Friday, November 22, 2024
More
    હોમપેજઇન્ડોલોજી'અમારા પૂર્વજોએ રામ જન્મભૂમિ માટે પોતાનું રક્ત વહેવડાવ્યું, આજે લોકો તેમને ભૂલી...

    ‘અમારા પૂર્વજોએ રામ જન્મભૂમિ માટે પોતાનું રક્ત વહેવડાવ્યું, આજે લોકો તેમને ભૂલી ગયા’: 2 ફકીરોની બાતમીથી 80000 સૈનિકો સાથે વીરગતિ પામેલા ભીટી નરેશ મહતાબ સિંઘના વંશજો સાથે ખાસ વાતચીત

    2 મુઘલ ફકીરોને રામ મંદિરના તત્કાલીન પૂજારી શ્યામાનંદે આશ્રય આપ્યો હતો. બંનેએ મંદિરમાં હાજર સોના-ચાંદીની માહિતી તો ભેગી કરી જ હતી, સાથે જ તેની સુરક્ષા સાથે જોડાયેલા તમામ રહસ્યો પણ જાણી લીધા હતા. તેમણે બાબરને તમામ બાતમી આપી દીધી અને રામ મંદિરને લૂંટવા અને તેનો નાશ કરવા ક્રૂર બાબરે પોતાની સેના મોકલી હતી.

    - Advertisement -

    22 જાન્યુઆરીએ ધર્મનગરી અયોધ્યામાં ભગવાન રામ પોતાના નિર્માણધીન મંદિરના ગર્ભગૃહમાં વિરાજમાન થઈ ચુક્યા છે. દેશ અને દુનિયાભરના હિંદુઓએ આ અવસરે ભક્તિભાવથી પોતાના આરાધ્ય ભગવાન રામની પૂજા કરીને દિવાળી જેવો ઉત્સવ મનાવી રહ્યા છે. ઑપઇન્ડિયાએ આ અવસરે પોતાના ગ્રાઉન્ડ રીપોર્ટમાં તમામ એવા બલિદાનીઓનો પરિચય કરાવ્યો, જેમણે મુલાયમ સિંઘ યાદવની સરકાર દ્વારા કરવામાં આવેલા ધાણીફૂટ ગોળીબારમાં પોતાના પ્રાણોની આહુતિ આપી. આ દરમીયા અમને 4 મોટા યુદ્ધો વિશે પણ માહિતી મળી. જયારે બાબર ની ક્રૂર ફોજ મંદિર તોડી રહી હતી ત્યારે ક્ષત્રીય યોધ્ધાઓ પોતાના પ્રાણોની આહુતિ આપી રહ્યા હતા. અયોધ્યા રામ મંદિર માટે સહુથી પહેલા બલિદાન આપનારા ભીટી નરેશ મહતાબ સિંઘ હતા.

    ઑપઇન્ડિયાની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને ભીટી નરેશ મહતાબ સિંઘ વિશે માહિતી એકઠી કરી. તેના માટે અમે મહારાજ મહતાબ સિંઘના મહેલ સુધી પહોંચ્યા અને ત્યાની વર્તમાન સ્થિતિનો તાગ લેવાનો પ્રયત્ન કર્યો. આ મહેલ આંબેડકર જિલ્લાના ભીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાલુકા પંચાયતની એકદમ બાજુમાં છે. વર્તમાન સમયમાં મહેલ ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે. તેનું પ્લાસ્ટર ઉખડી ચુક્યું છે અને અને જગ્યાએથી ધાબુ તૂટી ગયું છે. મહેલની ઉપર આજે પણ ભગવો ધ્વજ લહેરાઈ રહ્યો છે. તેની દીવાલો પર ભગવાન ગણેશ અને મહાદેવ શિવના ચિત્રો આજે પણ નજરે પડે છે.

    ભીટી નરેશ મહતાબ સિંઘ જ્યાંથી રાજ કરત તે મહેલ

    પ્રથમ દ્રષ્ટીએ જોતા જ ખ્યાલ આવી રહ્યો હતો કે આ મહેલમાં ઘણા લાંબા સમયથી અંદર કે બહાર સાફ-સફાઈ કે પછી રંગ-રોગાન નથી કરવામાં આવ્યું. દરવાજા પણ ભાંગ-તૂટ વાળા નજરે પડી રહ્યા હતા. મહેલના એક ભાગમાં દુધાળા પશુઓ બાંધેલા હતા. નામ ન આપવાની શરતે કેટલાક સ્થાનિક લોકોએ અમને જણાવ્યું કે મહેલની મોટા ભાગની જગ્યા હવે વહેચી દેવામાં આવી છે.

    - Advertisement -

    મહેલની ભાર રાજા અજય પ્રતાપ સિંઘના નામે એક ઈન્ટર કૉલેજ પણ છે. તેનું સંચાલન મહારાજ મહતાબ સિંઘના વંશજો દ્વારા કરવામાં આવી રહ્યું છે. મેદાનમાં ઉભેલા કેટલાક લોકોએ અમને જણાવ્યું કે જે સ્થાને અત્યારે કૉલેજ છે, એક સમયે તે જ જગ્યાએ રાજા સાહેબની અદાલત ચાલતી હતી. તેમાં તેઓ જનતાની સમસ્યાઓનું ન્યાયપ્રિય રીતે સમાધાન કરતા હતા. રાજા મહતાબ સિંઘના મોટા ભાગના પરિજનો લખનૌ અને કશીમાં વસી ગયા છે. માત્ર કેટલાક દૂરના સ્વજનો હવેલીની દેખરેખ માટે હાજર મળ્યા, જેમના એક હતા વિનય પ્રતાપ સિંઘ.

    મહેલની અંદર હિંદુ દેવી દેવતાઓના ચિત્રો

    આજે લોકો અમને ભૂલી ચુક્યા છે

    મહેલમાં હાજર વિનય પ્રતાપ સિંઘે અમને જણાવ્યું કે ભલે તેમના પૂર્વજોએ જન્મભૂમિ બચાવવા માટે બાબર વિરુદ્ધ સંઘર્ષ કર્યો હોય, પણ આજે લોકો તેમને ભૂલી ચુક્યા છે. તેમણે અમને જણાવ્યું કે રાજા મહતાબ સિંઘના બલિદાન પર પહેલા એક પુસ્તક પણ છપાયું હતું, પરંતુ ખબર નહીં કેમ અને કોણે તેને બજાર માંથી ગાયબ કરી દીધું.

    વિનય પ્રતાપ સિંઘનું કહેવું છે કે આ પુસ્તક એક સમયે અયોધ્યાના દરેક બુક સ્ટોરમાં ઉપલબ્ધ હતી. રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાથી ખૂબ જ ખૂશ વિનય પ્રતાપ સિંઘ ઈચ્છે છે કે લોકો આ અવસરે રાજા મહતાબ સિંઘને પણ યાદ રાખે. આ સાથે જ તેમની એવી પણ ઈચ્છા છે કે જર્જરિત થઇ રહેલા આ મહેલને ભારત સરકાર સંરક્ષિત કરે.

    ભીટી નરેશ મહતાબ સિંઘના વંશજો

    બે ગણા મુઘલો સામે લડી હતી 80 હજારની સેના

    રાજા મહતાબના અન્ય એક વંશજ પ્રણવ પ્રતાપ સિંઘે પણ ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. પ્રણવ પ્રતાપ સિંઘે અમને જણાવ્યું હતું કે, બાબરના આદેશથી 1527-28ની આસપાસ તેના કમાન્ડર મીર બાકીની લાખોની મુઘલ સેનાએ અયોધ્યાના રામજન્મભૂમિ મંદિર પર હુમલો કર્યો હતો. તે સમયે ભીટી નરેશ રાજા મહતાબ સિંઘ બદ્રીનાથની યાત્રાએ ગયા હતા.

    જન્મભૂમિ પર હુમલાના સમાચાર સાંભળીને વૃદ્ધ રાજાએ પોતાની યાત્રા રદ કરી અને અયોધ્યા તરફ કૂચ કરી. તેમણે પોતાના રાજ્યને એક સંદેશ મોકલ્યો અને પોતે વધુને વધુ લોકોને એકઠા કરવામાં લાગી ગયા. આ બાજુ લગભગ 80 હજાર હિંદુઓની સેના રામજન્મભૂમિને બચાવવા માટે અયોધ્યા તરફ રવાના થઈ.

    17 દિવસ ચાલ્યું ઘમાસાણ યુદ્ધ અને મહારાજ સહિત તમામ સૈનિકો વીરગતિ પામ્યા

    પ્રણવ પ્રતાપ સિંઘે અમને જણાવ્યું હતું કે મીરબાકી અયોધ્યામાં ઘૂસી ને રામજન્મભૂમિ નજીક પહોંચી ગયો હતો. તમામ સૈનિકોએ જન્મસ્થળ પર ઘેરો ઘાલ્યો હતો. લગભગ 17 દિવસ સુધી મીરબાકી અને તેની સેના મંદિરમાં પ્રવેશ કરી શકી નહીં. આ દરમિયાન એક પછી એક હિંદુ સૈનિકો વીરગતી પામ્યા. આખરે 17માં દિવસના અંતે અંતિમ યોદ્ધા રાજા મહેતાબ સિંઘે જન્મભૂમિને બચાવવા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

    પ્રણવ પ્રતાપ સિંઘના જણાવ્યા અનુસાર રાજા મહતાબ સિંઘના સહયોગી અનુભવી કેહરી સિંઘ પણ આ યુદ્ધમાં બલિદાન થયા હતા. રાજા મહેતાબ સિંઘના બલિદાન બાદ જ મુઘલ સેના મંદિરના આંગણામાં પ્રવેશી શકી હતી. તે સમયના તમામ ગાયકોએ રાજા મહેતાબ સિંઘના બલિદાન પર લોકગીતોની રચના કરી હતી. આમાંના કેટલાક લોકગીતો હજી પણ ભીટી વિસ્તારના વૃદ્ધો દ્વારા ગાવામાં આવે છે. રાજા સાહેબની હારનું મુખ્ય કારણ અદ્યતન શસ્ત્રોનો અભાવ હતો.

    પ્રણવ પ્રતાપ સિંઘના જણાવ્યા અનુસાર રાજા સાહેબના સૈનિકો પાસે ભાલા અને તલવારો હતી, જ્યારે મુઘલો પાસે તોપો હતી. એવું કહેવામાં આવે છે કે મીરબાકીએ રાજા મહતાબ સિંઘ અને તેમની 80,000 સેનાની હત્યા કરી હતી અને તેમના લોહીનો ગારો બનાવ્યો અને તેમાંથી બાબરીની પ્રથમ દિવાલ ચણવામાં આવી હતી. આ દિવાલો બનાવવા માટે શક્ય તેટલું લોહી શોષવા માટે લાખોરી ઇંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો.

    જે મુઘલ ફકીરોને શરણે લીધા, તેમણે જ ગદ્દારી કરી

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા આંબેડકરનગરના ઇતિહાસકાર બલરામ મિશ્રાએ ઇતિહાસના ઉથલાવ્યા હતા. બલરામ મિશ્રાએ અમને જણાવ્યું હતું કે 2 મુઘલ ફકીરોને રામ મંદિરના તત્કાલીન પૂજારી શ્યામાનંદે આશ્રય આપ્યો હતો. આ ફકીરોમાં પ્રથમ હતા કજલ અબ્બાસ મુસા અને બીજા હતા જલાલ શાહ. આ ફકીરોએ પોતાને હિંદુ ધર્મથી પ્રભાવિત ગણાવી અને મંદિર પરિસરમાં રહેવા લાગ્યા.

    બંનેએ મંદિરમાં હાજર સોના-ચાંદીની માહિતી તો ભેગી કરી જ હતી, સાથે જ તેની સુરક્ષા સાથે જોડાયેલા તમામ રહસ્યો પણ જાણી લીધા હતા. બંનેએ એ જાણી લીધું કે ઉત્તર ભારતમાં હિંદુઓની સર્વોચ્ચ આસ્થા રામમાં હતી. એ શ્રદ્ધાનું કેન્દ્ર જન્મસ્થળ પર બાંધવામાં આવેલું મંદિર હતું. બાદમાં આ બંને ફકીરોએ બાબરને તમામ બાતમી આપી દીધી અને સોમનાથની જેમ જ રામ મંદિરને લૂંટવા અને તેનો નાશ કરવા માટે ક્રૂર બાબરે પોતાની સેના મોકલી હતી.

    અમે રાજા મહતાબ સિંઘના મહેલની આસપાસના લોકો સાથે પણ વાતચીત કરી. મહેલની નજીક અનુસૂચિત જાતિના લોકોની વસાહત છે. તેમણે કહ્યું કે રાજાએ પોતે તેમને ત્યાં વસાવ્યા છે અને મહેલની અંદર જાતિ વગેરેના નામે તેમની સાથે ક્યારેય ભેદભાવ રાખવામાં આવ્યો નથી. ભીટી બજારના વયોવૃદ્ધ રામયજ્ઞ તિવારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની કમનસીબી છે કે આવા ઐતિહાસિક વ્યક્તિના એક ફોટાનું પણ અસ્તિત્વ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં