Saturday, November 23, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકશ્રીલંકા કટોકટી પર NDTVનું જુઠ્ઠાણું પકડાઈ ગયું; વિદેશ મંત્રાલયે ખરી માહિતી જાહેર...

    શ્રીલંકા કટોકટી પર NDTVનું જુઠ્ઠાણું પકડાઈ ગયું; વિદેશ મંત્રાલયે ખરી માહિતી જાહેર કરતાં ટ્વિટ ડિલીટ કરવી પડી

    શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને માલદીવ્સથી સિંગાપોર લઇ જવા ભારતે જેટ પ્લેન દ્વારા મદદ મોકલી હોવાનો NDTVનો દાવો ત્યારે ખોટો સાબિત થયો જ્યારે વિદેશ મંત્રાલયે ખુલાસો કર્યો.

    - Advertisement -

    શ્રીલંકા કટોકટી પર NDTV નું જુઠાણું, આમતો NDTV દેશમાં જુઠાણા ચલાવવા માટે પહેલેથી કુખ્યાત છે, તેવામાં તેના ખોટા ખજાનામાંથી તેને એક નવી ખબર તેણે છાપી છે. ગુરુવારે (14 જુલાઈ 2022)ના રોજ ભારત સરકારે ચોખવટ કરી હતી કે શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ગોટાબાયા રાજપક્ષેના પ્રવાસમાં તેની કોઈ ભૂમિકા નથી અને દેશે તેમને ક્યારેય શ્રીલંકાથી ભાગવામાં મદદ કરી નથી. તે મામલે NDTV જુઠાણા ફેલાવતું ટ્વીટ કરીને ખોટા સમાચાર ભારતની છબી બગાડવાનો પ્રયાસ કર્યો હતો.

    વિદેશ મંત્રાલય (MEA) અને માલદીવમાં ભારતના ઉચ્ચ આયોગે મીડિયા ચેનલો દ્વારા કરવામાં આવેલા આવા તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા જેમણે કહ્યું હતું કે ભારતે માલદીવ સરકારની વિનંતી પર રાજપક્ષે માટે માલદીવમાં ખાનગી જેટ મોકલ્યું હતું.

    આ પછી પણ ડાબેરી ન્યૂઝ ચેનલ NDTVએ ટ્વીટ કર્યું અને એક અહેવાલમાં ખોટો દાવો કર્યો હતો કે “રાજપક્ષેને ભારત દ્વારા મોકલવામાં આવેલા ખાનગી જેટમાં માલદીવથી સિંગાપોર લઈ જવામાં આવશે: રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે હાલમાં વેલાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છે. તે પ્રાઈવેટ જેટમાં પ્રસ્થાન કરવા તૈયાર છે જે દિલ્હીથી આવવાનું બાકી છે”,

    - Advertisement -
    સાભાર Opindia English

    મીડિયા ચેનલે ટ્વીટમાં એમ પણ ઉમેર્યું હતું કે રાજપક્ષે માટેની વ્યવસ્થા માલદીવ સરકારે ભારત સરકારના મદદ કરવા વિનંતી કર્યા પછી કરવામાં આવી હતી. ભારત સરકારે આવા તમામ દાવાઓને ફગાવી દીધા હતા અને ગુરુવારે ખુલાસો કર્યો હતો કે રાજપક્ષેની મુસાફરીની વ્યવસ્થા કરવામાં તેમનો કોઈ હાથ નથી. એમઇએ જણાવ્યું હતું કે “શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેની દેશમાંથી મુસાફરીમાં અથવા તેને સુવિધા આપવામાં ભારતની કોઈ ભૂમિકા નથી”

    અહેવાલ મુજબ, NDTV એ 14 જુલાઈના રોજ ખોટા દાવાઓ સાથેની ટ્વીટને પાડીલીટ કરી હતી. અગાઉ પણ, કોલંબોમાં ભારતીય હાઈ કમિશને શ્રીલંકાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ ગોટાબાયા રાજપક્ષેને માલદીવ ભાગી જવા માટે મદદ કરવાનો ઈન્કાર કર્યો હતો. દેશમાં વધતી જતી રાજકીય અને આર્થિક સમસ્યાઓ વચ્ચે શ્રીલંકાના લોકોને સમર્થન આપતા હાઈ કમિશને કહ્યું હતું કે મીડિયા અહેવાલો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે રાજપક્ષેને શ્રીલંકામાંથી ભાગી છૂટવામાં મદદ કરી તે ‘પાયાવિહોણા અને અનુમાનિત’ છે.

    MEA એ દરમિયાન ઉમેર્યું હતું કે ભારત શ્રીલંકાના લોકો સાથે ઉભું રહેશે કારણ કે તેઓ લોકશાહી માધ્યમો અને મૂલ્યો દ્વારા સ્થાપિત લોકશાહી સંસ્થાઓ અને બંધારણીય માળખા દ્વારા સમૃદ્ધિ અને પ્રગતિ માટેની તેમની આકાંક્ષાઓને સાકાર કરવા માગે છે.

    ગૃહ સ્પીકરના કાર્યાલયના જણાવ્યા અનુસાર શ્રીલંકાના મુશ્કેલીમાં મુકાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ગુરુવારે સિંગાપોર પહોંચ્યા પછી રાજીનામું આપી દીધું હતું. સ્પીકર મહિન્દા યાપા અબેવર્દેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સપ્તાહના અંતમાં પ્રદર્શનકારીઓએ તેમના ભવન પર હુમલો કર્યા પછી 73 વર્ષીય નેતા શહેર-રાજ્યમાં પહોંચ્યાના કલાકો પછી રાજપક્ષેએ ઇમેઇલ દ્વારા રાજીનામું આપ્યું હતું.

    સાંજે, રાજપક્ષને લઈ જતી સાઉદી એરલાઈન્સની ફ્લાઈટ સિંગાપોર ચાંગી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી. મીડિયાની પૂછપરછના જવાબમાં, સિંગાપોરના વિદેશ મંત્રાલયના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે તેમણે આશ્રયની વિનંતી કરી નથી અથવા તો સામેથી આશ્રય આપવામાં આવ્યો નથી. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સિંગાપોર સામાન્ય રીતે આશ્રયની વિનંતીઓ સ્વીકારતું નથી.

    શ્રીલંકા, 22 મિલિયન રહેવાસીઓનું રાષ્ટ્ર, વિકટ આર્થિક મંદીનો અનુભવ કરી રહ્યું છે, જે સાત દાયકામાં સૌથી ખરાબ છે, લાખો લોકો ખોરાક, દવાઓ, ઊર્જા અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવામાં અસમર્થ છે. દેશના કાર્યવાહક પ્રમુખ વિક્રમસિંઘેએ ગઈકાલે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં