Monday, September 9, 2024
More
    હોમપેજદેશપોતે જ કટ કર્યો ‘કાફિરો’વાળો ભાગ, અને હિન્દુત્વવાદીઓ પર નાખ્યો ક્લિપ ક્રોપ...

    પોતે જ કટ કર્યો ‘કાફિરો’વાળો ભાગ, અને હિન્દુત્વવાદીઓ પર નાખ્યો ક્લિપ ક્રોપ કરવાનો દોષ: મુફ્તી અઝહરીની કરતૂતો પર આ રીતે ઢાંકપિછોડો કરી રહી છે કટ્ટર ઇસ્લામી ગેંગ

    આ જ પ્રકારના દાવા સાથે અન્ય ઘણી પોસ્ટ કરવામાં આવી અને નેરેટિવ એવો ફેલાવવામાં આવ્યો કે તેઓ જે શૅર કરી રહ્યા છે તે સંપૂર્ણ વિડીયો છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. ઑપઇન્ડિયાએ જ્યારે અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે ક્લિપ ખરેખર હિન્દુત્વવાદીઓએ નહીં પરંતુ અઝહરીનો બચાવ કરનારી ગેંગે જ કટ કરી હતી.

    - Advertisement -

    જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી ઇસ્લામી ગેંગ મુફ્તી સલમાન અઝહરીનો બચાવ કરવા કૂદી પડી હતી. અમુકે કહ્યું કે, અઝહરીએ પેલેસ્ટાઇન સંદર્ભે ‘કુત્તોં કા વક્ત હૈ’ શબ્દો ઉચ્ચાર્યા હતા તો કોઈએ એવો પણ દાવો કર્યો કે હિંદુત્વવાદીઓએ મુફ્તીની ક્લિપ કટ કરીને અમુક જ ભાગ વાયરલ કર્યા છે અને સંદર્ભ દર્શાવ્યો નથી. અમુકે તેણે ભાષણમાં કોઇ સમુદાયનું નામ ન લીધું હોવાનું કહ્યું. 

    આ જ ગેંગમાં સામેલ છે મોહમ્મદ આસિફ ખાન. સોશિયલ મીડિયા સાઇટ X પર 93.4 હજાર ફોલોઅર્સ ધરાવતા મોહમ્મદ આસિફે સોમવારે (4 ફેબ્રુઆરી, 2024) મુફ્તી સલમાન અઝહરીના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી. તેણે અઝહરીનો એક 1 મિનિટ 34 સેકન્ડનો વિડીયો પોસ્ટ (આર્કાઇવ લિન્ક) કર્યો અને દાવો એવો કર્યો કે તેણે બધી વાતો પેલેસ્ટાઇનના સંદર્ભમાં કહી હતી. 

    આસિફ લખે છે, “આ મુફ્તી સલમાન અઝહરીનો સંપૂર્ણ વિડીયો છે. તેઓ પેલેસ્ટાઇન અને મુસ્લિમ દેશો વિશે વાત કરી રહ્યા હતા અને ત્યારબાદ પંક્તિઓ ઉચ્ચારી હતી.” આગળ આસિફ આરોપ લગાવતાં કહે છે, “હિન્દુત્વ આઈટી સેલે તેમનો વિડીયો ક્રોપ કરી દીધો અને એક સમુદાયને નિશાન બનાવ્યો હોવાના ખોટા દાવા સાથે તેને ફેરવ્યો હતો.” સાથે તેણે સલમાન અઝહરીના સમર્થનમાં હૅશટેગ પણ લખ્યા. આ લખાય રહ્યું છે તે ક્ષણ સુધીમાં વિડીયોને કુલ 2 લાખ 62 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે. 

    - Advertisement -

    ત્યારબાદ આ જ પ્રકારના દાવા સાથે અન્ય ઘણી પોસ્ટ કરવામાં આવી અને નેરેટિવ એવો ફેલાવવામાં આવ્યો કે તેઓ જે શૅર કરી રહ્યા છે તે સંપૂર્ણ વિડીયો છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. ઑપઇન્ડિયાએ જ્યારે અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે ક્લિપ ખરેખર હિન્દુત્વવાદીઓએ નહીં પરંતુ ઇસ્લામીઓએ જ કટ કરી હતી.

    મોહમ્મદ આસિફ અને અન્યો હિન્દુત્વવાદીઓ ઉપર મુફ્તીની અડધી ક્લિપ શૅર કરીને તેને ‘બદનામ કરવાનો’ આરોપ લગાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમણે પોતે જે ક્લિપ શૅર કરી છે તેમાં જ કાપકૂપ કરવામાં આવી છે અને જાણીજોઈને જ્યાં મુફ્તીએ ભડકાઉ વાતો કહી હતી તેને ઊડાવી દેવામાં આવી હતી. 

    જાણીજોઈને હટાવી દેવાયાં હિંદુઓને કાફિર ગણાવતાં વાક્યો

    અહીં વિડીયોમાં 1:04 પર કટ જોવા મળે છે. મુફ્તી જ્યાં ‘અભી કુરાન બાકી હૈ’ બોલે છે ત્યારબાદ અચાનક કટ આવે છે અને પછી ‘…જો રોજ હમસે ઉલઝતે હૈ, અભી તો કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ.…’ સંભળાય છે. જ્યાં કટ લગાવવામાં આવ્યો છે ત્યાં જ મુફ્તી સલમાન અઝહરીએ હિંદુઓને સંબોધીને ભડકાઉ વાતો કહી હતી. તેના શબ્દો હતા- ‘યે જાલિમ કાફિર ક્યા સમજતે હૈ.’ 

    મોહમ્મદ આસિફ અને ગેંગે શૅર કરેલા વિડીયોમાં જાણીજોઈને ‘કાફિરો’ના ઉલ્લેખવાળો ભાગ કાઢી નાખવામાં આવ્યો અને ઉપરથી હિંદુઓને જ ક્લિપ કાપીને શૅર કરનારા ગણાવી દેવામાં આવ્યા. જ્યારે વાસ્તવિકતા તો એ છે કે જે ક્લિપ આ ગેંગ શૅર કરી હતી તેમાં જ કાપકૂપ કરવામાં આવી છે. 

    અનએડિટેડ વિડીયોમાં 1 મિનીટ 4 સેકન્ડે સ્પષ્ટ સાંભળી શકાય છે કે મુફ્તી સલમાન અઝહરી ‘કાફિરો’નો ઉલ્લેખ કરે છે. પરંતુ તેના બચાવ માટે અને હિન્દુત્વવાદીઓને જ ગુનેગાર ગણાવવા માટે આ ભાગ ઉડાવી દેવામાં આવ્યો હતો. 

    એ વાત પણ નોંધવી જોઈએ કે મોહમ્મદ આસિફે જે ક્લિપ શૅર કરી છે, તે પણ ‘સંપૂર્ણ ભાષણ’ નથી. આખું ભાષણ લગભગ 53 મિનીટનું હતું, જે ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ભાષણમાં તેણે અન્ય પણ ઘણી ભડકાઉ વાતો કહી હતી, જે વિશે વિગતવાર અહીંથી વાંચી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં