@AHindinews) February 11, 2024
યોગી સરકારની કેબિનેટ અને ધારાસભ્યો અયોધ્યા રામલલાના દર્શન માટે પહોંચ્યા હતા. અયોધ્યામાં પ્રવેશતા સમયે લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. મંત્રીઓની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યા પહોંચ્યા. અયોધ્યા પહોંચીને તેમણે સૌપ્રથમ રામલલાના દર્શન કર્યા હતા. ત્યારબાદ 1 કલાક સુધી પૂજાનો કાર્યક્રમ ચાલ્યો. યોગી મંત્રીમંડળ આ પૂજામાં સહભાગી થયું. મંત્રીઓ અને ધારાસભ્યો પોતાના પરિવારની સાથે લખનૌથી લકઝરી બસોમાં અયોધ્યા પહોંચ્યા હતા.
10 લકઝરી બસોના કાફલા સાથે પહોંચ્યા અયોધ્યા
યુપી વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાના નેતૃત્વમાં વિધાનસભા ભવનથી સવારે લગભગ 8 વાગ્યે મંત્રીમંડળના મંત્રીઓ અને ધારાસભ્યો સાથે 10 લકઝરી બસો રવાના થઈ હતી. સાથે સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. 10 સરકારી લકઝરી બસોની વ્યવસ્થા પરિવહન મંત્રી દ્વારા કરવામાં આવી હતી. અયોધ્યા સુધીની યાત્રા દરમિયાન બસોમાં ધારાસભ્યો દ્વારા રામધૂન પણ કરવામાં આવી હતી. સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્લેન દ્વારા અયોધ્યા પહોંચ્યા હતા.
#WATCH अयोध्या: उत्तर प्रदेश विधानसभा अध्यक्ष सतीश महाना ने कहा, "मैं बहुत भावुक हूं क्योंकि मैं जब इस स्थान पर आया था तो यहां एक ढ़ांचा खड़ा था, जो 6 दिसंबर को हमारे सामने टूटा था। मैं उस समय यहां पर आया था जब 1990 में यहां गोली चली थी। मैं उस समय यहां पर आया था जिस समय चबूतरे… pic.twitter.com/7TIkewxu4B
— ANI_HindiNews (@AHindinews) February 11, 2024
ઉત્તર પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ આ અંગે કહ્યું છે કે, “હું ખૂબ જ ભાવુક છું, કારણ કે હું જ્યારે અહિયાં આવ્યો હતો ત્યારે અહીં એક ઢાંચો ઊભો હતો. જે 6 ડિસેમ્બરે અમારી સામે તૂટ્યો હતો. હું તે સમયે અહીં આવ્યો હતો જ્યારે 1990માં અહિયાં ગોળી ચાલી હતી. હું તે સમયે અહીં આવ્યો હતો જ્યારે ચબૂતરાનું નિર્માણ થયું હતું અને આજે સૌથી વધુ સૌભાગ્યની વાત એ છે કે, ભગવાનના પ્રત્યક્ષ રીતે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભાવુક છું, સમર્પિત છું ભગવાનના ચરણોમાં.”