સામી લોકસભા ચૂંટણીએ ચર્ચા શરૂ થઈ હતી કે રાષ્ટ્રીય લોકદળ (RLD) NDAમાં સામેલ થઈ શકે છે. ભાજપ અને RLD વચ્ચે સીટ શેરિંગ પર પણ સહમતિ બની ગઈ હોવાનું પણ સામે આવ્યું. દરમ્યાન, ભારત સરકારે ચૌધરી ચરણ સિંહને ‘ભારત રત્ન’ આપવાનું એલાન કરતાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ. RLD અધ્યક્ષ જયંત ચૌધરીએ એવા સંકેત આપ્યા છે, જેનાથી RLD NDAમાં સામેલ થશે તે લગભગ નક્કી થઈ ગયું છે અને હવે માત્ર ઔપચારિકતાઓ જ બાકી રહી છે.
શુક્રવારે (9 ફેબ્રુઆરી, 2024) PM મોદીની કેન્દ્ર સરકારે RLD નેતા જયંત ચૌધરીના દાદા અને દેશના પૂર્વ PM ચૌધરી ચરણ સિંહને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી. ભારત રત્નની ઘોષણાથી જયંત ચૌધરી ભાવુક થઇ ગયા. તેમણે PMનો આભાર માન્યો હતો. ત્યારબાદ મીડિયાના ભાજપ સાથેના ગઠબંધન અંગેના પ્રશ્ન પર જયંત ચૌધરીએ કહ્યું કે, ‘શું હવે કોઈ કસર બાકી રહી છે? હવે હું કયા મોઢે ના પાડું?”
#WATCH | When asked if he is ready to join hands with BJP-NDA, RLD chief Jayant Chaudhary says, "Koi kasar rehti hai? Aaj main kis muh se inkaar karoon aapke sawalon ko." pic.twitter.com/6dTo21wzk6
— ANI (@ANI) February 9, 2024
આજ સુધી કોઇ સરકાર ન કરી શકી તેવો નિર્ણય બેબાકીપૂર્વક, નરેન્દ્ર મોદીજીના વિઝન, પ્રયાસો અને તેમના સમર્પણભાવથી થઈ શક્યો. હું કોટિ-કોટિ ધન્યવાદ અર્પિત કરું છું. જેઓ આજે મુખ્યધારામાં નથી, તેમની હિંમતને પ્રોત્સાહન આપતો નિર્ણય ભારત સરકારે લીધો છે. ચૌધરી સાહેબને માનનારા લોકો માટે આ ખુશીની પળો છે. હું ચૌધરી અજિત સિંહજીને પણ યાદ કરું છું અને મોદીજીને ધન્યવાદ કરું છું, કારણ કે આજે તેમણે ચૌધરી અજિત સિંહજીનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કર્યું.
#WATCH | RLD chief Jayant Chaudhary says, "What previous governments could not do till today has been completed by PM Modi's vision. I would like to once again express my gratitude to PM Modi's govt for encouraging the people who aren't part of the mainstream…" pic.twitter.com/SydlLmBRzO
— ANI (@ANI) February 9, 2024
આ પ્રકારના નિવદેન બાદ એટલું સ્પષ્ટ થઇ ગયું છે, કે આગામી લોકસભાની ચૂંટણી માટે RLD અને ભાજપે હાથ મિલાવી લીધા છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર ભારતીય જનતા પાર્ટીએ જયંત ચૌધરીને બાગપત અને બિજનૌરની લોકસભા સીટો ઓફર કરી છે. આ ઉપરાંત કેન્દ્રમાં સરકાર બનવા પર મંત્રી પદનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે.
બીજા એક અહેવાલ મુજબ બંને પક્ષો વચ્ચે આગામી ત્રણ દિવસમાં ગઠબંધનની જાહેરાત થઇ શકે છે. મહત્વનું એક છે કે બીજી તરફ વિપક્ષો દાવો કરી રહ્યા છે કે, RLD એ I.N.D.I ગઠબંધનનું જ સભ્ય છે પરંતુ પાર્ટી પ્રમુખ જયંત ચૌધરી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી ન હતી અને ઉપરથી NDAમાં સામેલ થવાના સંકેતો આપ્યા.
ઉલ્લેખનીય છે કે RJD અને BJP વર્ષ 2009ની સામાન્ય ચૂંટણી સાથે મળીને લડ્યા હતા. જેમાં RJDને 5 સીટો મળી હતી. જે પછીની 2014 અને 2019ની ચૂંટણીમાં બંને પાર્ટીઓ સ્વતંત્ર ચૂંટણી લડી હતી. જેમાં RLDને એક પણ સીટ મળી ન હતી. જયારે BJPને 2019માં 19 સીટો જીતી હતી. RLDને જાટ સમુદાયની પાર્ટી માનવામાં આવે છે. પરંતુ છેલ્લી ચૂંટણીમાં જાટોએ પણ BJPને સમર્થન આપ્યું હતું. જેથી જાટ સમુદાયના વોટ ફંટાતા RLDને ફટકો પડ્યો હતો. ત્યારે આ વખતે ભાજપના સાથથી RLD વોટોને ફંટાતા રોકી શકશે.