Saturday, November 23, 2024
More
    હોમપેજદુનિયાચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જ પાકિસ્તાનમાં આતંકી હુમલો: પોલીસ સ્ટેશન પર તાબડતોડ...

    ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જ પાકિસ્તાનમાં આતંકી હુમલો: પોલીસ સ્ટેશન પર તાબડતોડ વરસાવ્યા ગ્રેનેડ, 10 પોલીસકર્મીઓના ઘટના સ્થળે જ મોત, 6 ઘાયલ

    આ આતંકી હુમલો પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીના 3 દિવસ પહેલાં જ થયો છે. 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં નેશનલ અને એસેમ્બલી ઈલેક્શન યોજાશે. જોકે, આ હુમલાની જવાબદારી કોઈપણ સંગઠને લીધી નથી.

    - Advertisement -

    પાકિસ્તાનમાં આતંકી હુમલાનો સિલસિલો સતત વધી રહ્યો છે. હજુ થોડા સમય પહેલાં જ બલૂચિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મીએ હુમલો કરી દીધો હતો. જ્યારે હવે નેશનલ અને એસેમ્બલી ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જ ફરી આતંકી હુમલો થયો છે. પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વા વિસ્તારમાં દરબાર શહેરમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં 10 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 6 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

    સોમવારે (5 ફેબ્રુઆરી) વહેલી સવારે લગભગ 3 વાગ્યાના અરસામાં પાકિસ્તાનના દરબાર શહેર સ્થિત ચોડવાન પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે. આ હુમલામાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે અને 6 ઘાયલ છે. પોલીસ ચીફ અખ્તર હયાતે મીડિયાને આ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, 30થી વધુ આતંકીઓએ સવારે 3 વાગ્યે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આતંકીઓએ પોલીસ સ્ટેશનને ચારે તરફથી ઘેરી લીધું હતું અને ગ્રેનેડ ફેંકવાનું શરૂ કર્યું હતું. જે બાદ ગોળીઓ વરસાવવાનું પણ ચાલુ કર્યું હતું. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પોલીસે જ્યારે જવાબી કાર્યવાહી હાથ ધરી ત્યારે તમામ આતંકીઓ નાસી છૂટયા હતા. તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

    નોંધનીય છે કે, આ આતંકી હુમલો પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીના 3 દિવસ પહેલાં જ થયો છે. 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં નેશનલ અને એસેમ્બલી ઈલેક્શન યોજાશે. જોકે, આ હુમલાની જવાબદારી કોઈપણ સંગઠને લીધી નથી, પરંતુ ચૂંટણી નજીક આવતા આતંકી હુમલાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. સાથે બલૂચિસ્તાનમાં પણ આ ચૂંટણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    બલૂચિસ્તાનમાં ઈલેક્શન કમિશનની બહાર બ્લાસ્ટ

    પોલીસ સ્ટેશન પર હુમલો થયાની સાથે જ બલુચિસ્તાનમાં ઈલેક્શન કમિશનની ઓફિસ બહાર પણ ભયંકર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની મીડિયા ARY ન્યૂઝ અનુસાર, ઈલેક્શન કમિશનના ગેટની નજીક જ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બોમ્બ કોણે ફોડ્યો અને તેનો હેતુ શું હતો તે વિશેની માહિતી મળી નથી. પાકિસ્તાની પોલીસ આ બંને હુમલા મામલે તપાસ કરી રહી હોવાનું અહેવાલોમાં કહેવાય રહ્યું છે.

    નોંધનીય છે કે, પાકિસ્તાનમાં ચૂંટણી પહેલાં હિંસાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ બલૂચિસ્તાનમાં પણ હુમલો થયો હતો, જેની જવાબદારી બલોચ લિબરેશન આર્મીએ (BLA) લીધી હતી. સાથે જ પાકિસ્તાનના અન્ય ભાગોમાં પણ હુમલાઓ તેજ થઈ ગયા છે. બલૂચિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મી અને ખેબરમાં પાકિસ્તાન તાલિબાન સતત હુમલા કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં