મુસ્લિમ-ટાર્ગેટ આક્ષેપની યોગી સરકારે હવા કાઢી નાંખી છે, ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી પર જમીયત ઉલમા-એ-હિંદના સ્ટેની માંગ કરતી અરજી પર સર્વોચ્ચ અદાલતે સર્વગ્રાહી આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. બુધવારે (13 જુલાઈ, 2022) કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ અને પીએસ નરસિમ્હાની બેન્ચે કહ્યું હતું કે, “નિયમનું પાલન કરવું જોઈએ. આમાં કોઈ વિવાદ નથી. જો નિયમો મુજબ બાંધકામ ગેરકાયદેસર હોય તો અમે ઓથોરીટીઝને ડિમોલિશન રોકવાનો આદેશ કેવી રીતે આપી શકીએ.” કોર્ટે હવે આ મામલે આગામી સુનાવણી માટે 10 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.
UP demolition drive : Senior Advocate Dushyant Dave, appearing for petitioners, calls the matter extremely serious, citing news reports relating to demolition
— ANI (@ANI) July 13, 2022
Sr Advocate Dave says that we don’t want this culture and authorities have to act in accordance with law.
મીડિયા રિપોર્ટ અનુસાર , આ કેસમાં જમીયત ઉલેમા-એ-હિંદના વકીલ એડવોકેટ દુષ્યંત દવેએ તેમની દલીલમાં કહ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ પર કોઈ ગુનાનો આરોપ હોય, તો તેના ઘરને તોડી પાડવાની કાર્યવાહીને સમાજમાં સ્વીકારી શકાય નહીં. અમે કાયદાના શાસન મુજબ ચાલીએ છીએ.”
UP demolition drive: Sr Advocate Dave says that there is a pick & choose against the other community.
— ANI (@ANI) July 13, 2022
SG responds there is no other community & there’s only the Indian community.
Sr Adv Dave says entire Sainik Farms is illegal, nobody has touched it. Matter listed for August 10.
દુષ્યંત દવેએ કોર્ટમાં સુનાવણી દરમિયાન એવો પણ આક્ષેપ કર્યો હતો કે , “સરકાર રમખાણોના આરોપીઓને ટાર્ગેટ કરીને પગલાં લઈ રહી છે. સમગ્ર સૈનિક ફાર્મજ ગેરકાયદેસર છે, પરંતુ છેલ્લા વર્ષોમાં તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હીમાં જ ગેરકાયદેસર ફાર્મ હાઉસ જોવા મળે છે. કોઈ કાર્યવાહી થઈ નથી. આ કેસોમાં એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
આ દલીલ સામે સખત વાંધો ઉઠાવતા, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, “દેશમાં અન્ય કોઈ સમુદાય નથી. એક જ સમુદાય છે, જેને આપણે ભારતીય કહીએ છીએ.”
બીજી તરફ, યુપી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું, “એક વ્યક્તિ એક કેસમાં આરોપી છે, માત્ર એટલા માટે કે તેના ગેરકાયદે બાંધકામને હટાવવાની કાર્યવાહી રોકી શકાય નહીં.” તેમણે કહ્યું કે આવા આરોપો સાચા નથી. તોફાનો પહેલા જ અધિકારીઓએ આ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે જેમના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તેમને નોટિસો આપીને કાર્યવાહી અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી.
યુપી સરકારે તેના જવાબમાં કહ્યું હતું કે પ્રયાગરાજ ડિમોલિશન સ્થાનિક વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જે રાજ્ય સરકારની સ્વાયત્ત સંસ્થા છે અને શહેરને ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામથી મુક્ત કરવાના તેમના પ્રયાસોનો એક ભાગ છે.
નોંધપાત્ર છે કે, જમીયત ઉલમા-એ-હિંદે તાજેતરમાં ભાજપના પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી વખતે કથિત રીતે રમખાણો અને હિંસા ફેલાવનારા લોકોના ઘરોને તોડી પાડવાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.