દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે (7 ફેબ્રુઆરી) એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સમન્સનું પાલન ન કરવા બદલ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર પોતાનો આદેશ જાહેર કર્યો છે. કોર્ટે EDની ફરિયાદની નોંધ લીધી અને અરવિંદ કેજરીવાલને શનિવાર 17 ફેબ્રુઆરી, 2024ના રોજ હાજર રહેવા માટે સમન્સ જારી કર્યા.
Delhi Excise Policy Case: Rouse Avenue Court of Delhi takes cognizance of ED complaint and issues summons to Delhi CM Arvind Kejriwal for February 17, 2024.
— ANI (@ANI) February 7, 2024
ED has approched Court against Kejriwal for not complying with the summons issued by the central probe agency in the the… pic.twitter.com/1bpC982BHl
દિલ્હી લિકર પોલિસી અને મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જારી કરાયેલા સમન્સનું પાલન ન કરવા બદલ EDએ કેજરીવાલ સામે કોર્ટનો સંપર્ક કર્યો છે. અગાઉ, તપાસ એજન્સીએ કેજરીવાલ સામે 3 ફેબ્રુઆરીએ સમન્સનું પાલન ન કરવા બદલ નવી ફરિયાદ દાખલ કરી હતી.
કેજરીવાલે હમણાં સુધી EDના 5 સમનની કરી અવહેલના
AAP નેતા અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગયા શુક્રવારે ED દ્વારા બુધવારે ઇશ્યુ કરાયેલ પાંચમા સમન્સ બાદ પણ એજન્સી સામે હાજર નહોતા થયા.
આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનરે અગાઉ EDને પત્ર લખીને સમન્સને ‘ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત’ ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે તેઓનો હેતુ તેમને ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાનો હતો.