Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતભચાઉ કોર્ટે મુફ્તી અઝહરીના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર: જૂનાગઢ પહેલાં કચ્છના...

    ભચાઉ કોર્ટે મુફ્તી અઝહરીના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર: જૂનાગઢ પહેલાં કચ્છના સામખિયાળીમાં આપ્યું હતું ભડકાઉ ભાષણ

    પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં ભચાઉ કોર્ટે આરોપી મુફ્તી અઝહરીના 14ના બદલે 3 દિવસના રિમાન્ડને મંજૂર કર્યા હતા.

    - Advertisement -

    જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે પકડાયેલા મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં સલમાન અઝહરીને બુધવારે (07 જાન્યુઆરી 2024) જામીન મળ્યા હતા. જે પછી કચ્છ પોલીસે કચ્છના સામખિયાળીમાં આપેલા ભડકાઉ ભાષણ મામલે તેનો કબજો લઈ 08 જાન્યુઆરી 2024ના રોજ ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં ભચાઉ કોર્ટે આરોપી મુફ્તી અઝહરીના 14ના બદલે 3 દિવસના રિમાન્ડને મંજૂર કર્યા હતા. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે 15થી વધુ પોલીસવાન અને 150 જેટલા પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે મુફ્તીએ કોર્ટમાં રજુ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે મુફ્તી સલમાન અઝહરીએ કચ્છના સામખિયાળીમાં પણ જૂનાગઢ જેવું જ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેનો પણ વિડીયો વાયરલ થયો હતો, જે પછી સામખિયાળી પોલીસે મુફ્તી અને કાર્યક્રમના આયોજક વિરુદ્ધ FIR દાખલ કરી હતી. ત્યારબાદ બુધવારે (7 ફેબ્રુઆરી, 2024) આયોજક મામદખાન મુરની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    કચ્છના સામખિયાળીમાં ભાષણ આપ્યા બાદ તે જ દિવસે મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં મુસ્લિમ સમુદાયના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો ફરતો થયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી અને અઝહરી અને 2 આયોજકો સામે FIR નોંધી હતી. આયોજકોએ કાર્યક્રમ વ્યસનમુક્તિનો હોવાનું કહીને પરવાનગી માગી હતી. 

    - Advertisement -

    ફરિયાદ દાખલ થયા બાદ મુફ્તી અઝહરીને પકડવા માટે ગુજરાત ATS મહારાષ્ટ્રના મુંબઈમાં પહોંચી હતી. જ્યાંથી તેની અટકાયત કરાતા ભારે હોબાળો મચવા પામ્યો હતો. ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર તેના સમર્થકોના ટોળાએ તેની અટકાયત રોકવાના પ્રયાસ કર્યા હતા, બાદમાં મુંબઈ પોલીસે ટોળા પર કાર્યવાહી કરતા ફરિયાદ દાખલ કરી ત્રણ ઈસમોની અટકાયત પણ કરી હતી. જે પછી મુફ્તી અઝહરીને મુંબઈથી અમદાવાદ અને ત્યાંથી જૂનાગઢ લાવવામાં આવ્યો હતો.

    જૂનાગઢમાં કરેલા ભડકાઉ ભાષણમાં મુફ્તી સલમાન અઝહરીએ હિંદુઓને કૂતરા સાથે સરખાવતા ‘આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા’ અને  ‘અભી તો કરબલા કા મૈદાન બાકી હૈ’ જેવા ભડકાઉ નિવેદનો આપ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મડિયામાં વાયરલ થયો હતો મુફ્તીની ધરપકડ બાદ તેની બચાવ ગેંગ એક્ટીવ થઈ હતી જે તેને નિર્દોષ હોવાનો દાવો કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં